જન્મસમયે બાળકો હૉસ્પિટલમાં બદલાઈ ગયાં, 70 વર્ષે કેવી રીતે ખબર પડી?

ઇમેજ સ્રોત, JOHN WOODS/ The Canadian Press
- લેેખક, નાદિન યુસિફ
- પદ, બીબીસી ન્યૂઝ, ટોરેન્ટો
એક સામાન્ય ડીએનએ ટેસ્ટની કિટ, જે તેમને ક્રિસમસ ગિફ્ટમાં મળી હતી, તેનાથી કૅનાડાના બે યુવાનોનું જીવન વેરવિખેર થઈ ગયું.
કૅનાડાના બ્રિટિશ કૉલંબિયાના દરિયાકાંઠાના શહેર સેચેલ્ટના રિચાર્ડ બ્યુવે આખું જીવન એવું માનીને મોટા થયા કે તેઓ કૅનેડાના અસલ મૂળનિવાસી છે. તેની જાણ કરવા તેમણે ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો.
પરંતુ તે ટેસ્ટમાં તેમને જાણવા મળ્યું કે તેઓ યુક્રેનિયન, અશ્કેનાઝી, યહૂદી અને પૉલિશ વંશનું મિશ્રણ છે.
તે જ સમયે, લગભગ 2,400 કિમી દૂર મેનિટોબાના વિનીપેગમાં એડી એમ્બ્રોસનાં બહેને (જેમનો ઉછેર યુક્રેનિયન પરિવારમાં થયો હતો) પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો.
આ ટેસ્ટમાં તેમને જાણવા મળ્યું કે તેઓ એડી સાથે સંબંધિત નથી. તેના બદલે બ્યુવે તેમના બાયૉલૉજિકલ ભાઈ હતા.
આ ટેસ્ટના પરિણામથી જીવનનું રહસ્ય છતું થયું. રિચાર્ડ બ્યુવે અને એડી એમ્બ્રોસ- બંને 1955માં નાના શહેર આર્બોર્ગ, મેનિટોબાની એક જ હૉસ્પિટલમાં એક જ દિવસે જન્મ્યા હતા. પરંતુ જન્મસમયે તેઓ બદલાઈ ગયા હતા. તેમનાં માતાપિતા બદલાયેલા બાળક ઘરે લઈ ગયા હતા.
લગભગ 70 વર્ષ બાદ બ્યુવે અને એમ્બ્રોસને મેનિટોબાના પ્રીમિયર (રાજ્યના વડા) વાબ કિનેવ પાસેથી રૂબરૂ ઔપચારિક માફી મળી છે.
બંને કેવી રીતે બદલાઈ ગયા?
68 વર્ષીય બ્યુવેનો મેટિસ નામની જાતિના ઘરમાં ઉછેર થયો. આ મેટીસ કૅનેડામાં મૂળનિવાસી અને યુરોપિયન વંશના મૂળનિવાસી લોકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને માતા સંઘર્ષ કરી રહ્યાં હતાં, જેના કારણે તેમના નાનાએ ભાઈ-બહેનનો ઉછેર કર્યો.
તેમને સ્વદેશી બાળકો માટેની શાળામાં દાખલ કર્યાં, પરંતુ બાદમાં તેમને તેમના પરિવાર પાસેથી બળજબરીપૂર્વક દૂર કરાયા અને બીજા ઘરને સોંપવામાં આવ્યા.
કૅનેડામાં ‘સિક્સટીસ સ્કૂપ’ નામની એકતા નીતિ છે જેમાં ત્યાંનાં મૂળનિવાસી બાળકોને કાં તો પાલક ઘરમાં મૂકવામાં આવતા હતા અથવા તેમના સમુદાયની બહાર દત્તક લેવામાં આવ્યા હતા.
