Ind Vs Eng ત્રીજી ટેસ્ટઃ પહેલા દિવસે અક્ષર પટેલની ચાર વિકેટ, ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ભારત 24/1

ઇમેજ સ્રોત, BCCI
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ ઇંનિગમાં 205 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગઈ છે. પ્રથમ ઇંનિગમાં બૅટસ્મૅન બૅન સ્ટોકસે સૌથી વધુ 55 રન બનાવ્યા છે. ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન જો રુટે માત્ર પાંચ રન કર્યાં છે. ઇંગ્લૅન્ડની ટીમ 75.5 ઑવર જ રમી શકી હતી.
દરમિયાન પહેલા દિવસની રમતના અંતે ભારતનો સ્કૉર 24 રન પર એક વિકેટ છે. ભારતે શુભમન ગીલની વિકેટ ગુમાવી છે. હાલ રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા રમી રહ્યા છે. ભારતની ધીમી શરૂઆત થઈ છે. લાઈવ સ્કોર માટે અહીં ક્લિક કરો.
હવે આવતીકાલે ફરી રમત શરૂ થશે. આ અગાઉ અક્ષર પટેલે ફરીથી શાનદાર બૉલિંગ કરીને ચાર વિકેટ ઝડપી પાડી હતી. અક્ષર પટેલને ભારતના બીજા બૉલરો મહોમ્મદ સિરાજ અને આર. અશ્વિન તરફથી સારો સહકાર મળ્યો હતો. અશ્વિને બે વિકેટ લીધી છે અને સિરાજે 2 વિકેટ ઝડપી છે. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી છે.
પ્રથમ ઇંનિગમાં ઇંગ્લૅન્ડની ટીમના પાંચ બૅટસ્મૅન એલ્બીડબ્લ્યુ આઉટ થયા છે. માત્ર ચાર ખેલાડીઓ 10થી વધુ રન કરી શક્યા છે.
ભારતીય ટીમની શરુઆત પણ ખરાબ રહી હતી. પ્રથમ ઑવરમાં ઑપનર શુભમન ગિલ માત્ર ચાર બૉલ રમીને શૂન્ય પર આઉટ થઈ ગયા છે. જેમ્સ એન્ડરસનની બૉલમાં શુભમન એલ્બીડબ્લ્યુ આઉટ થયા હતા. હાલમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.

મૅચમાં અગાઉ શું થયું?

ઇમેજ સ્રોત, ANI
મોટેરા સ્ટેડિયમ પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મૅચ આજથી શરૂ થઈ છે. ઇંગ્લૅન્ડની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પણ એ તેને ફળ્યો નથી.
અક્ષર પટેલ અને મહોમ્મદ સિરાજે શાનદાર બૉલિંગ કરતા ઇંગ્લૅન્ડ શરૂઆતથી જ ભીંસમાં મૂકાયું હતું.
અક્ષર પટેલે ઑપનરને તરત આઉટ કરી દીધા બાદ સિરાજે કૅપ્ટન જો રૂટની મહત્ત્વની વિકેટ ઝડપી લીધી હતી. મૅચના પ્રથમ દિવસે લંચ બ્રેક પછી ઇંગ્લૅન્ડનો સ્કોર 5 વિકેટ પર 136 રન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત 4 ટેસ્ટ મૅચની સીરિઝમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમવા માટે ભારતે આ ટેસ્ટ મૅચમાં જીતવું અથવા ડ્રો કરવી જરૂરી છે.
ભારત તરફથી રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ સિરાદ અને ઇશાંત શર્મા રમી રહ્યા છે.
જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોને પરિણાણે આ ટેસ્ટ મૅચ રમી રહ્યા નથી. તેમના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇંગ્લૅન્ડની ટીમમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. આર્ચર અને બ્રોડને ટીમમાંથી હઠાવીને બેસ અને લૉવરેન્સને લાવવામાં આવ્યા છે.
ઇંગ્લૅન્ડની ટીમમાં ડોમ સિબલી, ઝેક ક્રૉવલી, જોની બૈયરસ્ટો, જો રૂટ, બેન સ્ટૉક્સ, ઓલી પોપે, ડૅન લૉવરેન્સ, બેન ફોક્સ, ડોમ બેસ, જેક લીચ અને જૅમ્સ ઍન્ડરસન છે.

પહેલી મૅચમાં પીચનો વિવાદ

ઇમેજ સ્રોત, ANI
અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટા રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચ માત્ર બે જ દિવસમાં પૂર્ણ થતાં વિવાદ થયો હતો.
ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલી ઇનિંગમાં 112 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 145 રન બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડ ત્રીજી બીજી ઇનિંગ્સમાં 81 રન બનાવી ઑલઆઉટ થઈ હતી.
ભારતની ટીમે બીજી ઇનિંગ્સમાં 49 રન બનાવીને જીત મેળવી હતી.
ભારત તરફથી અક્ષર પટેલે બે ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી હતી. જ્યારે આર. અશ્વિને સાત વિકેટ લીધી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












