80% ભારતીયો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હકારાત્મક મત ધરાવે છે : પ્યૂ રિસર્ચ સર્વે

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી ખાતે ભારતની અધ્યક્ષતામાં જી-20નું શિખરસંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વૉશિંગટનમાં સ્થિત ખ્યાતનામ થિંકટૅન્ક 'પ્યૂ રિસર્ચ સેન્ટરે' ભારત અને વડા પ્રધાન મોદી અંગે જાહેર મતને લઈને સંશોધનનાં તારણો જાહેર કર્યાં છે.
જે અનુસાર 80 ટકા ભારતીયો વડા પ્રધાન મોદી અંગે હકારાત્મક મત ધરાવતા હોવાનું તારણ બહાર આવ્યું છે.
તેમજ દસમાંથી સાત ભારતીયોનું માનવું છે કે તાજેતરમાં દેશ વધુ અસરકારક શક્તિ બન્યો છે. આ સર્વે
24 દેશમાં કરાયેલા આ સર્વે અનુસાર સામાન્ય રીતે ભારત અંગે હકારાત્મક મત જોવા મળ્યો છે.
આ નવા સર્વેમાં ભારત અને તેના રાજકીય નેતા અંગે ભારતમાં અને તેની બહાર લોકોના મત અંગે જાણવાનો પ્રયાસ કરાયો હતો. સાથે જ ભારતીયોના અન્ય દેશને લઈને મત પણ એકઠા કરાયા હતા.
24 દેશોમાંથી આ સર્વેમાં 30,861 લોકોને સામેલ કરાયા હતા.
અહીં નોંધનીય છે કે પ્યૂ રિસર્ચ સેન્ટરે ભારત અને તેના વડા પ્રધાન અંગે ઉત્તર અમેરિકા, યુરોપ, મધ્ય-પૂર્વ, એશિયા-પૅસિફિક ક્ષેત્ર, સબ-સહારન આફ્રિકા અને લૅટિન અમેરિકા સહિતના 23 દેશોમાં મત લીધો હતો. આ સિવાય રિપોર્ટમાં ભારતના લોકોના મત પણ ઝિલાયા હતા.
અમેરિકા અને ભારત બહાર આ સર્વેમાં 20 ફેબ્રુઆરીથી 22 મે 2023 સુધી 24,674 વયસ્કોના મત લેવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાંથી 25 માર્ચથી 11 મે 2023 સુધીમાં 2,611 ભારતીય પુખ્ત લોકોને સર્વેમાં સામેલ કરાયા હતા.

સર્વેનાં તારણોમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્યૂ રિસર્ચની વેબસાઇટ પર આ સર્વેના રિપોર્ટમાં કેટલાંક રસપ્રદ તારણો જોવા મળી રહ્યાં છે.
સર્વેનાં તારણોની વાત કરીએ તો દર દસમાંથી આઠ (79 ટકા) ભારતીય મોદી અંગે હકારાત્મક મત ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. આમાં અતિ હકારાત્મક મત ધરાવતી 55 ટકાની બહુમતી પણ સામેલ છે.
12 દેશોના મધ્યમવર્ગીય લોકોએ વ્યક્ત કરેલા મત પ્રમાણે 37 ટકાને મોદી યોગ્ય વિદેશનીતિ અપનાવી રહ્યા હોવાનું જણાવે છે.
તેમાં સૌથી વધુ વિશ્વાસ કેન્યાના લોકોએ વ્યક્ત કર્યો છે. કેન્યામાં 60 ટકા લોકોને વિશ્વાસ છે કે વૈશ્વિક બાબતોને મુદ્દે મોદી યોગ્ય નિર્ણય લે છે. જોકે, આર્જેન્ટિનાના લોકો આ બાબતને લઈને શંકાશીલ હતા.
આ સિવાય તારણો અનુસાર દર દસ પૈકી સાત ભારતીયો માને છે કે તાજેતરમાં દેશની અસરકારકતામાં વધારો થયો છે.
વર્ષ 2022માં 19 દેશોના 28 ટકા લોકોએ પણ કંઈક આવો જ મત રજૂ કર્યો હતો.
વર્ષ 2022માં જે 19 દેશોના લોકોએ આવો મત રજૂ કર્યો હતો ત્યાં 48 ટકા લોકોનું માનવું હતું કે પાછલાં વર્ષોમાં ભારતની અસરકારકતામાં ફરક નથી આવ્યો. પરંતુ 19 ટકા ભારતીયો આ વાતને લઈને સંમત થયા હતા.
જ્યારે 13 ટકા ભારતીયોનું એવું માનવું હતું કે પાછલાં વર્ષોમાં ભારતની અસરકારકતા નબળી પડી છે.

