વર્લ્ડકપ 2023: 'અમદાવાદમાં દર્શકોને શાંત' કરી દેવાની કમિન્સની યોજના આ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે. બોધીરાજ
- પદ, બીબીસી ગુજરાતી માટે
જ્યારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ, ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી. તેના કરતાં ભારત, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી.
વર્લ્ડકપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાની ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યાં યજમાન સામે તેમનો પરાજય થયો હતો. આ પહેલાં તેમણે ભારતમાં વનડે તથા ટી-20 ટુર્નામેન્ટો રમી હતી અને બંનેમાં તેમનો પરાજય થયો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતની બે મૅચમાં ઑસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો. જેના કારણે વર્લ્ડકપમાં તેમના આત્મવિશ્વાસને આઘાત પહોંચ્યો હતો અને ક્રિકેટપ્રેમીઓમાં પાંચ વખતની ચૅમ્પિયન ટીમની શાખ ઘટી હતી.
આટલું ઓછું હોય તેમ મૅક્સવેલ અને મિચેલ માર્શ જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થય હતા અને ટીમના કેટલાક ખેલાડીઓ ફૉર્મમાં ન હતા. એટલે વર્લ્ડકપ ઉપર કાંગારુઓની દાવેદારીને ગંભીર માનવામાં નહોતી આવતી. છતાં આવી ટીમ કેવી રીતે વધુ એક વખત વર્લ્ડકપને પોતાને નામ કરી શકી?
ઑસ્ટ્રેલિયાનું પુનરાગમન

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ, ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમને ગંભીરતાથી લેવામાં નહોતી આવતી. તેના કરતાં ભારત, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી.
વર્લ્ડકપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાની ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યાં યજમાન સામે તેમનો પરાજય થયો હતો. આ પહેલાં તેમણે ભારતમાં વનડે તથા ટી-20 ટુર્નામેન્ટો રમી હતી અને બંનેમાં તેમનો પરાજય થયો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતની બે મૅચમાં ઑસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો. જેના કારણે વર્લ્ડકપમાં તેમના આત્મવિશ્વાસને આઘાત પહોંચ્યો હતો અને ક્રિકેટપ્રેમીઓમાં પાંચ વખતની (એ સમયની સ્થિતિ પ્રમાણે) ચૅમ્પિયન ટીમની શાખ ઘટી હતી.
આટલું ઓછું હોય તેમ મૅક્સવેલ અને મિચેલ માર્શ જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થય હતા અને ટીમના કેટલાક ખેલાડીઓ ફૉર્મમાં ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે વર્લ્ડકપ ઉપર કાંગારુઓની દાવેદારીને ગંભીર માનવામાં નહોતી આવતી. છતાં આવી ટીમ કેવી રીતે વધુ એક વખત વર્લ્ડકપને પોતાને નામ કરી શકી?
ભારતના દરેક ખેલાડી માટે વ્યૂહરચના હતી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રીજી મૅચ પછી ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં પુનરાગમન કર્યું હતું. એ પછી ઑસ્ટ્રેલિયાએ પોતાની ભૂલો સુધારી અને જે રમતોનું પ્રદર્શન કર્યું, વિજય નોંધાવ્યા, તેના કારણે તેમનું ટુર્નામેન્ટમાં પુનરાગમન થયું. ટ્રેવિસ હેડના પુનરાગમનથી ટીમમાં નવા જોશનો સંચાર થયો અને ટીમને નવેસરથી બળ મળ્યું.
સેમિફાઇનલ દરમિયાન પણ ઑસ્ટ્રેલિયા ત્રીજાક્રમે રહેશે કે છેલ્લા, એવી ચર્ચા થતી હતી. આ રાઉન્ડમાં કાંગારુઓ ત્રીજાક્રમે રહ્યા હતા.
જ્યારે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું, ત્યારે તેનો ડર ફેલાવા લાગ્યો હતો અને ટીકાકારો પણ તેમને ગંભીરતાથી લેવા લાગ્યા હતા.
વર્ષ 2015માં પણ આવું જ થયું હતું અને સેમિફાઇનલ પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. દરેક ખેલાડીએ તેની રમતમાં સુધાર કર્યો હતો અને ગંભીરતાપૂર્વક ચૅમ્પિયનોને છાજે તેવી રમતનું પ્રદર્શન કર્યું હતું અને ન્યૂઝીલૅન્ડને પરાજય આપ્યો હતો.
આથી આ વખતે પણ જ્યારે ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું, ત્યારથી જ માનવામાં આવતું હતું કે તેઓ યજમાન ટીમને માટે મોટો પડકાર ઊભો કરશે.
