IND Vs ENG : વિરાટ કોહલી શૂન્ય પર આઉટ પણ રોહિત શર્માના શાનદાર 161 રન સાથે ભારતનો સ્કોર 300/6

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 6 વિકેટના નુકસાને 300 રન બનાવી લીધા છે. રોહિત શર્માએ 161 રન કર્યા અને અજિંકય રહાણે 67 રન કર્યા છે.
ભારતે સવારે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમની ઇનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, કારણ કે ઑપનર શુભમન ગીલ શૂન્ય રનના સ્કોરે મૅચની બીજી જ ઓવરમાં ઓલી સ્ટોનના બૉલ પર આઉટ થઈ ગયા હતા.
પરંતુ બાદમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ સંભાળી લીધી હતી. બંને બૅટ્સમૅનો પૈકી રોહિત શર્મા આક્રમક અંદાજમાં શરૂઆત કરી હતી. અને માત્ર 47 બૉલમાં અડધી સદી ફટકારી દીધી હતી.
રોહિત અને પુજારાની જોડીએ 85 રનની પાર્ટનરશિપ કરીને શરૂઆતના આંચકા બાદ ભારતીય ટીમને મજબૂતી આપવાનું કામ કર્યું હતું. જેક લીચે 21 રનના સ્કોર પર પુજારાની વિકેટ લઈને આ જોડી તોડી.
ત્યાર બાદ બૅટિંગ કરવા ક્રીઝ પર ઊતરેલા ભારતીય કપ્તાન વિરાટ કોહલી પણ ઑપનર શુભમન ગીલની માફક શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. આમ ભારત એક પછી એક બે વિકેટ ગુમાવીને ફરી પાછું મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
હવે ભારતીય બૅટિંગનો દારોમદાર હતો ઑસ્ટ્રેલિયામાં વિજેતા બનીને પાછી ફરેલી ભારતીય ટીમના કૅપ્ટન અંજિક્ય રહાણે અને વેલ સેટ રોહિત શર્મા પર.
બંનેએ ટકીને બૅટિંગ કરી અને મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં મદદ કરી. રોહિત શર્માએ સારા ફોર્મનો પુરાવો આપવાની સાથે 130 બૉલમાં પોતાની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની સાતમી સદી નોંધાવી. તેઓ 161 રન બનાવી જેક લીએડના બૉલ પર આઉટ થઈ ગયા.
ત્યાર પાછી ક્રીઝ પર ઊતર્યા ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો રહેલા ઋષભ પંત. ઋષભ પંત અને અજિંક્ય રહાણેની ભાગીદારી ચાલી રહી હતી તેમાં વચ્ચે મોઇન અલીના બૉલ પર અજિંક્ય રહાણે 67 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી રવિચંદ્રન અશ્વિન પણ રુટની બૉલિંગમાં 13 રને આઉટ થઈ ગયા.
પ્રથમ દિવસને અંતે અક્ષર પટેલ 5 રને અને ઋષભ પંત 33 રને રમતમાં છે અને ભારતનો સ્કોર 6 વિકેટ પર 300 રન છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