રાહુલ ગાંધીનોય ઉલ્લેખ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પ્યૂ રિસર્ચ સેન્ટર તરફથી જાહેર કરાયેલ આ સર્વેમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ છે.
રિપોર્ટ અનુસાર નેતાઓમાં ભારતીયોની બીજી પસંદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે.
લગભગ દસમાંથ છ લોકોએ રાહુલ ગાંધી પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો છે.
તેમજ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે 46 ટકા લોકોનો મત પૉઝિટિવ છે.

ભારત અંગે દેશ-વિદેશનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
સર્વેનાં તારણો અનુસાર તમામ ભાગ લેનારા લોકો પૈકી ભારત અંગે 46 ટકા વયસ્કોના હકારાત્મક મત હતા. જ્યારે 34 ટકાના નકારાત્મક મત હતા.
તેમજ 12 દેશમાં વડા પ્રધાન મોદી અંગે કરાયેલ સર્વેમાં 37 ટકા લોકોએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે 40 ટકાએ વિશ્વાસનો અભાવ વ્યક્ત કર્યો હતો.
પાંચ યુરોપિયન દેશોમાં ભારત અંગેના હકારાત્મક મતમાં ઘટાડો નોંધાયો છે. સૌથી નોંધપાત્ર બદલાવ ફ્રાન્સમાં જોવા મળ્યો છે, જ્યાં 39 ટકા લોકોએ ભારત અંગે હકારાત્મક મત વ્યક્ત કર્યો હતો.

વિદેશ અંગે ભારતીયોનું વલણ
રિપોર્ટનાં તારણો અનુસાર 22 દેશોમાં એકઠા કરાયેલા મતોમાં 14 ટકા લોકોએ રશિયા અંગે હકારાત્મક મત રજૂ કર્યો હતો. નોંધનીય છે કે 57 ટકા ભારતીયો રશિયાની તરફેણમાં જોવા મળ્યા હતા.
આ સિવાય ભારતીયોએ અન્ય દેશોના લોકોની સરખામણી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર તેમના વૈશ્વિક બાબતો અંગેના નિર્ણયોને લઈને ઝાઝો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કંઈક આવી જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને લઈને પણ ભારતમાં અન્ય દેશોની સરખામણીએ (65 ટકા) હકારાત્મક મત જોવા મળ્યો હતો. તેમજ જે મધ્યમ આવક ધરાવતા દેશોમાં સર્વે કરાયો તેમાં ચીનને લઈને નકારાત્મક મત રજૂ કરનાર દેશ માત્ર ભારત હતો.
ભારતમાં લગભગ 75 ટકા લોકોના પાકિસ્તાનને લઈને નકારાત્મક મત જોવા મળ્યા હતા. જેમાં 57 ટકા એવા પણ સામેલ છે, જેમના પાકિસ્તાનને લઈને અતિશય નકારાત્મક મત હતા.
રિપોર્ટમાં 40 ટકા લોકો એવા હતા જેમણે વડા પ્રધાન મોદી વિશે ક્યારેય ન સાંભળ્યું હોવાની વાત કરી હતી.














