'40 લાખ ખર્ચ્યા, જંગલ પાર કરીને અમેરિકા પહોંચ્યા, પણ 11 દિવસમાં જ પાછા આવવું પડ્યું', ડિપૉર્ટ કરાયેલ ભારતીયની આપવીતી
'40 લાખ ખર્ચ્યા, જંગલ પાર કરીને અમેરિકા પહોંચ્યા, પણ 11 દિવસમાં જ પાછા આવવું પડ્યું', ડિપૉર્ટ કરાયેલ ભારતીયની આપવીતી
40 લાખ રૂપિયા ખર્ચ્યાં.યુરોપમાં છ મહિના પસાર કર્યા.પનામાનાં ગાઢ જંગલોમાંથી પસાર થયા પછી જસપાલસિંહ 24 જાન્યુઆરીએ અમેરિકા પહોંચ્યા અને 11 દિવસમાં જ ભારત પરત આવ્યા.
બુધવારે અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરવામાં આવેલા ભારતીયોમાં પંજાબના ગુરુદાસપુરના જસપાલસિંહ પણ એક છે.
તેમના જણાવ્યા પ્રમાણે 2022માં મુલાકાતી વિઝા પર તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાંથી 2024માં તેમણે એજન્ટનો સંપર્ક કર્યો અને અમેરિકા ગયા.
પણ છ મહિનાના પ્રવાસ બાદ જ્યારે તેઓ અમેરિકા પહોંચ્યા.
તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા,હાથકડી પહેરાવી, ચેનથી બાંધી અને પજાંબ પાછા મોકલી દેવામાં આવ્યા.
જુઓ, તેમની જેમ જ અમેરિકામાં સપનાં લઈને પહોંચેલા અને ડિપૉર્ટ કરાયેલા ભારતીયોની આપવીતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



