PAN અને આધાર લિંક કરવાની છેલ્લો દિવસ, જાણો આવું નહીં કરે એમનું શું થશે?

PAN કાર્ડ અને આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

જો તમે તમારું PAN(પરમેનન્ટ અકાઉન્ટ નંબર) આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આજે તમારી પાસે હવે છેલ્લો અવસર છે.

CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ)એ પાન-આધાર લિંકિગ માટે 30 જૂન 2023ને અંતિમ તારીખ તરીકે જાહેર કરી હતી.

એટલે જો તમે તમારું પાન 30 જૂન સુધી આધારથી લિંક નથી કરાવ્યું તો એક જુલાઈ 2023થી આ નિષ્ક્રિય થઈ જશે.

આનાથી તમને બૅન્કિંગ સમેત એ તમામ કાર્યોમાં મુશ્કેલી આવશે, જેમાં પાનની જરૂર પડે છે.

કારણ કે શૅર અને અન્ય રોકાણ બજારમાં કોઈ પણ લેવડ-દેવડ માટે ઓળખ પાનથી થાય છે, એટલે સેબીએ હાલના રોકાણકારોને પણ પાન અને આધાર લિંક કરવાની સલાહ આપી છે.

આના વગર નાણાકીય લેવડ-દેવડમાં મુશ્કેલી થઈ શકે છે.

બીબીસી ગુજરાતી

પાન-આધાર લિંકિંગ કેમ જરૂરી?

પાન કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્કમટૅક્સ વિભાગે જોયું કે એક જ પાન અનેક લોકોને નામે કરી દેવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિને એક જ પાન મળે છે.

પાન ડેટા ડુપ્લિકેશન રોકવા માટે આધાર કાર્ડ મેળવવા પાત્ર કરદાતા માટે પાન આવેદન પત્ર અને ઇનકમ રિટર્નમાં આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી કરી દેવામાં આવ્યો છે.

સીબીડીટીના સર્ક્યૂલર (માર્ચ, 2022) મુજબ ઇનકમટૅક્સ કાયદા હેઠળ એ તમામ લોકો માટે આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી કરી દેવામાં આવ્યો છે, જેમની પાસે એક જુલાઈ 2017એ પાન નંબર હતો, પાન આધાર-લિંકિંગ માટે જરૂરી છે.

30 જૂન 2023 સુધી લિંકિંગ જરૂરી છે. આવું નહીં કરી શકો તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

કોના માટે લિંકિંગ જરૂરી

  • સીબીડીટીના સર્ક્યુલર (માર્ચ, 2022) મુજબ ઇનકમટૅક્સ કાયદા હેઠળ એ તમામ લોકો માટે આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી કરી દેવામાં આવ્યો છે, જેમની પાસે એક જુલાઈ 2017એ પાન નંબર હતો.
  • પાન આધાર-લિંકિંગ માટે જરૂરી છે. 30 જૂન 2023 સુધી લિંકિંગ જરૂરી છે. આવું નહીં કરી શકો તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

પાન-આધાર લિંકિંગ કોના માટે જરૂરી નહીં

કેટલાક લોકો માટે પાન સાથે આધાર લિંક કરવું જરૂરી નથી.

  • 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે.
  • ઇનકમટૅક્સ કાયદા હેઠળ જાહેર બિનનિવાસીઓ માટે
  • એવા લોકો જે ભારતના નાગરિક નથી
બીબીસી ગુજરાતી

પાન-આધાર લિંક ન હોય તો શું થશે?

PAN કાર્ડ અને આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

જો આધાર સાથે PAN લિંક નહીં કરો તો નાણાકીય લેવડ-દેવડમાં મુશ્કેલી થઈ શકે છે.

  • ટૅક્સ પૅમેન્ટ, ટીડીએસ/ટીસીએસ ક્રૅડિટ, ઇન્કમટૅક્સ રિટર્ન, સહિતના બીજા વ્યવહારોને અસર થઈ શકે છે.
  • બૅન્કમાં ખાતું ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડ અથવા શૅરબજારમાં રોકાણ કરવું હોય તો PAN અને KYC અનિવાર્ય છે.
  • જો આધાર સાથે PANને લિંક નહીં કર્યું હોય તો બૅન્ક બમણો ચાર્જ કરી શકે છે.
  • SIPમાં રોકાણ કરતી વ્યક્તિને પણ મુશ્કેલી થઈ શકે છે. તેઓ એક પણ યુનિટ રિડીમ નહીં કરી શકે અથવા ખરીદી નહીં શકે.
  • જો SIPમાં રોકાણ 50,000 રૂપિયાથી વધુ હોય તો બૅન્ક 10,000 રૂપિયા સુધી દંડ કરી શકે છે.
બીબીસી ગુજરાતી

સેબીએ પાન-આધાર લિંકિંગ ફરજિયાત કેમ કર્યું?

PAN કાર્ડ અને આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારે લોકસભામાં ફાઇનાન્સ બિલ 2021 પસાર કર્યું છે, જેમાં કલમ 234-એચ સામેલ કરવામાં આવી છે.

આ કલમ અંતર્ગત આધાર સાથે PANને લિંક કરવું ફરજિયાત છે. જો કોઈ લિંક ન કરે. દંડાત્મક પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેવાઈસી માટે પાન જરૂરી છે. કેવાઈસી પછી જ સિક્યૉરિટીઝ માર્કેટમાં લેવડ-દેવડ સંભવ છે.

સેબી રજિસ્ટર્ડ એન્ટિટિ અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન માટે જરૂરી છે કે માર્કેટમાં રોકાણ કરવાનું કેવાઈસી કરાવવામાં આવે. એટલા માટે સિક્યૉરિટી માર્કેટમાં ઑપરેટ કરવા માટે એક રોકાણકારોનું પાન-આધાર લિંકિંગ જરૂરી છે.

બીબીસી ગુજરાતી

આધાર સાથે PAN કઈ રીતે લિંક કરવું?

PAN કાર્ડ અને આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે, નીચેની પ્રક્રિયા દ્વારા તમે પાનકાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો:

  • આવકવેરા ઈ-ફાઇલિંગ પૉર્ટલ ખોલો - www.incometax.gov.in જો પહેલાં નોંધણી ન થઈ હોય તો તેના પર નોંધણી કરો.
  • આઈડી, પાસવર્ડ અને જન્મતારીખ દાખલ કરીને લોગ-ઇન કરો.
  • એક પૉપ-અપ વિન્ડો દેખાશે, જેમાં તમને પાનને આધાર સાથે લિંક કરવા જણાવશે.
  • જો આવું ન થાય તો મેનુ બારમાં જઈને 'પ્રોફાઇલ સેટિંગ્સ' પર ક્લિક કરો અને ત્યારબાદ 'લિંક આધાર' પર ક્લિક કરો.
  • PANની વિગતોમાં તમારી જન્મતારીખ અને લિંગ જેવી વિગતોનો પહેલાંથી જ ઉલ્લેખ હશે.
  • આધારકાર્ડ પર જે માહિતી છે, તેને સ્ક્રીન પર દેખાતી વિગતો સાથે સરખાવો.
  • જો કોઈ ક્ષતિ હોય તો તમારે બેમાંથી કોઈ એક દસ્તાવેજમાં માહિતી સુધારવાની જરૂર છે.
  • જો બધી માહિતી બરાબર હોય તો તમારો આધાર નંબર લખો અને 'લિંક નાઉ'ના બટન પર ક્લિક કરો.
  • એક પૉપ-અપ સંદેશ તમને જાણાવશે કે આધાર અને પાન લિંક થઈ ગયા છે.

પ્રજ્ઞાચક્ષુ ઉપયોગકર્તા OTP માટે અનુરોધ કરી શકે છે જે કૈપ્ચા કોડ સિવાય રજિસ્ટર મોબાઇલ નંબર ઉપર મોકલવામાં આવશે.

બીબીસી ગુજરાતી

આધાર અને PAN લિંક કરવાના અન્ય વિકલ્પ

PAN કાર્ડ અને આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

PAN અને આધારને લિંક કરવા https://www.utiitsl.com/ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો.

  • પાનની વિગતોમાં જન્મતારીખ અને લિંગ જેવી વિગતોનો પહેલાંથી ઉલ્લેખ હશે.
  • તમારા આધાર પર જે માહિતી છે, તેને સ્ક્રીન પર દેખાતી વિગતો સાથે સરખાવો. જો કોઈ ક્ષતિ હોય તો તમારે બેમાંથી કોઈ એક દસ્તાવેજમાં માહિતી સુધારવાની જરૂર છે.
  • જો બધી માહિતીઓ સમાન હોય તો તમારો આધાર નંબર લખો અને 'લિંક નાઉ'ના બટન પર ક્લિક કરવું.
બીબીસી ગુજરાતી

આધાર સાથે PAN લિંક છે કે નહીં, કઈ રીતે જાણશો?

PAN કાર્ડ અને આધાર કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

તમે ઇન્કમટૅક્સ વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને અથવા SMS દ્વારા જાણી શકો છો કે તમારા આધાર સાથે PAN લિંક થયા છે કે કેમ.

જ્યારે તમે ઇન્કમટૅક્સની વેબસાઇટ www.incometaxindia.gov.in પર જશો ત્યારે ક્વીક લિંક સેક્શનમાં લિંક આધાર ઑપ્શન હશે. જો તમે ઑપ્શન પર ક્લિક કરશો તો એક નવી વિન્ડો ખૂલશે.

ત્યાં લખ્યું હશે કે "આધાર સાથે પાન લિન્કિંગનું સ્ટેટસ ચેક કરવા અહીં ક્લિક કરો." ક્લિક કરવાની સાથે તમને તમારા પાન અને આધારનું સ્ટેટસ દેખાશે.

જો આધાર અને પાન લિંક થયા ન હોય તો આધાર સાથે પાન લિંક કરવા માટે ફોર્મ ભરો.

બીબીસી ગુજરાતી

SMS દ્વારા કઈ રીતે ચેક કરશો?

PAN કાર્ડ અને આધાર કાર્ડ

SMS દ્વારા ચેક કરવા 12 અંકનો આધાર નંબર અને પાન પોતાના રજિસ્ટર્ડ મોબાઇલથી 56767 અથવા 56161 પર મોકલો.

થોડી વારમાં માહિતી મળી જશે કે તમારા આધાર સાથે પાન લિંક છે કે નહીં.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી