'વૉટ્સઍપ'નું નકલી વર્ઝન 10 લાખ વાર ડાઉનલૉડ કરાયું

વ્હૉટ્સએપ્પનો લોગો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૉટ્સઍપનું નકલી વર્ઝન 10 લાખથી પણ વધુ વાર ડાઉનલોડ થયું હતું.

'વૉટ્સઍપ' મેસેન્જર ઍપનું ફેક વર્ઝન ગૂગલ પ્લે સ્ટૉર પરથી દસ લાખથી પણ વધુ વખત ડાઉનલૉડ કરવામાં આવ્યું હતું, જો કે બાગમાં આ એપ્લિકેશનને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી.

'અપડેટ વૉટ્સઍપ મેસેન્જર' નામની ઍપ 'વૉટ્સઍપ ઈન્કૉર્પોરેશને' ડિઝાઈન કરેલા ઓરિજનલ વૉટ્સઍપ જેવી જ દેખાતી હતી.

'રેડિટ' નામની વેબ ફૉરમના યુઝર્સનું કહેવું છે કે ફેક ઍપમાં જાહેરાતો આવતી હતી અને તે યુઝરના ફૉનમાં સૉફ્ટવેર પણ ડાઉનલૉડ કરતી હતી.

હવે આ ઍપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે:

આ ઍપના ડેવલોપર જે પણ હોય તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે તેમની ઍપ 'વૉટ્સઍપ ઇન્કૉર્પોરેશને' ડેવલોપ કરેલી ઍપ જેવી જ દેખાય.

વ્હૉટ્સએપ્પનો લોગો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, નકલી વૉટ્સઍપમાં જાહેરાતો આવતી હતી

તેમણે ઓરિજનલ ઍપ જેવા નામનો જ ઉપયોગ કર્યો હતો, જો કે તેના નામમાં અમુક સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તે સ્પેશિયલ કેરેક્ટરનો એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે તેની જગ્યાએ સ્પેસ જ જોવા મળે.

બન્ને ઍપ વચ્ચેનો તફાવત એટલો ગૂઢ હતો કે કોઈ સામાન્ય વ્યક્તિ તેના વિશે ભાળ નથી મેળવી શકતી.

ઘણાં સમય બાદ બીજીવાર આવું થયું છે કે ગૂગલે આવી ફેક અને શંકાસ્પદ ઍપને પ્લે સ્ટોર પરથી હટાવી છે.

વર્ષ 2015માં ગૂગલે એક ઍપ હટાવી હતી જે ઍપ બેટરી મોનિટર હોવાનો દાવો કરતી હતી, પરંતુ તેના યુઝરને તેમાંથી પ્રીમિયમ રેટના ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો