'અમે લાશો ખાઈને જીવ બચાવ્યો, બીજો કોઈ વિકલ્પ ન હતો', સૌથી ભયાનક વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા લોકોની કહાણી

પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images/ALEJANDRO NICOLICH

    • લેેખક, ફેલિપ લેમ્બિયાસ
    • પદ, બીબીસી દુનિયા માટે

"અમે લાશોને કાપી અને તેને ખાવાનું શરૂ કર્યું કારણ કે અમારી પાસ બીજો કોઈ વિકલ્પ ન હતો."

દુનિયાની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનામાંની એકને વર્ણવતા રગ્બીના એક ખેલાડીએ પોતાના પત્રમાં આ લખ્યું હતું.

ઑક્ટોબર 13,1972ના રોજ, ઉરૂગ્વેના મૉન્ટેવિડિયો ઓલ્ડ ક્રિશ્ચિયન રગ્બી કલ્બના ખેલાડીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે એક રગ્બી સ્પર્ધામાં ભાગ લેવા ચિલીની રાજધાની સેન્ટિયાગો જવા માટે રવાના થયા.

20 વર્ષીય ગુસ્તાવો કોકો નિકોલીચ પણ તેમાના એક હતા.

ઉરૂગ્વેની ઍરફોર્સનું વિમાન કે જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે ઍન્ડીસની પર્વતમાળામાં અથડાઈને ભાંગી પડે છે.

આ એક એવો અકસ્માત હતો જેને ઉડ્ડયન ઇતિહાસમાં હમેશા યાદ રાખવામાં આવશે. જ્યારે તે વિમાનમાં મુસાફરી કરતા અમુક લોકોની જીવતા હોવાના સમાચાર મળ્યા ત્યારે દુનિયા ચોંકી ઊઠી હતી.

વિમાનનાં બે ટુકડા થઈ ગયા હતા. વિમાન સમુદ્રની સપાટીથી 3,500 મીટરની ઊંચાઈએ ઍન્ડસની પર્વતમાળામાં અથડાઈને ભાંગી ગયું હતુ.

આ દુર્ઘટનામાં અમુક લોકોનાં મૃત્યુ થયાં અને અમુક લોકોએ પોતાનું જીવન સૌથી મુશ્કેલ પરિસ્થિતીઓમાં બચાવ્યું.

દુનિયાની નજરોથી દૂર, અમુક લોકો 72 દિવસ માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પણ જીવી શક્યા હતા. આ લોકો દિવસ દરમિયાન ખૂબ જ નીચું તાપમાન અને રાત્રીનાં સમયે અસહ્ય બર્ફવર્ષાને સહીને પોતાના જીવન માટે લડતા રહ્યા.

આ વિમાનમાં 40 મુસાફરો હતા જેમાથી મોટા ભાગના રગ્બી ખેલાડીઓ, તેમના પરિવારના સભ્યો અને મિત્રો હતા. આ સિવાય વિમાનના ક્રૂના પાંચ સભ્યો પણ હતા.

કોકો નિકોલીચે આ દુર્ધટનાનું અને તે દિવસે શું-શું થયું તેનું વર્ણન પોતે લખેલા બે પત્રોમાં કર્યું છે. આ પત્રોમાં કેનિબેલિઝ્મનો પણ ઉલ્લેખ છે. (કૅનિબેલિઝ્મ એટલે માનવ દ્વારા માનવના માંસનો ભોગ કરવો.)

અંતે, તેમને એ હિમ શિલામાં પોતાનો જીવ બચાવવા માટે મૃતકોને ખાધા. જેની વિગતો નિકોલીચના પત્રો થકી બહાર આવી.

જો મારે કોઈનું જીવન બચાવવા માટે મારો જીવ જોખમમાં મુકવો પડે તો?

પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, ALEJANDRO NICOLICH

ઇમેજ કૅપ્શન, ગુસ્તાવો નિકોલીચ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિકોલીચે પત્રમાં લખ્યું છે કે, "મે ઈશ્વરને પ્રાથના કરી કે મારે આવો દિવસ કયારેય ન જોવો પડે. પરંતુ, મારે તેનો સામનો કરવો પડ્યો. હવે તેનો સામનો હિંમત અને શ્રધ્ધા સાથે કરવાનો હતો. આપણે શ્રધ્ધાની વાત અહીં કેમ કરીએ છીએ? મૃતદેહો ત્યા હતા, અને અમે માનતા હતા કે ઈશ્વરે તેમને ત્યાં રાખ્યા હતા. અને જ્યારે આત્માની વાત આવે, મને નથી લાગતું કે પસ્તાવાની કોઈ જરૂર છે."

તેમણે ઉમેર્યું, "જો કયારેય એવો દિવસ આવશે કે મારે કોઈનું જીવન બચાવવા માટે મારો જીવ જોખમમાં મુકવો પડશે તો તે હું ખુશીથી કરીશ."

સ્પેનિશ ભાષામાં બનેલી ફિચર ફિલ્મ "સોસાયટી ઑફ ધ સ્નો" આ દુર્ઘટનામાં પોતાનું જીવન બચાવનાર લોકોના અનુભલો પર આધારિત છે. આ ફિલ્મ સ્પેનનાં દિગ્દર્શક જેએ બાયોનાએ ડિરેક્ટ કરી છે.

પત્રકાર પાબ્લો વિર્સીએ આ ફિલ્મ 2008માં પ્રકાશિત થયેલા પુસ્તક સોસાયટી ઑફ ધ સ્નો પરથી બનાવી છે. પાબ્લો વિર્સી અકસ્માતમાં જીવન બચાવનાર લોકોમાંથી એકના મિત્ર હતા અને તેઓ આ ફિલ્મના સહયોગી નિર્માતા હતા.

સ્પેન અને લેટિન અમેરિકામાં રિલીઝ થયેલી આ ફિલ્મ નેટફ્લિકસ ઉપર જાન્યુઆરી 4ના રોજ રિલીઝ થશે.

ગોલ્ડન ગ્લોબ્સ ઍવૉર્ડ 2024માં "સોસાયટી ઍફ ધ સ્નો" ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ તરીકે નામાંકિત કરવામાં આવી છે. આ ફિલ્મની સ્પેન તરફથી ઑસ્કારમાં પણ પસંદગી કરવામાં આવી હતી.

દિગ્દર્શક જેએ બાયોનાએ આ ફિલ્મ બનાવવા માટે 2011થી આ દુર્ઘટનામાં પોતાનો જીવ બચાવનાર લોકો સાથે ઘણી વખત વાતચીત કરી હતી. આ ફિલ્મના મોટાભાગના અભિનેતા અરજેન્ટિના અને ઉરૂગ્વેના છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ લોકપ્રિય નથી.

નિકોલીચે બે પત્રો પોતાનાં માતા-પિતા અને ગર્લફ્રેન્ડને લખ્યાં

પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉરૂગ્વેનાં ખેલાડીઓને ચિલે લઈ જતું વિમાન ઓક્ટોબર 13, 1972નાં રોજ એન્ડસની પર્વતમાળામાં અથડાઈને ભાંગી પડ્યું હતું.

નિકોલીચ પણ મોન્ટેવિડિયો ઓલ્ડ ક્રિશ્ચિયન રગ્બી કલ્બના ખેલાડી હતા. મેરિસ એક ખાનગી કેથૉલિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તેઓ ચિલિયન ઓલ્ડ બોય્ઝ સામે રમવા માટે સેન્ટિયાગો જતા હતા.

ગુસ્તાવો નિકોલીચને લખવું ખુબ જ પસંદ હતું. પોતે જે જોખમોનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે તે પત્રોમાં જણાવવા માગતો હતો.

આ બન્ને પત્રોમાંથી એક પત્ર તેમનાં માતા-પિતા અને ત્રણ ભાઈઓ માટે જ્યારે બીજો પત્ર માત્ર અને માત્ર પોતાની ગર્લફ્રેન્ડ માટે હતો. તેમને કેટલાક મુદ્દાઓ ખૂબ જ સંવેદનશીલતાથી સમજાવ્યા. ખાસ કરીને, પત્રની શરૂઆતમાં હિમશીલાનું વર્ણન અદ્ભુત છે.

નિકોલીચે કહ્યું, "અમારી આજુબાજુ હિમશીલા છે અને અહીંનું સુંદર વાતાવરણ શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે. અમને ખાતરી છે કે જો આ બરફ ઓગળવાનું શરૂ થશે તો તે એક તળાવમાં પરિવર્તિત થઈ જશે."

ઉરૂગ્વેની ઍરફોર્સના વિમાન 571માં 45 મુસાફરો હતા અને 18 લોકોનાં મૃત્યુ અકસ્માતના દિવસે જ થયા હતા.

તે ઑક્ટોબર 21, 1972નો દિવસ હતો. તેમણે હજુ મૃત શરીરોને ખાવાની શરૂઆત કરી ન હતી. પરંતુ વિમાનમાં રહેલી ખાદ્યસામગ્રી ખતમ થયા પછી અમુક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે મૃતકોનું માંસ ખાવા લાગ્યા.

એ પત્રોમાં રૂટનાં બદલવા વિશે શું કહ્યું છે?

પ્લેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, ANDES MUSEUM 1972

ઇમેજ કૅપ્શન, નિકોલીચ દ્વારા લખાયેલો પત્ર

નિકોલીચે પોતાના પત્રમાં વિમાનનાં રૂટમાં થયેલા બદલાવ વિશે લખ્યું છે. પત્રમાં તેઓ કહે છે કે તે દિવસે વાતાવરણ એકદમ સાફ ન હતું જેથી પાઇલટ અને કો-પાઇલટે સીધા સેન્ટિયાગો ન જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેઓ વિમાનને સાઉથ ફર્સ્ટનાં સૌથી મુશ્કેલ રૂટ તરફ લઈ જવા માગતા હતા જેમાં પર્વતમાળાને પાર કરવાની હતી.

"તમે વિચારતા હશો કે અમે કેમ બચી શક્યા? હાં, તે સમયે આ વિમાન દુર્ઘટના સમયે બધું બરાબર ન હતું."

"તે સમયે અમારી પાસે રહેવા કોઈ મોટી હોટલ ન હતી પરંતુ રહેવા માટે તે એક આદર્શ સ્થળ હતું. અમારી પાસે પીવા માટે પાણી હતું. સદ્ભાગ્યે ત્યાં કોસ્ટામરનું એક કૅન, કેન્ડીનાં બે કૅન, સીફૂડનાં ત્રણ કૅન અને વ્હિસ્કીની બે બોટલ હતી. હા, તે ખોરાક અમારા માટે સારો ન હતો પરંતુ જીવિત રહેવા માટે પૂરતો હતો," નિકોલીચે પોતાના પત્રમાં જણાવ્યું.

એક મુસાફરનું જેની પાસે ખાવા માટે કશું જ ન હતું તો તેમને પોતાનું પેટ ત્રણ દિવસ પીનટ (મગફળી) ચૉકલેટ ખાઈને ભર્યું.

પહેલા દિવસે તેમને ચૉકલેટનું કોટિંગ ખાધું અને મગફળીને પોતાના ખિસ્સામાં છુપાવી દીધી. તેમને મગફળીનાં બે ટુકડા કરીને એક ભાગ બીજા દિવસે અને બાકીનો ભાગ ત્રીજા દિવસે ખાઈને પેટ ભર્યું.

નિકોલીચે પોતાના પત્રોમાં વિમાન દુર્ઘટનાનાં પહેલા દિવસે થયેલી તકલીફોનું પણ વર્ણન કર્યું છે.

નિકોલીચે કહ્યું, "હું આ ઠંડીમાં મરી રહ્યો છું અને તે સહન નથી કરી શકતો. મે એક રગ્બી ખેલાડીના મિત્ર રોમન મોન્ચો સાબેલાને કહ્યું કે હું થીજી રહ્યો છું. અને તેની નજીક એક મૃત શરીર છે. અમને ખબર નથી કે તે કોનું શરીર છે. તે મૃત માણસ લોખંડ અને સીટ વચ્ચે ફસાયેલો હતો."

મોન્ચોએ નિકોલીચ પર બેસીને તેમને ખૂબ લાતો મારી. પરિણામે, નિકોલીચનાં શરીરનું તાપમાન સહેજ વધ્યું અને તેમને થોડી ઉષ્મા વધી. એકબીજાનાં શરીરનું તાપમાન જાળવવા માટે તેઓ એક બીજાને થોડાક દિવસો સુધી આ રીતે મારતા રહ્યા.

તેઓ એકબીજાનાં હાથ પકડીને થોડી હૂંફ મેળવવા માટે ભારે શ્વાસ લેતા રહ્યા. આ કરવાથી તેમને થોડો આરામ મળ્યો.

તે પત્રમાં નિકોલીચે પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ પણ વ્યક્ત કર્યો. તેને કહ્યું કે જો તે મોન્ટેવિડિયો પાછો આવશે તો જો તેમનાં ગર્લફ્રેન્ડ લગ્ન કરવાં માટે રાજી હશે તો તેમની સાથે લગ્ન કરશે.

નિકોલીચે પોતાના પત્રમાં તે ક્ષણને વર્ણવતા કહે છે કે, "હું તેનાથી વધારે વિચારી શકતો નથી. કેમ કે મને રડવું આવે છે પરંતુ તેઓ કહે છે કે રડો નહીં નહીંતર તમે ડિહાઇડ્રેટ થઈ જશો."

નિકોલીચે બીજા પત્રમાં શું લખ્યું હતુ?

વિમાન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો સામાન

નિકોલીચે બીજો પત્ર માત્ર પોતાનાં પ્રેમિકા રોઝિના મેકિટ્લી માટે લખ્યો હતો.

તે પત્રમાં તેમણે લખ્યું કે આજે ખૂબ જ સુંદર દિવસ હતો. સૂરજ ઊગ્યો હતો અને સૂર્યના કિરણો અમારા પર પડતા હતા.

તેમણે કહ્યું કે ઘણા લોકો પરિસ્થિતીથી હતાશ હતા પરંતુ તે હતાશ ન હત. તેમને એવો અહેસાસ હતો કે તેમનામાં કંઈક અદ્ભુત શક્તિ છે.

"અમારી પાસ ખાદ્યસામગ્રી પૂરી થઈ જવાની હતી. તે પણ લોકોની હતાશાનું એક કારણ હતું. અમારી પાસે માત્ર સીફૂડનાં બે કેન, એક સફેદ વાઇનની બોટલ અને થોડા ગ્રેનાડિન હતા. 26 લોકો માટે માત્ર આટલી જ ખાદ્યસામગ્રી અપૂરતી હતી."

નિકોલીચે પોતાનાં ગર્લફ્રેન્ડને તે પણ સમજાવ્યું કે ખોરાક માટે તેમણે શું કર્યું.

"એક વાતની તમને કદાચ નવાઈ લાગશે. હું પણ આશ્ચર્યતચકિત હતો. અમે આજથી લાશો ખાવાનું શરૂ કર્યું કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો."

નિકોલીચે પત્રમાં સમજાવ્યું કે, "જો મારું મૃત્યુ થશે તો હું પણ લોકોને મારી લાશ ખાવા દઈશ જેથી તે લોકો જીવી શકે."

"જો તું મને અત્યારની હાલતમાં જોઈશ તો ડરી જઈશ. મારી દાઢી વધી ગઈ છે. મારા માથા અને કપાળ પર ઈજા થઈ છે. આ સિવાય પગ, ખભા અને ગળા પર પણ નાની ઈજાઓ થઈ છે પરંતુ હું ઠીક છું." આ દુર્ઘટના વિશે વાત કરતા તેમને અમુક સકારાત્મક વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રબળ ઇચ્છાશક્તિએ તેમને જીવિત રાખ્યા

તેમની પાસે અંતમાં પણ જીવિત રહેવાની આશા બચી હતી. રગ્બીના ખેલાડીઓ રૉબર્ટો કેનેસા અને ફર્નાન્ડો પેરાદો મદદ માટે દસ દિવસો સુધી ચાલતા રહ્યા. બચાવકર્મીઓએ વિમાન દુર્ઘટનાના 72 દિવસ પછી પહાડોમાં ફસાયેલા 16 લોકોને બચાવ્યા.

વિમાન ઍન્ડીસની પર્વતમાળામાં ક્યાં અથડાયું હતું તેની કોઈ જાણકારી ન હતી. બચાવકર્મીઓએ બરફથી ઢંકાયેલી પર્વતમાળમાં દિવસો સુધી વિમાનના ટુકડાઓ અને ગુમ થયેલા મુસાફરોની શોધખોળ ચાલુ રાખી પરંતુ કોઈપણ જાણકારી ન મળતા ચિલીના હવાઈ બચાવકર્મી દળે બચાવની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી.

દરેકે એવું વિચાર્યું કે આ વિમાન દુર્ઘટનામાં બધા જ મુસાફરો મૃત્યુ પામ્યા છે. પરંતુ પોતાની જિંદગી બચાવવા માટે મક્ક્મ રગ્બીના ખેલાડીઓએ ધાતુનાં એક નાના ટુકડા થકી દુનિયાભરનાં પ્રસારણો તેમનાં વિશે શું કહી રહ્યા છે તે જાણવાના પ્રયાસ કર્યા. નિકોલીચે સાંભળ્યું કે રેડિયો પર લોકો તેમના વિશે શું વાતો કરી રહ્યા છે અને તેમણે મિત્રોને જણાવ્યું.

"મારી પાસે બે સમાચાર છે. એક ખરાબ અને એક સારા. દુ:ખદ વાત એ છે કે તેમણે બચાવવાની કામગીરી બંધ કરી દીધી છે. સારા સમાચાર એ છે કે આપણું જીવન અને મૃત્યું માત્ર આપણાં જ હાથમાં છે."

ઍન્ડીસની પર્વતમાળામાં ચમત્કાર

વિમાન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેખક પાબ્લો વિરેસી સાથે ડેનિયલ ફર્નાન્ડીઝ સ્ટ્રોચ, જે ક્રેશમાંથી બચી ગયેલા લોકોમાંના એક છે

ચિલીમાં ગુસ્તાવો નિકોલીચના પિતા સતત તેની શોધ કરતા હતા, એક આશા સાથે કે એક દિવસ તેઓ મળી જશે. 1972ના ડિસેમ્બર મહિનામાં ક્રિસમસની નજીક અમુક રિપોર્ટ આવ્યા કે ઉરૂગ્વેના થોડા લોકો પર્વતમાળામાં દેખાયા છે. આ રિપોર્ટે નિકોલીચના પરિવારને નવી આશા આપી.

બચી ગયેલા લોકોની યાદીમાં ગુસ્તાવો નિકોલીચનું નામ સાંભળ્યા પછી તેમનાં માતા રાક્વેલ અરોસેના કોઈ પણ રાહ જોયા વિના પહેલી ફલાઇટ પકડીને સેન્ટિયાગો પહોંચી ગયાં હતાં.

રાક્વેલ અરોસેના બને તેટલી જલ્દી હૉસ્પિટલ પહોંચ્યાં અને લિફટ ખૂલતાની સાથે જ તેમને ગુસ્તાવો ઝેરબિનો દેખાયા. તે સમયે રાક્વેલ રડી પડ્યાં. તેમને સમજાયું કે તેમના પુત્રનું યાદીમાં નામ નથી.

ગુસ્તાવો કોકો નિકોલીચ અને અન્ય સાત લોકો ઑક્ટોબર 29ના રોજ હિમશીલા તૂટવાથી મૃત્યુ પામ્યા.

ગુસ્તાવો ઝેરબિનોએ તેમને દિલાસો આપ્યો અને કહ્યું તમારા પુત્રએ તમારા માટે એક પત્ર લખ્યો છે.

ઝેરબિનોએ મૃતકોના ખિસ્સામાંથી પત્રો અને સામાન ભેગો કર્યો અને પરિવારના સભ્યોને આપ્યો.

નિકોલીચે મૃત્યુના સમયે ઝેરબિનોને કહ્યું હતું કે આ પત્રો તેઓ પોતાના પરિવારને આપે.

નિકોલીચના ભાઈ એલેહાન્દ્રોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "નિકોલીચે આ પત્રો ખૂબ જ ભારે મન સાથે લખ્યા હતા. તેમનાં માતા-પિતા અને પરિવારના સભ્યોએ આ પત્રો વાંચ્યા છે."

એલેહાન્દ્રોએ ઉમેર્યું કે, "મારા ભાઈએ જે કહ્યું છે તેના પર હું ગર્વ અનુભવું છું. આ ઘટના થકી ઍન્થ્રોપોફેગીને સારી રીતે સમજી શકાય છે. તેથી જ મારા પિતા આ દુર્ઘટનામાં જીવિત રહેલા લોકોનું સમર્થન કરે છે."

ગુસ્તાવો નિકોલીચ સિનિયરે ફેબ્રુઆરી 1973માં અન્ય મૃત વ્યક્તિના પિતા સાથે આ પર્વતમાળાની યાત્રા કરી હતી. તેઓ તેમના પુત્રના અવશેષોને દફનાવવા માગતા હતા.

જ્યારે તેઓ પાછા ફર્યાં ત્યારે તેઓ ખૂબ જ અલગ દેખાતા હતા. તેમને બીજા પત્રમાં લખેલી અમુક વિગતો સાર્વજનિક કરી હતી. કેટલાક બચી ગયેલા લોકોએ આ વિગતો વિશે વાત કરી હતી પરંતુ નિકોલીચનાં માતા-પિતાએ કેનિબેલિઝ્મની વિગતો ખાનગી રાખી હતી.

નિકોલીચનાં માતાએ આ બન્ને પત્રોના સાચવી રાખ્યા હતા.હાલ તેમની ઉંમર 96 વર્ષની છે.