ઑસ્ટ્રેલિયાએ પાંચ વખત વર્લ્ડકપ પોતાના નામે કર્યો હોવાથી તેઓ ખૂબ જ સારી રીતે જાણતા હતા કે ટુર્નામેન્ટના અંતિમ તબક્કા સુધી પહોંચ્યા બાદ વિરોધી ટીમ સામે કેવી રીતે વ્યૂહરચના ઘડવી. તેમની પાસે ભારતના દરેક ખેલાડી માટે વ્યક્તિગત યોજના હતી.
કમિન્સની વ્યૂહરચના

ઇમેજ સ્રોત, Getty Images
ટૉસ જીત્યા પછી કમિન્સે જરા પણ વિચાર કર્યા વગર ભારતીય ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ પાઠવ્યું અને તેમણે બૉલિંગ પસંદ કરી. ભારતીય ટીમના દરેક ખેલાડી માટે બનાવવામાં આવેલી વ્યૂહરચના ઉપર ઑસ્ટ્રેલિયાની ટીમે ખૂબ જ સારી રીતે કામ કર્યું અને સમગ્ર ટીમને માત્ર 240 રનમાં ઑલઆઉટ કરી દેવામાં સફળતા મેળવી.
સમગ્ર વર્લ્ડકપ દરમિયાન અજય રહેલી યજમાન ટીમને અમદાવાદના સવા લાખ સમર્થકોની હાજરીમાં હરાવવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. વધુમાં ઑસ્ટ્રેલિયાની ટીમને અમદાવાદની પીચનો પૂરો અનુભવ પણ ન હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલની મૅચ દરમિયાન બૉલને ખાસ ઉછાળ નહોતો મળી રહ્યો. જોકે તે સ્પીનર્સને માટે અનુકૂળ હતી કે નહીં, તેના વિશે મને જાણ નથી. આમ છતાં પોતાના દમદાર પ્રદર્શનને આધારે ઑસ્ટ્રેલિયનો ચૅમ્પિયન બન્યા અને છઠ્ઠી વખત ટ્રૉફી જીતી.
બૉલર ત્રિપુટીનો તરખાટ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના બૉલિંગ આક્રમણની વાત કરીએ તો તેની પાસે સ્ટાર્ક, કૅપ્ટન કમિન્સ તથા હેઝલવૂડ જેવા અભૂતપૂર્વ ફાસ્ટ બૉલર્સ હતા. એડમ ઝમ્પા સ્વરૂપે ઑસ્ટ્રેલિયા પાસે એકમાત્ર સ્પીન બૉલર હતા. જ્યારે ટ્રેવિસ હેડ, ગ્લેન મૅક્સવેલ અને માર્શ સ્વરૂપે પાર્ટટાઇમ બૉલર્સ હતા.
આ બૉલરોએ ખુદને પીચની જરૂરિયાત મુજબ ઢાળ્યા હતા, જેના કારણે જ ભારતની આખી ટીમ 240 રનમાં પેવોલિયન ભેગી થઈ ગઈ હતી.
કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવૂડની ત્રિપુટી ઑસ્ટ્રેલિયાના બૉલિંગ આક્રમણની તાકત છે. તેઓ દરેક પ્રકારના મૅચના ફૉર્મેટ માટે ફીટ છે અને રમતની જરૂરિયાત મુજબ તાત્કાલિક જ તેમની બૉલિંગની સ્ટાઇલમાં ફેરફાર કરી શકે છે. આ ત્રણેય ટી-20 વર્લ્ડકપ, વનડે વર્લ્ડકપ, ટેસ્ટ ચૅમ્પિયનશીપ તથા એશેઝની વિજેતા ટીમમાં હતા.
ફાઇનલની મૅચમાં આ ત્રણેય બૉલરોનો અનુભવ ફાઇનલની મૅચમાં પૂરેપૂરો કામે લાગ્યો હતો. અમદાવાદની પીચ ઉપર બૉલ સ્વિંગ નહોતો થઈ રહ્યો અને કટર્સ (???) (અંગ્રેજીના આધારે) પણ શક્ય ન હતા. એવા સમયે તેમણે ચોક્કસાઈપૂર્વક લાઇન-લૅન્થવાળી બૉલિંગ કરી હતી. તેમણે ભારતીય બૅટ્સમૅનને સતત દબાણ હેઠળ રાખ્યા હતા.
પકડ્યો કૅચ, જીત્યો મૅચ

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપ પહેલાં કમિન્સને કૅપ્ટન તરીકે બહુ થોડો અનુભવ હતો અને તેમણે માત્ર ચાર મૅચમાં જ ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે ફાઇનલની મૅચમાં કમિન્સે કોઈ પાકટ ખેલાડીને છાજે એવું નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
કમિન્સે વર્લ્ડકપ દરમિયાન સૌથી વધુ રન ફટકારનારા વિરાટ કોહલીની વિકેટ લીધી, ત્યારે સ્ટેડિયમમાં હાજર રહેલાં હજારો ખેલાડીઓ અને ઘરે રહીને જોનારા કરોડો (ડિઝની હોટસ્ટારનો આંકડો) દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા.
કૅપ્ટન અને બૉલર તરીકે કમિન્સે અનુભવના આધારે જરૂર પ્રમાણે પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યા હતા, જેનાથી લાગતું હતું કે તેઓ ચૅમ્પિયનને છાજે તેવી રમત રમી રહ્યા છે.
જ્યાર સુધી રોહિત શર્મા મેદાન પર હતા, ત્યાર સુધી ઑસ્ટ્રેલિયાની ટીમ ઉપરનું દબાણ સ્પષ્ટપણે વર્તાતું હતું. અગાઉ અનેક વખત હેઝલવૂડે તેમની વિકેટ ખેરવી હોવાથી તેમને બૉલિંગ સોંપી હતી.
ટુર્નામેન્ટની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાની ફિલ્ડિંગની ભારે ટીકા થઈ હતી, પરંતુ ફાઇનલ મૅચમાં તેમણે પોતાની આ ખામીને સુધારી લીધી હતી. ક્રિકેટમાં કહેવાય છે કે 'પકડો કૅચ, જીતો મૅચ.' આ વાતનું જ અનુસરણ ઑસ્ટ્રેલિયનોએ અમદાવાદ ખાતે કર્યું હતું. હેડે દોડતા-દોડતા બૅટ્સમૅન રોહિત શર્માનો કૅચ પકડ્યો હતો, જેણે મૅચની દિશૅ બદલી નાખી.
વર્ષ 1983ના વર્લ્ડકપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન કૅપ્ટન કપીલ દેવે વિવિયન રિચર્ડ્સનો કૅચ લીધો હતો, જેણે વેસ્ટ ઇન્ડીઝના પરાજયનો પાયો નાખ્યો હતો. બંને વર્લ્ડકપનામાં આ બે કૅચ નિર્ણાયક હતા અને તેણે સામેની ટીમ પાસેથી મૅચ ખૂંચવી લીધી હતી.
ઑસ્ટ્રેલિયનોએ ફાઇનલ દરમિયાન દરેક ક્ષેત્રે અને બાબતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ખુદને ચૅમ્પિયન સાબિત કર્યા, એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય.
બેઝબૉલ વિ. પરંપરાગત ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાએ ન કેવળ જુમલો ખડકવામાં પણ ટાર્ગેટને ચેઝ કરવામાં પણ સાતત્યપૂર્ણ રમતનું પ્રદર્શન કર્યું હતું અને એ વાતની પ્રશંસા કરવી જ રહી. અમદાવાદમાં યજમાન ટીમનું સમર્થન કરતા હજારો દર્શકો, બુમરાહ-શમીની સ્વિંગ બૉલિંગની સામે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનો ભારે દબાણ હેઠળ રમ્યા હતા.
બુમરાહના બૉલ ઉપર સ્મિથને આઉટ આપવામાં આવ્યા, ત્યારે કદાચ બાહ્યા દબાણ હેઠળ તેઓ નક્કી ન કરી શક્યા કે શું કરવું અને આઉટ થયા. સમગ્ર વર્લ્ડકપ દરમિયાન બુમરાહ અને શમીએ કુલ્લે 44 વિકેટ લીધી હતી (24 અને 20) અને તેમણે સરેરાશ 4.5ની એવરેજથી રન આપ્યા હતા.
એક તબક્કે ઑસ્ટ્રેલિયાની ટીમ પણ દબાણ હેઠળ આવી ગઈ હતી. આ તબક્કે લબુશેન અને હેડે ધીરજ રાખી અને ટીમને સ્થિરતા આપી. જ્યારે પાવરપ્લૅ પૂરો થયો, ત્યારે ઑસ્ટ્રેલિયાએ તેના લક્ષ્યાંકની ચોથાભાગની મંઝીલ પણ પાર નહોતી કરી.
ઇંગ્લૅન્ડને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટનો ફેલાવો થયો, પરંતુ હવે તે પણ પરંપરાગત ક્રિકેટને બદલે 'બેઝબૉલ ક્રિકેટ' વધુ રમે છે. આ ટ્રૅન્ડ સ્થાનિક ક્રિકેટ સુધી પહોંચી ગયો છે અને ક્રિકેટર્સ બેઝબૉલ ક્રિકેટની આક્રમકતા અપનાવે છે.
ભારતીય ક્રિકેટ ટીમે પણ 'બેઝબૉલ ક્રિકેટ'ની વ્યૂહરચના અપનાવી છે. વર્લ્ડકપ દરમિયાન પણ અનેક મૅચ દરમિયાન 'મૅન ઇન બ્લૂઝ'એ આ વ્યૂહરચના અપનાવી હતી.
જોકે, ઑસ્ટ્રેલિયનોએ પરંપરાગત ક્રિકેટની પદ્ધતિ જાળવી રાખી અને તેનાથી ભટક્યા ન હતા, ફાઇનલની મૅચમાં તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું. '' આ બૅટ્સમૅનોએ પુરવાર કરી આપ્યું કે તેમને પરંપરાગત ક્રિકેટ જ પસદ છે અને એજ તેમના માટે યોગ્ય છે.
ટ્રેવિસ હેડે સ્પષ્ટ કરી દીધું કે તેમના ક્રિકેટની સ્ટાઇલ પરંપરાગત છે અને બેઝબૉલ તો બિલકુલ નથી. તેમણે એકદમ શાંતિ અને ધીરજપૂર્વક નબળા દડાની રાહ જોઈ અને તેના ઉપર જ ફટકા માર્યા.
ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં ક્રિકેટપ્રેમીઓ પરંપરાગત બૅટિંગ સ્ટાઇલને ભૂલી રહ્યા છે ત્યારે રવિવારે લબુશેને પણ ક્લાસિક બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત બૅટિંગ છતાં તેઓ આક્રમકતા ભૂલ્યા નથી તથા એ કદાચ તેમની રમતના ડીએનએમાં જ છે.
ઑસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં પહોંચી હોય ત્યારે રિકી પૉન્ટિંગ મૅથ્યુ હેડન તથા એડમ ગિલક્રિસ્ટની યાદ આવે.
હજુ બે મહિના પહેલાં સુધી લબુશેનના વર્લ્ડકપ રમવા અંગે શંકા હતી, કારણ કે તેને વનડે માટે નહીં, પરંતુ ટેસ્ટ મૅચ માટે વધુ ફીટ માનવામાં આવતા હતા.
જ્યારે ઈજાને કારણે ટ્રેવિસને ટીમમાંથી બહાર થવું પડ્યું, ત્યારે લબુશનને તક આપવામાં આવી હતી. દરેક મૅચમાં ટીમના વિજય માટે તેણે જવાબદારીપૂર્ણ રમતનું પ્રદર્શન કર્યું.
ટ્રેવિસ સાથેની તેની જોડી જામી. વિશેષ કરીને ફાઇનલની મૅચમાં અરધી સદી ફટકારીને તેમણે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
'સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી જીત્યા'

ઇમેજ સ્રોત, Getty Images
મૅચ પછી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન કમિન્સનું કહેવું હતું, 'આ વિજય માટે જ અમે અમારી ઉત્કૃષ્ટ રમત બાકી રાખી હતી. બંને બૅટ્સમૅને મળીને અમને વિજય અપાવ્યો. ટીમના દરેક ખેલાડીએ સર્વશ્રેષ્ઠ પ્રદાન આપ્યું.'
'લબુશને છેલ્લી મૅચમાં તેમની હાજરીને પુરવાર કરી દીધી. હેડની ઈજા સમયે અમારી મેડિકલ ટીમે પણ સારું પ્રદર્શન કર્યું. જેના કારણે તેઓ જલદી સાજા થઈ ગયા અને ટીમમાં પરત ફરી શક્યા. સિલેક્ટર્સ અમારી સાથે હતા.'
'છેલ્લા લગભગ એક વર્ષથી અમે સતત બહાર રમી રહ્યા છીએ. આ દરમિયાન અમને અનેક વિજય મળ્યા છે, પરંતુ વર્લ્ડકપ જીત્યા પછી એવું લાગે છે, જાણે કે અમે પહાડની શીખર પર છીએ.'
ફાઇનલની મૅચ પહેલાં કમિન્સે કહ્યું હતું કે અમદાવાદના મેદાન ઉપર ઉત્કૃષ્ટ રમતના પ્રદર્શન દ્વારા હજારો ભારતીય સમર્થકોને શાંત કરી દેવાથી વધુ સંતોષજનક બીજું કંઈ નહીં હોય. રવિવારે કમિન્સે તેમનું વચન પાળ્યું હતું.