આ દરમિયાન એમ્બ્રોસ મનીટોબાના એક ગ્રામીય પરિવારમાં ઉછર્યા. ગેંગે કહે છે કે, "તે એક ખૂબ જ પ્રેમાળ અને સહાયક યુક્રેનિયન પૂર્વજોનો પરિવાર હતો." જ્યાં એમ્બ્રોઝ સૂતાં પહેલાં યુક્રેનિયન લોકગીતો સાંભળતા. જોકે તે પણ બાદમાં જ્યારે 12 વર્ષની વયે અનાથ થયા ત્યારે તેમને દત્તક લેવામાં આવ્યા હતા.
તેમના સમગ્ર જીવન દરમિયાન એમ્બ્રોસને તેમના મૂળનિવાસી પૂર્વજ વિશે ખ્યાલ જ નહોતો.
ગેંગે કહે છે કે, "તેઓ બંનેને એવું લાગ્યું કે કોઈકને કોઈક કારણસર બંને તેમના પરિવારોથી છીનવાઈ ગયા."
ઘણાં વર્ષો સુધી બ્યુવેને બ્રિટિશ કૉલંબિયાના દરિયાકાંઠે એકમાત્ર મૂળનિવાસી ફિશિંગ બોટ ચલાવવા માટે ગર્વ હતો.
ગંગેએ કહ્યું, "હવે તેમને સમજાયું કે તેમના સિવાય દરેક જણ મૂળનિવાસી છે. આ તેમની જીવનકથાઓમાં એક ખૂબ મોટું સમાધાન છે."
તેમની માફીમાં કિનેવે કહે છે કે, નોંધપાત્ર રીતે આ બે પુરુષોનો જીવનમાં એવા પણ પ્રસંગો આવ્યા જ્યારે તેમના રસ્તા એકબીજાને મળ્યા હોય.
જ્યારે અજાણી રીતે તેમના રસ્તા ટકરાયા

ઇમેજ સ્રોત, Getty Images
નાનપણમાં એમ્બ્રોસે તેમનાં શહેરોની અમુક છોકરીને રિસેસમાં તેમની બેઝબૉલ ટીમમાં જોડાવવા કહ્યું. કિનેવ કહે છે કે, "તે જાણતા નહોતા કે તે ખરેખર તેમનાં બાયૉલૉજિકલ બહેન છે."
જ્યારે તેઓ કિશોર વયના હતા ત્યારે બ્યુવેનો માછીમારી પ્રત્યેનો પ્રેમ તેમને તેમના બાયૉલૉજિકલ બહેનની નજીક લાવ્યો. તેઓ પાસપાસે રહીને માછલી પકડવા લાકડી નાખતાં હતાં. બંને તે વાતથી અજાણ હતાં કે તેઓ એકબીજાથી સંબંધિત છે.
જીવનમાં આવડી મોટી ખોટ સાલવા છતાં ગંગે કહે છે કે તેઓ આજે જ્યાં છે અને જેમણે તેમનો ઉછેર કર્યો છે એમના પર તેમને ગર્વ છે. આ પરીક્ષણથી તેમને એક નવો પરિવાર પણ મળ્યો છે.
એમ્બ્રોઝ અત્યારે તેમના બાયૉલૉજિકલ સંબંધીઓને મળ્યા છે અને મેનિટોબા મેટિસ ફેડરેશનના સભ્ય બન્યા છે.
બ્યુવે પણ તેમના બાયૉલૉજિકલ પરિવાર સાથે જોડાવવાનું વિચારે છે અને તેમની બે પુખ્ત પુત્રીઓએ તેમના પિતાના છેલ્લા નામને ચિહ્નિત કરવા માટે તેમના હાથ પર "એમ્બ્રોઝ" ટેટૂ ચિતરાવ્યું છે.
બંનેએ મેનિટોબા પ્રાંતને માફી અને નાણાકીય વળતર માટે ગંગે દ્વારા કાનૂની રજૂઆત પણ કરી છે.
ગંગેએ કહ્યું કે શરૂઆતમાં મેનિટોબા પ્રાંતે તેમની પરિસ્થિતિ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી અને દાવો કર્યો હતો કે જ્યાં ભૂલ થઈ હતી તે હૉસ્પિટલ મ્યુનિસિપલ સંચાલિત હતી અને તેથી તેમની જવાબદારી નથી.
પરંતુ 1887 પછી મેનિટોબાના પ્રથમ મૂળનિવાસી પ્રિમિયર કિનેવ ચૂંટાયા બાદ સરકારના સૂર બદલાયા છે.
માફી એ એક મહત્ત્વપૂર્ણ કબૂલાત છે કે "એક ભૂલ થઈ હતી, જેનાથી તે બધાને અસર થઈ છે", ગંગેએ મિસ્ટર બ્યુવાઈસ અને મિસ્ટર એમ્બ્રોઝ બંને તેમજ તેમના પરિવારોનો ઉલ્લેખ કરતા આમ જણાવ્યું હતું.
"પ્રિમિયર પ્રાંત વતી મોટેથી તેઓ કહે છે કે, 'તમારી સાથે આવું નહોતું થવું જોઈતું' અને મને લાગે છે કે તે ભૂલ સ્વીકારવી તે એક એક મહત્ત્વપૂર્ણ બાબત છે."
ગેંગે કહે છે કે, જોકે હજી સુધી એવી કોઈ વાત કરવામાં નથી આવી કે આ બે પુરુષોને નાણાકીય વળતર મળશે કે નહીં. જોકે હું તેના માટે પ્રયત્ન કરતો રહીશ."
વિનિપેગના વકીલે ભૂતકાળમાં જન્મ સમયે બદલાયેલાં અન્ય કૅનેડિયન બાળકો માટે વળતરની સફળતાપૂર્વક માગ કરી છે, પરંતુ તે કિસ્સામાં બાળકોનો જન્મ ફેડરલ સંચાલિત હૉસ્પિટલોમાં થયો હતો.
બ્યુવે અને એમ્બ્રોઝ મેનિટોબામાં જન્મ વખતે બદલાઈ ગયેલાં બાળકોનો આ ત્રીજો જાણીતો કેસ છે. ન્યૂફાઉન્ડલૅન્ડના ઍટલાન્ટિક પ્રાંતમાં પણ અન્ય બે કેસ નોંધાયા છે.
ગેંગે કહે છે કે એ જાણવું અઘરું છે કે આવા બનાવો સામાન્ય છે કે અસામાન્ય.
પરંતુ તેઓ નોંધે છે કે, બ્યુવે અને એમ્બ્રોસે આ રહસ્ય ફક્ત એક ટેસ્ટ કીટ દ્વારા ઉકેલ્યું છે.
"આ તો ફક્ત મારું અનુમાન છે પણ જેમ આવી ટેસ્ટ કીટ સામાન્ય રીતે પ્રચલિત બનશે તો આવા કિસ્સાઓ વધુ સામે આવશે."
રાજ્યના વડાએ માફી માગતા શું કહ્યું?
કિનેવે મેનિટોબા વિધાનસભામાં જણાવ્યું હતું કે, "હું આજે માફી માગવા માટે ઊભો છું જે ઘણા સમયથી બાકી હતી. એક એવી ભૂલ જેનાથી બે બાળકો, બે માતાપિતા, બે પરિવારો અને તેમની ઘણી બધી પેઢીઓને નુકસાન પહોંચ્યું છે."
કિનેવે કહ્યું કે, "અન્ય વ્યક્તિનાં પગરખાંમાં એક કિલોમીટર ચાલવું" જેવી વિચારણાઓનો ઉપયોગ કેટલીક વાર સહાનુભૂતિ અને કરુણાને સમજવામાં મદદરૂપ થાય છે."
"જો આ વાત સચોટ હોય, તો આજે હાજર આદરણીય મુલાકાતીઓ સહાનુભૂતિ અને કરુણાની સમજ ધરાવી શકે છે જે આપણામાંના મોટા ભાગના લોકોની પહોંચની બહાર છે."
તેમના વકીલ બિલ ગંગેએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનાં પ્રારંભિક વર્ષોમાં બંનેએ તદ્દન અલગ જીવન જીવ્યું હતું.












