ભારતે G20માં એવું શું કર્યું કે રશિયા-ચીન પણ ખુશ અને પશ્ચિમ પણ ખુશ

પીએમ મોદી

ઇમેજ સ્રોત, @G20

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતની અધ્યક્ષતામાં G-20 શિખર સંમેલન પૂર્ણ થયા બાદ રવિવારે સાંજે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.

આ તસવીરમાં પીએમ મોદી અને લાવરોફ એક બીજાનો હાથ પકડીને ખૂલીને હસી રહ્યા છે. અનેક લોકો કહી રહ્યા છે કે આ તસવીર કંઈ કહી રહી છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષજ્ઞ એસ એલ કાંતને આ તસવીરને ટ્વીટ કરતા લખ્યુ છે, "જેમ કે બન્ને એક બીજાને કહી રહ્યા છે કે અમે રશિયાની આક્રામકતા સાથે નિંદા જેવા શબ્દોને G-20ના પ્રસ્તાવમાંથી ભગાડી દીધા. પણ ઉપરથી હવે વધુ સારું થઈ ગયું કે 'યુક્રેન વિરુદ્ધ યુદ્ધ'ની જગ્યાએ 'યુક્રેનમાં યુદ્ધ'"

એસ એલ કાંતન કહી રહ્યા છે કે ભારતની અધ્યક્ષતામાં 9 અને 10 સપ્ટેમ્બરે થયેલી G-20 સમિટમાં જે સંયુક્ત પ્રસ્તાવને પાસ કરાયો, તે પુતિન માટે મોટી જીત છે. અને અડધી ઊંઘમાં રહેનારા બાઇડન માટે મોટી હાર.

દિલ્હી સમિટમાં જે સંયુક્ત પ્રસ્તાવ પાસ કરાયો છે તેમાં 'યુક્રેનમાં યુદ્ધ' લખાયું છે. જ્યારે પશ્ચિમી દેશોની માગ હતી કે 'યુક્રેન વિરુદ્ધ યુદ્ઘ' લખાય.

બીબીસી ગુજરાતી

દિલ્હી ઘોષણાપત્રથી ખુશ રશિયા

પીએમ મોદી

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

પીએમ મોદી અને લાવરોફની આ તસવીર પર અલગ અલગ ટિપ્પણીઓ આવી રહી છે. પણ બધાનું માનવુ છે કે પુતિન આ સમિટમાં નહીં આવીને પણ પોતાને ઇચ્છતો પ્રસ્તાવ પાસ કરાવવામાં સફળ રહ્યા છે.

દિલ્હી સમિટના સમાપન બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફ રવિવારે એક પ્રત્રકાર પરિષદ કરવા આવ્યા તો તેઓ ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

લાવરોફે દિલ્હી સમિટના સંયુક્ત નિવેદનનાં વખાણ કરતા કહ્યું કે આ ગ્લોબલ સાઉથનું એક જૂથ ઊભું કરનારું નિવેદન છે. અને તેની સાથે જોડાયેલાં લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રેરિત કરે છે.

લાવરોફે કહ્યું "જ્યારે સહમતી બની તો એવુ લાગ્યુ કે આ તેમના આત્માનો અવાજ છે. સાચુ કહું તો મને એવી આશા નહોતી. અમે એ વાત માટે પૂર્ણતઃ તૈયાર હતા કે નિવેદનમાં પોતાના પક્ષનો બચાવ કરવાનો છે. પણ દિલ્હી સમિટમાં જે નિવેદન જાહેર થયું તે ઈમાનદાર અને નિષ્પક્ષ હતું."

રશિયાના વિદેશમંત્રીએ કહ્યું "દિલ્હી સમિટનું સંયુક્ત નિવેદન જાગૃત કરનારું છે. આ એ બતાવે છે કે ઝેલેન્સ્કીના ફૉર્મૂલાથી ગ્લોબલ સાઉથમાં રશિયા વિરુદ્ધ ભાષણ ન આપી શકાય. અમે દિલ્હી સમિટના આખા નિવેદનને રશિયા અને યુક્રેન સાથે જોડાયેલા ફકરામાં ન જોઈ શકીએ. તેનો મહત્ત્વનો ભાગ ગ્લોબલ સાઉથની ચિંતાઓ અને ભવિષ્ય પર છે."

