શમીએ ગાંગુલીને નાખેલા એ બાઉન્સર્સ જેણે તેમની કારકિર્દી બદલી નાખી

શમી

ઇમેજ સ્રોત, Getty Images

મોહમ્મદ શમી એ બૉલર છે જેણે અત્યાર સુધી વર્લ્ડકપ 2023 ટુર્નામેન્ટમાં ભારતની સફળતામાં 24 વિકેટો સાથે સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અંગત જીવનમાં ગંભીર તણાવનો સામનો કર્યા પછી શરૂઆતના દિવસોમાં શમીની કારકિર્દી ક્યારે વળાંક લે છે તે જાણવું રસપ્રદ છે.

તકની રાહમાં રહેલા શમીએ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીને ફેંકેલા બાઉન્સરથી શમીની કારકિર્દી પલટાઈ ગઈ.

ગ્રે લાઇન

યુપી, બંગાળ ટીમમાં જગ્યા ન મળી

ગાંગુલી સાથે શમી

ઇમેજ સ્રોત, Getty Images

મોહમ્મદ શમીનો જન્મ 3 સપ્ટેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સાદાસપુર ગામમાં થયો હતો. શમી પાંચ બાળકોમાં સૌથી નાના છે. પિતા તૌસીફ અલી ખેડૂત હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે ફાસ્ટ બૉલર બનવાનું સપનું પણ જોયું હતું. પરંતુ, પરિવારની આર્થિક પરિસ્થિતિ વધુ સારી ન હોવાથી તેમણે ખેતીમાં ઝંપલાવ્યું.

ભલે તે ક્રિકેટ ન રમી શક્યા પણ તૌસીફ જેઓ તેમના પુત્રનું સપનું પૂરુ થાય એ ઇચ્છતા હતા તેઓ તેમને 15 વર્ષની ઉંમરે ક્રિકેટ કોચિંગ આપવા માટે તેમના ગામથી 22 કિમી દૂર મુરાદાબાદ લઈ ગયા.

ત્યારે જ ક્રિકેટ કોચ બદરુદ્દીન સિદ્દીકીએ શમીની ક્ષમતાને ઓળખી લીધી હતી. પરંતુ, શમીને યુપીની અંડર-19 ટીમમાં જગ્યા ન મળી. તેથી મોહમ્મદ શમી બંગાળ ગયા અને કોલકાતાની ડૅલહાઉસી ઍથ્લેટિક ક્લબમાં થોડો સમય ક્રિકેટ રમ્યા.

તેમને પછી મોહન બાગાન ક્રિકેટ ક્લબ તરફથી રમવાની તક મળી. તે પ્રસંગે શમીએ એકવાર ઈડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલી સામે બૉલિંગ કરી હતી.

જ્યારે શમીના બે બૉલ બાઉન્સ થયા ત્યારે ગાંગુલીએ પોતાના બૅટ વડે પીચને મારવાનું શરૂ કર્યું અને વિચાર્યું કે પીચમાં જ કંઈક ગરબડ છે.

તે પછી પણ જેમ જેમ શમીના બૉલ બાઉન્સર આવ્યા, ગાંગુલી એક બાજુએ બેટિંગ કરતા રહ્યા અને પછી આખરે તેમના વિશે વધુ જાણકારી પૂછવા લાગ્યા. શમીએ તેમને બાદમાં તમામ વાત કહી.

બાદમાં તેમણે ગાંગુલીને સમજાવ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળની રણજી ટીમમાં જગ્યા નથી બનાવી શક્યા. એ પછી શમીની કરિયર જ બદલાઈ ગઈ.

ગ્રે લાઇન

ગાંગુલીની ભલામણ પર બંગાળની ટીમમાં સ્થાન

શમી

ઇમેજ સ્રોત, Getty Images

ગાંગુલીની ભલામણ પર, શમીને 2010-11 રણજી ટ્રૉફીમાં પશ્ચિમ બંગાળ માટે રમવાની તક મળી.

ત્યાર બાદ શમીએ 2012-13ની રણજી ટ્રૉફી શ્રેણીમાં 28 વિકેટ લીધી હતી. રણજી ટ્રૉફીમાં શમીના પ્રદર્શનથી તેમને ભારતીય ટીમમાં રમવાની તક મળી હતી.

વેસ્ટ ઇન્ડિઝે 2013માં ભારતનો પ્રવાસ કર્યો હતો. શમીએ તે શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

રિવર્સ સ્વિંગ, ઇન-સ્વિંગ અને કટર વડે વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅનોને મુશ્કેલીમાં મૂકી દેનારા શમીએ તેમની પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટો લીધી હતી. તેમણે બે ટેસ્ટમાં કુલ 11 વિકેટ લીધી હતી.

ગ્રે લાઇન

પ્રથમ મૅચમાં જ પોતાની ક્ષમતા બતાવી હતી

શમી

ઇમેજ સ્રોત, Getty Images

શમીએ 2013માં દિલ્હીમાં પાકિસ્તાન સામે પ્રથમ વનડે રમી હતી. તેમણે તેમની પ્રથમ મૅચમાં 9 ઑવર નાંખી જેમાંથી 4 મેઇડન્સ હતી. તેમણે કુલ 23 રન આપ્યા અને એક વિકેટ લીધી. તે પોતાની પ્રથમ વનડેમાં 4 મેડન્સ નાખનાર પ્રથમ ભારતીય બૉલર બન્યા હતા.

શમીએ 2013માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને પોતાની ટીમમાં લીધા હતા.

2014માં શમીને ખરીદનાર દિલ્હી ડેરડેવિલ્સે તેમને પાંચ વર્ષ સુધી જાળવી રાખ્યા હતા.

ત્યાર બાદ શમી પંજાબ માટે 3 સિઝન રમ્યા હતા. બાદમાં તેણે ગુજરાત ટાઇટન્સ માટે 2 સીઝન રમી.

KKRના મુખ્ય કોચ ડૅવ વૉટમોરે એક પ્રસંગે જણાવ્યું કે મોહમ્મદ શમી મૂળ કોલકાતાની ટીમમાં કેવી રીતે આવ્યા.

વસીમ અક્રમે એકવાર શમીની બૉલિંગ સ્ટાઇલ જોઈ હતી. તે પછી, તેમણે તેને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે હરાજીમાં લીધા. શમીએ પોતાની બૉલિંગથી વસીમ અક્રમને પ્રભાવિત કર્યાં હતા. વસીમ અકરમ માનતા હતા કે શમીમાં મહાન પ્રતિભા છે. એવું ડૅવ વૉટમોરનું કહેવું હતું.

ગ્રે લાઇન

હસન જહાં સાથે પ્રેમ, લગ્ન, અને લડાઈની કારકિર્દી પર અસર

શમી પત્ની સાથે

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈપીએલ ટુર્નામેન્ટમાં રમતી વખતે શમીના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી.

જ્યારે શમી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતા ત્યારે તેમની મુલાકાત હસન જહાં સાથે થઈ હતી, જે ટીમનાં ચીયરલીડર હતાં. બાદમાં બંને પ્રેમમાં પડ્યાં.

તેઓએ 2014માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક બાળક પણ છે. પરંતુ શમીનું લગ્ન જીવન સરળ રીતે ચાલ્યું ન હતું. પત્ની જહાં અને શમી વચ્ચે ઝઘડો થયો હતો. જહાં, જેમણે શમી સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી, તેમણે 2018માં તેના પર મૅચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો અને તે ચર્ચામાં આવ્યાં હતાં.

શમીની પ્રતિભા પર વિશ્વાસ રાખીને, BCCIએ તેમની ફરિયાદની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. તેઓએ તેમને તેમની કૉન્ટ્રાક્ટ સૂચિમાંથી કાઢી નાખ્યા હતા. શમી બીસીસીઆઈની 'કરપ્શન ઈન્કવાયરી કમિટી' સમક્ષ હાજર થયા હતા અને તેમણે તેના પર લાગેલા આરોપોનો ખુલાસો કર્યો હતો.

BCCI દ્વારા રચાયેલી સમિતિએ તારણ કાઢ્યું હતું કે, જહાંના આરોપમાં કોઈ સત્ય નથી. આ સાથે શમીને ફરીથી કૉન્ટ્રાક્ટમાં લેવામાં આવ્યા હતા.

એટલું જ નહીં શમીએ તેમની પત્ની પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે તેમની પત્ની જહાં પહેલેથી જ પરિણીત છે અને તેમણે બાળકોનું અસ્તિત્વ છુપાવ્યું છે. પતિ-પત્ની બંને એકબીજા પર આરોપ લગાવતા હોવાથી ઘણો વિવાદ થયો હતો.

ગ્રે લાઇન

શમી અને દબાણ

શમી

ઇમેજ સ્રોત, Getty Images

આ કેસની સુનાવણી દરમિયાન, શમીને તેના પર લાગેલા આરોપોને કારણે સમુદાયના તીવ્ર દબાણનો સામનો કરવો પડ્યો હતો. તે ખૂબ જ નિરાશ હતા.

તેમના પરિવાર અને મિત્રોના પ્રોત્સાહનથી તેમણે દરેક પડકારને માત આપી અને ફરીથી ટીમમાં સ્થાન મેળવ્યું અને 2023 વર્લ્ડકપ માટે તેમની પસંદગી થઈ.

જોકે, લીગ તબક્કામાં ચાર મૅચ સુધી શમીને રમવાની તક મળી ન હતી. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા બાદ શમીને તક મળી હતી.

તેમણે તેનો સારી રીતે ઉપયોગ કર્યો. 15 નવેમ્બર સુધી શમીએ પાંચ મૅચ રમી છે અને 23 વિકેટ લીધી છે. તેમણે ભારતને શાનદાર જીત અપાવી. તેમણે રેકર્ડ પર રેકર્ડ બનાવ્યા.

રેડ લાઇન
રેડ લાઇન