હરભજનસિંહે કેમ કહ્યું કે 'એ રાતે ધોની રડી પડ્યા હતા'?

ધોની

ઇમેજ સ્રોત, Getty Images

“હું એક વાત શૅર કરીશ. 2018માં જ્યારે બે વર્ષના પ્રતિબંધ બાદ આ લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સે વાપસી કરી ત્યારે ટીમ માટે ડિનરનું આયોજન કરાયું હતું. મેં સાંભળ્યું છે કે પુરુષ રડતા નથી પરંતુ એ રાત્રે એમ. એસ. ધોની રડ્યા હતા. તેઓ ભાવુક થઈ ગયા. મને લાગે છે કે આ વિશે કોઈને જાણ નથી. સાચુંને ઇમરાન (તાહિર)?”

તાજેતરમાં આ વાત ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર હરભજનસિંહે શૅર કરી હતી. વળી, સીએસકેના પૂર્વ કપ્તાન ઇમરાન તાહિરે પણ આ વાતની સાક્ષી પુરાવી. તેમણે પણ કહ્યું કે ધોની તેમની ટીમને એક પરિવાર જ માને છે. એક ચૅનલ પર બંનેએ આ વાત કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સને હરાવીને આઈપીએલની ફાઈનલમાં પ્રવેશી ગઈ છે. 10મી વખત ચેન્નઈ સુપર કિંગ્રસ ફાઇનલમાં પ્રવેશી છે.

મંગળવારીની રીત્રે ચેપોક સ્ટેડિયમ પર માત્ર ગુજરાત ટાઇટન્સના ડગ આઉટને બાદ કરતા આખું ય સ્ટેડિયમ પીળા રંગથી રંગાયેલું હતું. વારંવાર ધોની-ધોનીના શોરથી સ્ટેડિયમ ગુંજી રહ્યું હતું. ટૉસ પહેલાં, બેટિંગ દરમિયાન, પ્રેઝન્ટેશન સમયે જ્યારે જ્યારે પણ ધોની સામે હોય, એ સમયે એમનું નામ સ્ટેડિયમમાં ગુંજી રહ્યું હતું.

આ એ ગુંજ હતી જેનાથી ક્રિકેટનો દરેક ચાહક સારી રીતે વાકેફ હતો. આ આઈપીએલ દરમિયાન ચાહકો ધોનીની નિવૃત્તિની અટકળો લગાવી રહ્યા છે.

આ વખતની ટુર્નામેન્ટ હોમ-અવે ફૉર્મેટમાં રમાઈ એટલે ધોની જ્યાં પણ જાય છે, દેશના દરેક સ્ટેડિયમમાં ધોની-ધોનીની ગુંજ અને પીળી જર્સીનું ઘોડાપૂર ઊમટી પડે છે.

ગત રાત્રે ગુજરાત ટાઇટન્સને પહેલી વાર આઈપીએલમાં હરાવવી અને આ સિઝનની ફાઈનલમાં પહોંચ્યા બાદ જ્યારે તેઓ પ્રેઝન્ટેશન દરમિયાન એક કપ્તાન તરીકે વાત કરવા પહોંચ્યા ત્યારે એક વાર ફરી આ સવાલ કૉમેન્ટેટરની વાતમાં હતો અને આ વખતે સવાલ પૂછનારા હર્ષ ભોગલે હતા.

તેમણે પૂછ્યું કે શું ચેન્નઈના દર્શકો તમને ફરી અહીં જોઈ શકશે. તો ધોની બોલ્યા કે 'શું તમે એ પૂછવા માગો છો કે શું હું ફરી રમીશ કે નહીં?'

ગ્રે લાઇન

શું ધોની આગામી સિઝનમાં રમશે?

હર્ષ ભોગલેએ પૂછ્યું કે શું તમે અહીં આવીને રમશો?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ વિશે ધોનીએ સ્મિત સાથે કહ્યું, “હું નથી જાણતો. મારી પાસે આ નિર્ણય કરવા માટે આઠ-નવ મહિનાનો સમય છે. ડિસેમ્બરની આસપાસ એક નાની હરાજી થશે, તો પછી નિર્ણયનો માથાનો દુખાવો હમણા શા માટે લેવો. મારી પાસે નિર્ણય કરવા માટે પૂરતો સમય છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હું એક ખેલાડી રહું કે ન રહું અથવા કોઈ રૂપમમાં તેમની સાથે બેસું, હું એ નથી જાણતો, પણ ચેન્નઈ કિંગ્સ સાથે જોડાયેલો રહીશ.”

“હું 31 જાન્યુઆરીથી ઘરની બાહર છું. 2 કે 3 માર્ચથી પ્રૅક્ટિસ કરી રહ્યો છું, તો જોઈએ, હાલ મારે પાસે એ નિર્ણય કરવા પૂરતો સમય છે.” આ આઈપીએલ દરમિયાન જ્યારે ધોનીને આગામી વર્ષે આઈપીએલમાં રમવા માટે સવાલ પૂછવામાં આવ્યો.

આ સિઝનની 45મી મૅચ દરમિયાન જ્યારે ટૉસ પછી કૉમેન્ટેટર ડૅની મૉરિસને તેમને નિવૃત્તિ માટે સવાલ પૂછ્યો હતો.

આ પહેલાં મૉરિસનએ પણ બોલ્યા હતા કે,“આખરી સિઝનમાં ધોનીને દરેક મેદાન પર સપૉર્ટ મળી રહ્યો છે.” અને માહીને પૂછીએ કે તમે આને કઈ રીતે ઍન્જોય કરો છો, તો કૅપ્ટન કૂલે સ્મિત સાથે કહ્યું હતું, “એટલે તમે નક્કી કરી લીધું છે કે આ મારી આખરી સિઝન છે.”

ગ્રે લાઇન

ફાઇનલમાં પહોંચવા પર પૂછવામાં આવેલા સવાલ પર ધોનીએ શું કહ્યું?

ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ટીમને 10મી વાર ફાઇનલમાં પહોંચાડ્યા બાદ ધોનીને પૂછવામાં આવ્યું કે શું પણ એ ફાઈનલની કોઈ અન્ય ફાઇનલ જેવી જ ફાઇનલ છે, તો તેમણે કહ્યું, “આ માત્ર એક ફાઇનલ નથી. પહેલાં અહીં દુનિયાભરના શ્રેષ્ઠ ક્રિકેટરોવાળી આઠ ટીમો હતી પણ હવે 10 છે તો એ વધારે મુશ્કેલ છે.”

“હું એને એક અન્ય ફાઇનલની જેમ નથી ગણતો પરંતુ આ બેથી વધુ મહિનાની મહેનતનું પરિણામ છે. જેના કારણે અમે આજે અહીં ઊભા છીએ. જ્યારથી અમે આ સફર શરૂ કરી છે ત્યારથી અલગ-અલગ લોકોએ અલગ-અલગ ભૂમિકા નીભાવી છે.”

“તેમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપ્યું છે. મધ્યક્રમને વધુ તકો નથી મળી. પરંતુ તમામને પ્રદર્શન કરવાની તક મળી અને તેમણે સારું પ્રદર્શન કર્યું. એટલે અમે જ્યાંથી પહોંચ્યા એનાથી ઘણા ખુશ છીએ.”

રેડ લાઇન
રેડ લાઇન