રશિયાના વિદેશમંત્રીએ ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું ''ભારતે G-20 સમિટને રાજનીતિકરણથી બચાવી લીધુ. અને પશ્ચિમના એ પ્રયત્નને નિષ્ફળ કરી દીધુ જે અંતર્ગત તેઓ આ મંચનું યુક્રેનીકરણ કરવા માગતા હતા.''

બીબીસી ગુજરાતી

ભારતની સિદ્ધિ શું રહી?

G 20 સમિટ

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતને G-20ની અધ્યક્ષતા ઇન્ડોનેશિયા પાસેથી મળી હતી.

ભારતે પોતાની અધ્યક્ષતામાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજેલા G-20ના શિખર સંમેલન પહેલાં મંત્રી સ્તરની કુલ 11 બેઠક કરી હતી.

આ બધી જ મંત્રી સ્તરની બેઠકમાં સહમતીથી એક પણ સંયુક્ત નિવેદન જાહેર નહોતું થઈ શક્યું.

એવામાં ડર હતો કે શિખર સંમેલન બાદ પણ કદાચ જ કોઈ સંયુક્ત નિવેદન જાહેર થાય.

એવી આશંકા અમેરિકા પણ વ્યક્ત કરી ચૂક્યુ હતું કે ચીન અને રશિયા સંયુક્ત નિવેદન પાસ નહીં કરવા દે.

જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે G-20માં ભારત નહીં આવવાનો નિર્ણય કર્યો ત્યારે આ ડર વધી ગયો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પહેલેથી જ નહીં આવવાનો નિર્ણય કરી દીધો હતો. જોકે, પુતિન ઇન્ડોનેશિયાની બાલી સમિટમાં પણ નહોતા ગયા.

જો ભારત પોતાની અધ્યક્ષતામાં સહમતીથી કોઈ સંયુક્ત નિવેદન જાહેર ન કરી શકે તો આ કૂટનીતિની દૃષ્ટીએ અસામાન્ય સ્થિતિ હોત.

G-20ના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એવી કોઈ સમિટ નથી થઈ. જેમાં સંયુક્ત નિવેદન પાસ ન થયું હોય.

બાલી સમિટમાં જે સંયુક્ત નિવેદન પાસ થયું હતું. તેની ભાષા અને વિષય પર ચીન અને રશિયા અંતતઃ સહમત થઈ ચૂક્યાં હતાં. પણ દિલ્હી સમિટ આવતા આવતા તેમનું વલણ બિલકુલ બદલાઈ ચૂક્યું હતું.

બીબીસી ગુજરાતી

બાલીની દિલ્હી સાથે સરખામણી

ભારત

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

તેનું પરિણામ હતું કે ભારતમાં G-20 સાથે જોડાયેલી જેટલી પણ મંત્રી સ્તરની બેઠક થઈ તેમાં સહમતી નહોતી બની. એવામાં ભારત માટે આ મોટો પડકાર હતો.

શનિવારે જ્યારે G-20 શિખર સંમેલનમાં પીએમ મોદીએ જાહેરાત કરી કે સંયુક્ત નિવેદન પર સહમતી બની ગઈ છે. તો તે બધા જ માટે આશ્ચર્યજનક હતું.

પરંતુ દિલ્હી સમિટમાં જે અંતિમ નિવેદન જાહેર થયું, તેમાં યુક્રેન પર રશિયાના હુમલાને લઈને જે ભાષાનો ઉપયોગ કરાયો તેનાથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે સહમતી કેમ બની.

બાલીમાં જે સંયુક્ત નિવેદન જાહેર થયું હતું તેમાં યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલો ફકરો આક્રમકતાથી લખાયો હતો. અને રશિયાની નિંદા પણ હતી. આ સિવાય દિલ્હીના નિવેદનમાં 'યુક્રેનમાં યુદ્ધ' લખાયુ છે. ના કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ.

સ્વાભાવિક છે કે G-20 દેશ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા ન કરી શક્યા અને બાલી ડિક્લેરેશનથી દિલ્હી ડિકલેરેશનની ભાષા યુક્રેનમાં રશિયાના હુમલાના કારણે બિલકુલ બદલાઈ ગઈ.

દિલ્હી ડિક્લેરેશનમાં તો યુક્રેનમાં ચાલૂ યુદ્ધને લઈને રશિયાનું નામ પણ નથી લેવાયું.

દિલ્હી સમિટમાં જાહેર થયેલા નિવેદન પર યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી ભાષા પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે "હા એ સાચું છે કે આજની તારીખે પણ યુક્રેન ખૂબ જ ધ્રુવીકરણવાળો મુદ્દો છે. જેના પર બધાનો જ અલગ અલગ વિચાર છે. એવામાં મને લાગે છે કે મીટિંગ રૂમની વાસ્તવિકતાને નોંધી લેવી એ જ સૌથી સારો રસ્તો છે."

જયશંકરને બાલી ડિક્લેરેશનમાં રશિયાની નિંદા અને તેની આક્રમકતા નોંધાઈ હોવાની અને દિલ્હી ડિક્લેરેશનમાં તે ન નોંધાઈ હોવાની વાત પર સવાલ પૂછાયો તો તેમણે કહ્યું "બાલી બાલી છે અને દિલ્હી દિલ્હી છે. એક વર્ષમાં વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. અમે કોઈની સરખામણી કોઈની સાથે ના કરી શકીએ."

બીબીસી ગુજરાતી

શું કહી રહ્યું છે પશ્ચિમ?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

તો યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું "રશિયા આક્રમકતાને લઈને G-20એ એવુ કંઈ ન કર્યું જેના વખાણ કરી શકાય."

દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં મધ્ય એશિયા અને રશિયા અભ્યાસ કેન્દ્રના પ્રોફેસર સંજય કુમાર પાન્ડે કહે છે કે દિલ્હી ડિક્લેરેશનનું પાસ થવુ એ ભારતીય ડિપ્લોમસીની જીત છે.

પ્રોફેસર પાન્ડે કહે છે, "રશિયા અને ચીનનું જેવુ વલણ હતું તેનાથી તો એવુ જ લાગી રહ્યુ હતું કે દિલ્હી સમિટથી કોઈ સંયુક્ત નિવેદન જાહેર નહીં થઈ શકે. પણ આ વખતે પશ્ચિમે ઝૂકવું પડ્યું. જો પશ્ચિમ ન ઝૂકતું તો રશિયા અને ચીન ન માનત. એવામાં દિલ્હી સમિટ કોઈ સંયુક્ત નિવેદન વગર જ પૂર્ણ થઈ જાત. અને તે ભારતીય ડિપ્લોમસી માટે મોટા આંચકાથી ઓછું ન હોત. બાલી સમિટ અને દિલ્હી સમિટમાં એક મોટું અંતર એ જ છે. બાલીમાં રશિયા અને ચીને ઝૂકવું પડ્યું હતું. અને દિલ્હીમાં પશ્ચિમે ઝૂકવું પડ્યું."

પણ સવાલ એ ઊભો થાય છે કે પશ્ચિમ નમતુ જોખવા તૈયાર કેવી રીતે થયું? એ પણ ત્યારે જ્યારે અમેરિકાના નેતૃત્ત્વમાં પશ્ચિમ ખુલ્લેઆમ રશિયાની વિરુદ્ધમાં છે.

શનિવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછાયું કે શું ઇન્ડોનેશિયા, ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકા સાથે હોવાના કારણે દિલ્હી ડિક્લેરેશન પર સહમતી થઈ?

તેના જવાબમાં એસ જયશંકરે કહ્યું "આખરે બધા એ જ મદદ કરી પણ ઊભરતાં માર્કેટવાળા દેશોએ આ મુદ્દે આગેવાની કરી. અમારા લોકોનો સાથે કામ કરવાનો મજબૂત ઇતિહાસ રહ્યો છે."

જયશંકર કદાચ જૂથનિરપેક્ષ આંદોલનમાં સામેલ દેશનો હવાલો આપી રહ્યા હતા. કે સાથે કામ કરનારાનો ઇતિહાસ રહ્યો છે.

ઊભરતા માર્કેટવાળા દેશોનો સંદર્ભ પણ G-20માં સામેલ દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા અને બ્રાઝીલ સાથે છે.

પ્રોફેસર સંજય કુમાર પાન્ડે કહે છે કે "દિલ્હી સમિટમાં જે સંયુક્ત નિવેદન જાહેર થયું, તેનાથી ના તો રશિયા કે નાતો ચીનને સમસ્યા છે. અને ના તો પશ્ચિમને. બન્ને પક્ષ ખુશ છે. આ ભારતની સફળતા છે. તેને જ કહે છે સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટે. એટલે કે જે વિષય અને ભાષા પર વિવાદ હતો તેને ખતમ પણ કરી દેવાયો અને બન્નેમાંથી કોઈ જ પક્ષ નારાજ પણ ન થયો."

બીબીસી ગુજરાતી

ભારતની જીત કહેવાશે?

ભારત

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

સિંગાપુરની રાજારત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીમાં ઍસોસિએટ રિસર્ચ ફેલો નાઝિયા હુસૈને સમાચાર એજન્સી એપીને કહ્યું કે દિલ્હી સમિટના નિવેદનથી સ્પષ્ટ છે કે યુક્રેનમાં યુદ્ધને લઈને વલણ નરમ થયું છે.

નાઝિયા કહે છે કે "જોકે, દિલ્હી સમિટના સંયુક્ત નિવેદનમાં યુક્રેન અનેક સંદર્ભોમાં આવ્યું છે. અથવા એમ કહી શકાય કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકા પોતાના પશ્ચિમી સહયોગીઓની સાથે અને રશિયાની સાથે ઝૂકવા તૈયાર નહોતું. એવામાં દિલ્હી ડિક્લેરેશન સહમતી સાથે પાસ થવુ એ કોઈ જીતથી ઓછું નથી."

દિલ્હી ડિક્લેરેશનથી માત્ર રશિયા જ નહી પણ પશ્ચિમી દેશ પણ ખુશ છે. જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્સે દિલ્હી સમિટમાં સંયુક્ત નિવેદન જાહેર થવાને ભારતીય કુટનીતિની સિદ્ધિ ગણાવી છે.

જર્મન ચાંસેલરે પત્રકારોને કહ્યું "એ મહત્ત્વનું છે કે રશિયાએ આખરે પોતાની જીદ છોડી દીધી અને સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા. જેમાં યુક્રેનની અખંડિતતા અને સંપ્રભુતાની રક્ષાની વાત છે."

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પણ દિલ્હી ડિક્લેરેશનના વખાણ કરતા કહ્યું કે રશિયાને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી એપી સાથે યુરોપિયન યુનિયને એક અધિકારીનું નામ સાર્વજનિક ન કરવાની શરતે કહ્યું કે ઈયુએ યુક્રેન મુદ્દે પોતાના વલણ સાથે કોઈ સમજૂતી નથી કરી. પણ રશિયાનું દિલ્હી ડિક્લેરેશન પર હસ્તાક્ષર કરવું મહત્ત્વનું છે.

આ અધિકારીએ કહ્યું "અમારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા. યા તો ઘોષણાપત્ર આવત અથવા તો ન આવત. મને લાગે છે કે ઘોષણાપત્ર પર સહમતી બનવી એ વધુ સારું છે. ઓછામાં ઓછું જો તે એ વાત પર અમલ નહીં કરે તો અમારા ધ્યાનમાં રહેશે કે અમે તેમના પર વિશ્વાસ ન કરી શકીએ."

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવને પણ દિલ્હી સમિટના સંયુક્ત નિવેદનનાં વખાણ કર્યા છે.

તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું "અમારા મુજબ આ પૂરતું છે. સિદ્ધાંતતઃ બળનો ઉપયોગ કરીને કોઈ દેશની રાજકીય સ્વતંત્રતા, સંપ્રભુતા અને તેમની અખંડતાનું ઉલ્લંઘન ન કરી શકાય. અને એ વાત દિલ્હી સમિટના સંયુક્ત નિવેદનમાં છે."

બીબીસી ગુજરાતી

પશ્ચિમ કેમ ઝૂક્યું?

પીએમ મોદી

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

એમ છતા એ સવાલનો જવાબ નથી મળી રહ્યો કે રશિયાની નિંદા વગર પશ્ચિમના દેશ દિલ્હી સમિટના સંયુક્ત નિવેદન સાથે સહમત કેમ થઈ ગયા?

અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' સાથે યુરોપિયન યુનિયનના એક અધિકારીએ કહ્યું "જો દિલ્હી સમિટમાં કોઈ સંયુક્ત નિવેદન જાહેર ના થાત તો તાજેતરમાં જ દક્ષિણ આફ્રીકામાં ચીનના દબદબાવાળા સંગઠન બ્રિક્સ સમિટની સરખામણી થવા લાગત. બ્રિક્સ સમિટમાં ચીન અને રશિયાની સહમતી સાથે યુક્રેન પર એક નિવેદન પાસ થયું. જેમાં સભ્ય દેશોનો અલગ અલગ મત હતો. તો એમ કહેવાતું કે G-20થી સારું તો બ્રિક્સ જ છે. એવામાં G-20ને જીવતું રાખવા સંયુક્ત નિવેદન જરૂરી હતું."

ખાડી દેશોમાં ભારતના રાજદૂત રહેલા તલમીઝ અહમદ કહે છે "બાલીથી દિલ્હી સુધીમાં ન માત્ર રશિયા અને ચીનનું વલણ બદલાયું છે, પરંતુ પશ્ચિમનું વલણ પણ નરમ પડ્યું છે. જો પશ્ચિમ ના માનત તો ભારત કદાચ જ સંયુક્ત નિવેદન જાહેર કરી શકતું. પશ્ચિમને છેલ્લા એક વર્ષમાં એ અહેસાસ થઈ ગયો કે યુક્રેન પર તેને ગ્લોબલ સાઉથનું સમર્થન નથી મળી રહ્યું. એવામાં એની જીદ બહુ કામ ન આવત. હવે તો પશ્ચિમમાં પણ યુક્રેનને લઈને લોકપ્રિય સમર્થન ઓછું થઈ રહ્યું છે."

તલમીઝ અહમદ કહે છે "બીજી મહત્ત્વની વાત એ છે કે ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ મુદ્દે કોઈની સામે ઘૂંટણીયે નથી પડ્યું. ભારત એક સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે તે પોતાના હીતમાં કામ કરશે. અને કોઈને આધીન નહીં થાય. વાસ્તવમાં દિલ્હી સમિટમાં જાહેર થયેલું સંયુક્ત નિવેદન ગ્લોબલ સાઉથ માટે ઘોષણાપત્ર છે. ભારતે આવતા દિવસોમાં આ અંગે આગળ વધવું જોઈએ. હું દિલ્હી ડિક્લેરેશનને કોઈની હાર કે કોઈની જીત સ્વરૂપે નથી જોતો પણ પશ્ચિમને સચ્ચાઈ ખબર પડવા લાગી છે."

બીબીસી ગુજરાતી

મોદીનું કદ વધ્યું?

પીએમ મોદી

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

દિલ્હી સમિટમાં જ 55 આફ્રીકી દેશોના સંગઠન આફ્રીકન યુનિયનને G-20માં જગ્યા મળી.

