અમેરિકામાં નાઇટ્રોજનથી પહેલીવાર કેદીને મૃત્યુદંડ અપાયો

ઇમેજ સ્રોત, ALABAMA DEPARTMENT OF CORRECTIONS
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચેતવણી: વાચકોને આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.
અમેરિકાના અલાબામામાં પ્રથમ વખત નાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
કેનેથ યુજેન સ્મિથના વકીલોએ તેને ક્રૂર અને અસામાન્ય સજા ગણાવી હતી અને કોર્ટમાં અપીલ કરી તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુ.એસ. સુપ્રીમ કોર્ટ અને નીચલી કોર્ટે તેને રોકવાનો ઇન્કાર કર્યો હતો. તેઓ મૃત્યુદંડની સજા રોકવાની બંને અપીલ હારી ગયા હતા.
તેમને ગુરુવાર રાત્રે (સ્થાનિક સમય અનુસાર) નાઇટ્રોજન ગૅસ વળે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. એક માસ્ક વડે તેના શરીરમાં 15 કલાક સુધી નાઇટ્રોજન ભરવામાં આવ્યો.
1996થી મૃત્યુદંડની સજા ભોગવી રહેલા આ કેદીના વકીલોએ 24મી જાન્યુઆરીએ રાત્રે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ રાહતની આશામાં દેશની સર્વોચ્ચ અદાલતમાં બીજી અપીલ દાખલ કરી રહ્યા છે.
રૉઇટર્સના એક અહેવાલ પ્રમાણે નિર્ધારિત કરવામાં આવેલા 30 કલાકના સમયગાળામાં તેમને આ સજા આપવામાં આવી હતી.
પહેલા પણ મૃત્યુદંડ આપવાનો પ્રયત્ન થયો હતો
અમેરિકાના અલાબામાની એક જેલમાં કેનેથ યુજેન સ્મિથને જ્યારે પહેલીવાર મૃત્યુદંડની સજા આપવા લઈ જવાયો ત્યારે જલ્લાદોએ તેમની મૃત્યુદંડની સજાનો અમલ કરવામાં ઘણા કલાકો ગાળ્યા, પણ તેઓ સફળ ન થયા, અને કેનેથ બચી ગયો.
તેમણે કેનેથને હોલમૅન કરેક્શનલ સેન્ટરની "ડેથ ચેમ્બર"માં સ્ટ્રેચર સાથે બાંધી દીધો હતો અને તેને રસાયણોનાં ઘાતક મિશ્રણવાળાં ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો. તેઓ જે નસ પકડવા માગતા હતા તેમાં સફળતા ના મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેનેથ યુજેન સ્મિથના વકીલોએ કહ્યું કે સંખ્યાબંધ ચીરા પાડવામાં આવ્યા હતા પણ આખરે સ્મિથને તે જ સ્થિતિમાં છોડી દેવાયો.
જ્યારે ઘડિયાળમાં મધ્યરાત્રિનો સમય થયો અને તેને થયેલા મૃત્યુદંડની સજાના અમલના હુકમની મુદત પૂરી થઈ ગઈ ત્યારે છેવટે કેનેથ યુજેન સ્મિથને મૃત્યુદંડ આપવાનો પ્રયાસ બંધ કરી દીધો.
તે સમય હતો નવેમ્બર 2022. હવે આ મૃત્યુદંડની સજાને પરિપૂર્ણ કરવા ફરી પ્રયાસ કરવાનું અલાબામા સરકાર વિચારી રહી છે.
આ માટે આ વખતે તેમણે સ્મિથના ચહેરા પર એક ઍરટાઇટ માસ્ક બાંધીને તેને શ્વાસમાં શુદ્ધ નાઇટ્રોજન લેવા મજબૂર કરવાની યોજનાને મંજૂરી આપી છે. નાઇટ્રોજન એ ગૅસ છે જે સ્મિથના શરીરને ઑક્સિજનથી વંચિત કરી દેશે.
યુએન હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સે ગયા અઠવાડિયે જાહેર કર્યું હતું કે આ પદ્ધતિ, જેનો અગાઉ ઉપયોગમાં નથી કરાયો, તે ત્રાસ અથવા અન્ય ક્રૂર, અમાનવીય અથવા અપમાનજનક પદ્ધતિની શરૂઆત કરી શકે છે અને તેને બંધ કરવાની તેમણે હાકલ કરી હતી.
સ્મિથ એ બે આરોપી પુરૂષોમાંના એક હતા જેમણે 1989માં એક ધર્મગુરુનાં પત્ની એલિઝાબેથ સેનેટની છરો અને માર મારીને હત્યા કરી હતી. આ ગુના બદલ ગયા વર્ષે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ હત્યા માટે કેનેથ સ્મિથને 1,000 ડૉલરની સોપારી અપાઈ હતી.
તે આધુનિક અમેરિકાનો એકમાત્ર કેદી છે જેને "બે વાર મૃત્યુદંડ" અપાશે અને નાઇટ્રોજન ગૅસથી મૃત્યુદંડ આપવાનો પહેલો કિસ્સો છે.
“મારું શરીર ભાંગી રહ્યું છે” કેનેથને હવે મરવાનો ડર લાગે છે

કેનેથ યુજેન સ્મિથે હોલમૅન કરેક્શનલ સેન્ટરમાં મૃત્યુદંડના વિવાદમાં દાયકાઓ ગાળ્યા હતા.
સ્મિથે બીબીસીએ એક મધ્યસ્થી દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા લેખિતમાં જે જવાબ મોકલ્યો તેમાં તેમણે લખ્યું હતું, "મારું શરીર ભાંગી રહ્યું છે, મારું વજન ઊતરી રહ્યું છે."
ગત સપ્તાહે બીબીસીએ સ્મિથનો ફોન પર સંપર્ક કર્યો હતો, પણ તેમણે ઇન્ટરવ્યૂ માટે ના પાડી અને જણાવ્યું કે તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
તેમણે લખ્યું, "તેમને દરેક ક્ષણે ઊબકા આવે છે, તેમને સતત પૅનિક ઍટેક આવે છે...આ એ વસ્તુઓનો થોડો અંશ માત્ર છે, જેમાંથી તે રોજ પસાર થાય છે, ટૂંકમાં ખૂબ માનસિક યાતના."
તેમણે અલાબામાના અધિકારીઓને આમાં મોડું થાય એ પહેલાં કંઈક કરવા, આને રોકવા માટે કહ્યું છે.
રાજ્યનું કહે છે કે નાઇટ્રોજન ગૅસથી હત્યામાં ઝડપથી માણસ બેભાન થાય છે, જોકે સ્મિથે પણ તેમના મૃત્યંદડની સજાના અમલને આ પ્રકારે રોકી શકાય એ માટે કોઈ ઠોસ પુરાવો રજૂ નહોતો કર્યો.
મેડિકલ નિષ્ણાતો અને આ મુદ્દે આંદોલન કરનારા લોકોએ કંઈક અજુગતું થવાનાં જોખમો વિશે ચેતવણી આપી હતી, સ્મિથ જ્યાં સુધી સંપૂર્ણપણે બેભાન ના થઈ જાય ને ત્યાં સુધી તેને હિંસક ઍટેક આવી શકે છે.
જો માસ્કમાંથી ગૅસ લીક થાય તો સ્મિથના ધાર્મિક સલાહકાર રેવરન્ડ જેફ હૂડ સહિત રૂમમાં ઉપસ્થિત અન્ય લોકોની હત્યા થવાની સંભાવના વિશે પણ ચેતવણી તેમણે ઉચ્ચારી હતી.
હૂડે કહ્યું હતું કે, "મને ખાતરી છે કે કેનેથ મૃત્યુથી ડરતો નથી, તેમણે એ તો ખૂબ સ્પષ્ટ કરી દીધું છે. પરંતુ મને લાગે છે કે તેમને આ પ્રક્રિયામાં વધુ ત્રાસ સહન કરવો પડે તેનો ડર છે." હૂડે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે જે કાયદેસર રીતે સરકારને નાઇટ્રોજન લીકને કારણે થનારાં જોખમોની જવાબદારીથી અલગ કરે છે.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "હું તેનાથી ઘણા મીટર દૂર રહીશ અને મને બહુવિધ તબીબી નિષ્ણાતોએ વારંવાર ચેતવ્યો કે હું આમ કરીને મારો જીવ જોખમમાં મૂકું છું. જો કોઈ પણ રીતે માસ્કમાં, નળીમાં કે તેના સીલમાંથી લીકેજ થાય તો નિ:શંકપણે રૂમમાં નાઇટ્રોજન લીકની ઘટના બની શકે છે."
હત્યા કરીને મૃત્યંદડની સજા પામનારાને હવે મોતનો અસહ્ય ભય

ઇમેજ સ્રોત, Getty Images
યુએનની તપાસના નિષ્ણાત અને સહ-લેખકના મતે, આ મૃત્યુદંડ જોખમના અસહ્ય સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે.
એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ખાતે એનેસ્થેસિયૉલૉજીના સહયોગી પ્રોફેસર ડૉ. જોએલ ઝિવોટે અલાબામા સત્તાધીશો પર "ક્રૂર" ફાંસીનો "ભયંકર" રૅકૉર્ડ બનાવવાનો આરોપ લગાવ્યો છે.
ઝિવોટ બીબીસીને કહે છે, "મારું અનુમાન છે કે કેનેથ સ્મિથ અમેરિકાનો સૌથી ખરાબ માણસ હોવો જોઈએ, કારણ કે અલાબામા રાજ્ય તેને ફાંસી આપવા એટલું અધીરું છે કે તેઓ તેને મારવા માટે અન્ય લોકોને મારી નાખવા તૈયાર છે."
"એક ફાયરિંગ સ્ક્વોડની કલ્પના કરો જ્યાં તમામ સાક્ષીઓ જે વ્યક્તિને મૃત્યુદંડની સજા અપાઈ રહી છે તેની બાજુમાં લાઇનમાં ઊભા હોય છે અને તેમની પાસે એક માફીનામા પર સહી કરાવાય છે. કારણ કે એવું તારણ હોય છે કે જો ગોળી છોડનારા લોકો સારા નથી અને તેથી શક્ય છે કે તેઓ બીજાને પણ મારી નાખે.
નિષ્ણાત કહે છે, "આ એવી કેટલીક બાબતો છે જેની હું કલ્પના કરી શકું છું. જે નાઇટ્રોજન ગૅસ સાથે થઈ શકે છે."
"આપણે નાઇટ્રોજન ગૅસ વિશે જે જાણીએ છીએ તે એ કે સ્વસ્થ સ્વયંસેવકો પર કરાયેલા પ્રાથમિક અભ્યાસમાં જ સામે આવ્યું છ તે મુજબ, તેમાંના લગભગ તમામને શ્વાસ લીધા પછીની 15 થી 20 સેકન્ડની અંદર સામાન્ય અસર થઈ હતી."
તે કિસ્સામાં, કેનેથ સ્મિથ હિંસક બને તે પહેલાં ભાન ગુમાવી દેશે.
નિષ્ફળ પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં અલાબામામાં મૃત્યુદંડ મેળવનારા ગુનેગારોનું પ્રમાણ વધારે છે અને હાલમાં કુલ 165 લોકો મૃત્યુદંડની સજા પામેલા છે.
2018થી અત્યાર સુધીમાં જીવલેણ ઇન્જેક્શન આપીને મૃત્યુદંડ આપવાના પ્રયાસમાં મૃત્યુદંડ પામનારા કુલ ત્રણ કેદીઓ બચી ગયા છે.
આવા ચુકાદાઓને કારણે આંતરિક તપાસ થઈ. જેમાં મોટા ભાગનો દોષ કેદીઓ પર જ ઢોળી દેવાયો હતો.
અહેવાલમાં એવું પ્રસ્થાપિત કરાયું કે કેદીઓના વકીલોએ ફાંસી પર રોક લગાવવા માટે છેલ્લી ઘડીએ કોર્ટમાં અપીલ કરી ‘સમય પસાર કરાવી’ આરોપીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો.
જેના પર થયેલી સમીક્ષા મુજબ, આના કારણે જલ્લાદો પર “સમયમર્યાદા બાબતે બિનજરૂરી દબાણ” ઊભું થાય છે.
આ વખતે ટીમ પાસે સ્મિથને મૃત્યુદંડ આપવા માટે મધ્યરાત્રિની સમયમર્યાદાના બદલે લાંબો સમયગાળો હશે.
અલાબામા સરકાર કે આઇવે, જેમની પાસે ન્યાયિક ફાંસીની સજા રોકવાની સત્તા છે, તેમણે નિષ્ણાતોની ચેતવણીઓ અને રાજ્ય સામેના આક્ષેપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.
એટર્ની જનરલની ઓફિસે યુએનની ચિંતાઓને "સ્મિથની જેમ નિરાધાર" ગણાવી હતી.
પ્રૉસિક્યૂટની ઑફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું, "ટ્રાયલ કોર્ટે સ્મિથના પડકારની સમીક્ષા કરી, બહુવિધ તબીબી નિષ્ણાતો પાસેથી સાંભળ્યું, અને નક્કી કર્યું કે નાઇટ્રોજન હાયપોક્સિયા વિશે સ્મિથની ચિંતાઓ 'અનુમાન' અને 'થિયરી'ને આધારે હતી."
તેમણે ઉમેર્યું, “અમે તેને 25 જાન્યુઆરીએ મૃત્યુદંડની સજા આપીશું.”
સરકારના પ્રતિનિધિ રીડ ઇન્ગ્રામ, એક રિપબ્લિકન જેમણે નાઇટ્રોજન ગૅસથી મૃત્યુદંડના અમલને અધિકૃત કરવા માટે મત આપ્યો હતો, તે યુએનની ટીકાને નકારી કાઢે છે.
તેમણે બીબીસીને કહ્યું, "મને ખબર નથી કે તે અપમાનજનક છે કે કેમ? મને ખબર નથી કે તે અમાનવીય છે કે કેમ? પરંતુ મને લાગે છે કે અમે વધુ સારા થઈ રહ્યા છીએ. મને લાગે છે કે આ પ્રક્રિયા પીડિતા સાથે જે બન્યું હતું, તેના કરતા વધુ સારી હોઈ શકે છે."
તેમણે ઉમેર્યું, "અમારાં ગવર્નર એક ખ્રિસ્તી છે. તેમણે આ સમગ્ર મુદ્દાનો અભ્યાસ કર્યો છે અને તે માને છે કે તે વાજબી છે. મને ખાતરી છે કે તેમને તે મુશ્કેલ લાગે છે, પરંતુ એ જ કાયદો છે."
બીબીસીએ એલિઝાબેથ સેનેટના પરિવારનો સંપર્ક કર્યો, જેમણે કહ્યું કે તેઓ ગુરુવાર સુધી ટિપ્પણી નહીં કરે.
1996માં જ્યુરીએ સ્મિથ માટે પેરોલ વિના જેલમાં જીવનની ભલામણ કરી, પરંતુ ન્યાયાધીશે તેને નકારી કાઢી અને તેને મૃત્યુદંડની સજા ફટકારી.
તેની ટ્રાયલ વખતે તેણે પીડિતાની હત્યા કરવામાં આવી ત્યારે તે હાજર હોવાનું કબૂલ્યું હતું, પરંતુ કહે છે કે તેણે હુમલામાં સામેલ નહોતો.














