પ્રાઇવેટ નોકરી કરતા લોકોને પણ સરકારી કર્મચારીને જેમ કેવી રીતે પેન્શન મળે?

શું તમને ખબર છે કે તમે સરકારી નહીં પણ ખાનગી કંપનીના કર્મચારી છો તો પણ તમને નિવૃત્તિ પછી પેન્શન મળી શકે છે... પણ કેવી રીતે?

ઈપીએફઓ એટલે કે ઍમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઑર્ગેનાઇઝેશન. આ સંસ્થાની સ્થાપના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ કરવામાં આવી હતી, જેથી દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ તેમના ભવિષ્ય માટે ભંડોળ એકત્ર કરી શકે.

આ હેઠળ તમે નિવૃત્તિ પછી તમારા જમા ફંડ પ્રમાણે એક નિશ્ચિત રકમનું પેન્શન મેળવી શકો છો.

કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ દર મહિને થોડો પગાર મળતો રહે તે હેતુથી સરકારે વર્ષ 1995માં ઈપીએફની શરૂઆત કરી હતી. તેનું ગણિત થોડું જટીલ છે.

ઈપીએફઓ શું છે?

ઈપીએફઓ સંસ્થા મુખ્યત્વે બે બાબતોનું સંચાલન કરે છે... પ્રથમ છે ઈપીએફ અને ઈપીએસ.

ઈપીએફ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ. તમે કામ કરતી વખતે કેટલી રકમ બચાવો છો. તમે જ્યાં કામ કરો છો તે સંસ્થા અથવા કંપની અને તમે બંને આ ઈપીએફઓમાં પગારના ચોક્કસ ટકા રકમનું યોગદાન આપો છો. અને આના પર તમને સરકાર દ્વારા નક્કી કરાયેલા ચોક્કસ ટકાવારી પ્રમાણે વ્યાજ પણ મળે છે.

જે તમે નિવૃત્તિ બાદ અથવા સરકાર દ્વારા નક્કી કરાયેલી જરૂરિયાત એટલે કે આરોગ્યને લગતો ખર્ચ કે ઘર બનાવવા કે સમારકામ કરવા ભણતર કે પછી દીકરીનાં લગ્ન માટે નિયત રકમને ઉપાડી શકો છો.

બીજું છે ઈપીએસ એટલે કે ઍમ્પ્લૉય પેન્શન સ્કીમ જેને કર્મચારી પેન્શન યોજનાના નામે પણ ઓળખાય છે. આ હેઠળ તમે નિવૃત્તિ પછી તમારા જમા ફંડ પ્રમાણે એક નિશ્ચિત રકમનું પેન્શન મેળવી શકો છો.

કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ દર મહિને થોડો પગાર મળતો રહે તે હેતુથી સરકારે વર્ષ 1995માં ઈપીએસની શરૂઆત કરી હતી. તેનું ગણિત થોડું જટીલ છે.

દર મહિને બેઝિક પે અને મોંઘવારી ભથ્થા (બેઝિક + ડીએ)ના કુલ 12% જેટલી રકમ કર્મચારી અને તેની કંપની બંનેનો હિસ્સો ભેગો કરીને જમા કરવામાં આવે છે. તેમાંથી કર્મચારીનો સંપૂર્ણ હિસ્સો 12 ટકા ઈપીએફ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિમાં જાય છે.

જ્યારે કંપનીનો 12 ટકા હિસ્સો બે ભાગમાં વહેંચાયેલો છે 3.67% ઈપીએફ અને 8.33% ઈપીએસ - એટલે કે કર્મચારી પેન્શન યોજનામાં જાય છે.

આ ઉપરાંત, ભારત સરકાર પણ ઈપીએફમાં કર્મચારીની મૂળભૂત આવકના 1.16 ટકા યોગદાન આપે છે. મતલબ કે કર્મચારીનો હિસ્સો ઈપીએફમાં જ જાય છે, ઈપીએફમાં નહીં.

આ સિવાય સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજદર પ્રમાણે ખાતામાં જમા થયેલી કુલ રકમ પર સરકાર વાર્ષિક વ્યાજ પણ આપે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

સપ્ટેમ્બર-2014ના રોજ કરવામાં આવેલા ફેરફાર બાદ જેમની બૅઝિક આવક 15 હજાર રૂપિયા છે. તેમને જ આ ગણિત પ્રમાણે પેન્શન મળી શકે છે.

પેન્શન મેળવવા માટે કર્મચારીઓની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષની હોવી જોઈએ અને ઓછામાં ઓછી દસ વર્ષની સેવા બાદ તેમણે નિવૃત્તિ લીધેલી હોવી જોઈએ.

જો તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે 50થી 57 સુધીની ઉંમરમાં વીઆરએસ લે તો, તેમનો પેન્શનદર ઓછો હોઈ શકે છે.

કેટલું પેન્શન મળે છે તેની ગણતરી

  • કેટલું પેન્શન મળશે તેની એક સરળ ફૉર્મ્યૂલા નક્કી કરવામાં આવી છે
  • પેન્શન = પેન્શનપાત્ર પગાર x પેન્શનપાત્ર સેવા / 70
  • અલબત્ત, તેણે તમારા પેન્શનપાત્ર પગારને સેવાના વર્ષોની સંખ્યાથી ગુણાકાર કરવો પડશે અને તેને 70 વડે ભાગવો પડશે. 70 એ આપણું સરેરાશ આયુષ્ય છે
  • ઈપીએફઓએ થોડા સમય પહેલાં જાહેરાત કરીને પેન્શનનો હિસ્સો વધારવાનો લાભ લેવાનો વિકલ્પ નોકરિયાત વર્ગને આપ્યો હતો. જોકે તે નિયત સમય માટે જ હોય છે