સ્વાભાવિક છે, તેનો શ્રેય પણ ભારતને મળશે. ભારત બાદ G-20ની અધ્યક્ષતા બ્રાઝીલ પાસે ગઈ છે. અને બ્રાઝીલ બાદ દક્ષિણ આફ્રીકાને મળશે.

બન્ને દેશ ગ્લોબલ સાઉથના જ છે અને જૂથનિરપેક્ષ આંદોલનમાં સામેલ રહ્યાં છે.

એવામાં દિલ્હી સમિટના ડિક્લેરેશનમાં જે રીતે ગ્લોબલ સાઉથને પ્રાથમિકતા અપાઈ છે, તેને જોતા બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકા પણ આ નીતિ અપનાવી શકે છે. દિલ્હી ડિક્લેરેશનમાં રશિયા અને યુક્રેન વચ્ચે બ્લૅક સી ગ્રેન ડિલનો પણ ઉલ્લેખ કરાયો છે.

અમેરિકી અખબાર વૉશિંટન પોસ્ટે પોતાના અહેવાલમાં લખ્યુ છે કે દિલ્હી સમિટમાં સંયુક્ત નિવેદન પર બધા જ સભ્ય દેશોની સહમતી ભારતીય ડિપ્લોમેટિક સફળતાના દાવાને મજબૂત કરે છે.

G-20માં ભારતના શેરપા અમિતાભ કાંતે કહ્યું કે, "આ પહેલું ડિક્લેરેશન છે જેમાં સિંગલ ફુટનોટ પણ નથી."

વૉશિંગટન પોસ્ટે લખ્યુ છે "કેટલાક વિશેષજ્ઞો તેને રશિયાની જીત ગણાવી રહ્યા છે, તો કેટલાક પશ્ચિમની સફળતા પણ માની રહ્યા છે, પણ આ મોદીની વિદેશ નીતિની જીત છે. વિશ્વ મંચ પર ભારતનો પ્રભાવ વધ્યો છે."

રૅડ કૉર્પોરેશનમાં ઇન્ડો-પૈસિફિક વિશ્લેષક ડેરેક ગ્રૉસમૈને લખ્યું "ભારતે ગ્લોબલ સાઉથના મુદ્દાને બહુ ગંભીરતાથી સામેલ કર્યો છે. ચીન સાથે રણનીતિની દૃષ્ટિએ પ્રતિસ્પર્ધા છતાં ભારતે તેને ફેરવીને મૂકી દીધી."

G-20 દેશોમાં મલ્ટિલૅટરલ ડેવલપમૅન્ટ બૅન્ક સાથે દેવાની મર્યાદા વધારવા પર સહમતી થઈ. ખાસ કરીને વિશ્વ બૅન્કથી મળનારી મદદની ક્ષમતા વધુ વધારવાની વાત કહેવાઈ છે.

જેને વિકાસશીલ દેશોમાં ચીનના વધતા આર્થિક પ્રભાવની સામે જવાબ આપવાના સ્વરૂપે જોવાય છે. કહેવાય છે કે ચીન પાસેથી આર્થિક મદદ લેનારા સૌથી વધુ દેશ દેવાની જાળમાં ફસાઈ રહ્યાં છે.

એશિયા નિક્કેઈએ લખ્યું "અમેરિકા, યુરોપિયન યુનિયન અને ભારત ઇચ્છે છે કે આંતરરાષ્ટ્રીય બૅન્ક એટલી સક્ષમ હોય કે વિકાસશીલ દેશોને ચીનની શરણમાં ન જવુ પડે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂએ ફેબ્રુઆરી 2020માં અનુમાન લગાવ્યું હતું કે ચીન વિશ્વનું સૌથી વધુ દેવું આપનારો દેશ છે. તેણે 150થી વધુ દેશોને 1.5 ટ્રિલિયન ડૉલરનું દેવું આપ્યું છે. આટલું દેવું વિશ્વ બૅન્ક, આઈએમએફ અને બીજી નાણાકીય સંસ્થાઓએ પણ નથી આપ્યું"

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી