દીકરીએ દોરેલા ચિત્રને કારણે પિતાને જેલમાં જવું પડ્યું, એ ચિત્રમાં એવું શું હતું

રશિયા-યુક્રેન, બાળક, કળા, યુદ્ધ, સંઘર્ષ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, માશાને ચિલ્ડ્રન હોમમાં મોકલાવમાં આવી હતી.
    • લેેખક, નાથન વિલિયમ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

રશિયાની પીનલ કૉલોની, જે એક પ્રકારની જેલ છે, ત્યાંથી એક કેદીની મુક્તિ હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. આ વ્યક્તિને એટલા માટે જેલ હવાલે કરવામાં આવી હતી કારણે કે તેમની 12 વર્ષની દીકરીએ એક ચિત્ર દોર્યું હતું.

આ ચિત્ર ઍલેક્સી મૉસ્કાલેવની દીકરીએ માશાએ બનાવ્યું હતું. ચિત્રમાં એક મહિલા તેમની દીકરી સાથે ઊભાં છે અને તેમની તરફ બે મિસાઇલ આવી રહી છે. મહિલા આ મિસાઇલોને હાથથી રોકાઈ જવાનો ઇશારો કરી રહ્યાં છે. ચિત્રમાં બે વાક્યો છે, નો ટુ વૉર (લડાઈ નહીં) અને ગ્લોરી ટુ યુક્રેન (યુક્રેનની કીર્તિ).

સાલ 2022માં માશાએ બનાવેલા ચિત્ર વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઍલેક્સી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ સોશિયલ મીડિયામાં સતત રશિયન સૈન્યની ટીકા કરી રહ્યા છે. માર્ચ 2023માં સૈન્યના અપમાન બદલ ઍલેક્સીને બે વર્ષ માટે જેલની સજા કરવામાં આવી હતી.

હાલમાં જ ઍલેક્સી પીનલ કૉલોનીમાંથી બહાર આવવાની તસવીરો અને વીડિયો ઑનલાઇન શેયર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં ઍલેક્સી કેદીનો યુનિફૉર્મ પહેરીને બહાર આવે છે અને દીકરીને ભેટી પડે છે.

રશિયા-યુક્રેન, બાળક, કળા, યુદ્ધ, સંઘર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OVD-Info

ઇમેજ કૅપ્શન, ઍલેક્સીને જેલમાં નાખવામાં આવ્યા હતા

ઍલેક્સીના વકીલ વ્લાદિમીર બિલિયૅન્કો તેમના અસીલની મુક્તિ વિશે માહિતી આપી હતી. વ્લાદિમીર ઓવીડી-ઇન્ફો સંસ્થા સંકળાયેલા છે જે રશિયામાં હ્યુમન રાઇટ્સના ક્ષેત્રે કામ કરે છે.

જેલમાં વિતાવેલા બે મહિનાને યાદ કરતા ઍલેક્સીએ જણાવ્યું, "એ ટૉર્ચર ચેમ્બર હતું. માત્ર ટૉર્ચર ચેમ્બર. જે જગ્યાએ મને કેદ કરવામાં આવ્યો હચો એ માત્ર બે મીટર લાંબી અને એક મીટર પહોળી હતી. તમને ખબર છે કે તેનો શો અર્થ થાય છે?"

શરૂઆતમાં તો માત્ર મને ત્યાં રાખવામાં આવ્યો હતો. થોડા દિવસો બાદ બીજી વ્યક્તિને ત્યાં રાખવામાં આવી હતી. અમે બે લોકો એટલી નાની જગ્યામાં સાથે રહેતા હતા.

જેલનું તળિયું સડી ગયું હતું અને ગમે ત્યાંથી ઉંદરો અંદર આવી જતા હતા. ગટરમાંથી પણ ઉંદરો પ્રવેશી જતા હતા. ઉંદરો મોટા હતા, બહુ મોટા.

રશિયાની ફેડરલ પ્રિઝન સર્વિસે આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સમાચાર સંંસ્થા રૉઇટર્સે જેલના અધિકારીઓનો આ મુદ્દે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા મળી નહોતી.

2022થી પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે

રશિયા-યુક્રેન, બાળક, કળા, યુદ્ધ, સંઘર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Olga Podolskaya

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિવારની મુશ્કેલીઓ 2022માં ત્યારથી વધી જ્યારે 12 વર્ષની માશાએ એક યુક્રેનનો ઝંડો દોર્યો હતો અને તેમાં લખ્યું હતું કે 'ગ્લૉરી ટુ યુક્રેન' તથા રશિયાના દોરેલા ઝંડા સાથે લખેલું હતું 'નો ટુ વૉર'.

મૉસ્કાલેવે કહ્યું હતું કે શાળાએ તેમની પુત્રીનું ચિત્ર પોલીસને સોંપી દીધું હતું. ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પરની ઍન્ટિ-વૉર પોસ્ટ માટે દંડ કરવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાર બાદ એ વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમના ફ્લૅટની તપાસ કરવામાં આવી હતી અને તેમના પર ક્રિમિનલ કૉડ હેઠળ તપાસ ચલાવવામાં આવી હતી, કારણ કે તેઓ આવા જ એક અન્ય ગુનામાં દોષી પુરવાર થયા હતા.

સત્તાવાળાઓએ બાળકી માશાને તેમના પિતાથી અલગ પાડી હતી અને તેને ચિલ્ડ્રન્સ હોમમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ બાળકીને અલગ રહેતાં માતાને સોંપી દેવામાં આવી હતી.

મોસ્કાલેવને માર્ચ 2023માં બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

ઑવીડી ઇન્ફો પ્રમાણે, મોસ્કાલેવને જ્યારે સજા સંભળાવવામાં આવી હતી તેઓ સુનાવણીમાં હાજર ન હતા. તેમને ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા હતા અને તેઓ તેમાંથી ભાગીને પાડોશી દેશ બેલારુસમાં પહોંચી ગયા હતા.

સંસ્થાએ કહ્યું હતું કે, તેમને એ પછીના મહિને જ ડિટેઇન કરીને ફરીથી રશિયા લાવવામાં આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં કાઉન્સિલર ઑલ્ગા પોદોલ્સ્ક્યાએ કહ્યું હતું કે તેઓ ચકિત થઈ ગયા હતા.

તેમણે કહેલું કે, "તમારા મતને પ્રદર્શિત કરવા માટે જેલની સજા ફટકારવી એ ખરેખર ભયંકર બાબત છે. અને બે વર્ષની સજા તો ખરેખર ખૂબ વધારે છે."

રશિયા-યુક્રેન, બાળક, કળા, યુદ્ધ, સંઘર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના દિવસે યુક્રેન પર હુમલો કર્યો હતો.

તાજેતરમાં પ્રકાશિત થયેલા યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે રશિયાએ યુક્રેનમાં કરેલા સંપૂર્ણ આક્રમણ પછી માનવઅધિકારના ઘણા મામલા સામે આવ્યા છે.

આ તપાસમાં પોલીસે કરેલી બર્બરતા, સ્વતંત્ર મીડિયા પર દબાવ અને ક્રૅમલિનના ટીકાકારોને શાંત કરવાના આરોપો લાગ્યા છે.

આ અહેવાલમાં ઍર્ટ્યોમ કમરદીનનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે જેઓ યુદ્ધનો વિરોધ કરતી કવિતાનું જાહેરમાં ગાન કરી રહ્યા હતા અને તેમના માટે તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

આ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની સરકાર યુક્રેન યુદ્ધ વિશેના પોતાના વિચારોને બાળકો પર થોપવા માગે છે. શાળાઓમાં તેને અગત્યની વાતચીત ગણાવીને તેના પાઠ ભણાવવામાં આવે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, "બાળકો આ પ્રકારના વર્ગખંડોમાં સામેલ થવાની ના પાડી રહ્યાં છે અને વાલીઓ પર દબાણ કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.