ઊંબાડિયું : શિયાળામાં ખવાતી આ લોકપ્રિય વાનગી કઈ રીતે તૈયાર થાય છે?
ઊંબાડિયું : શિયાળામાં ખવાતી આ લોકપ્રિય વાનગી કઈ રીતે તૈયાર થાય છે?

દક્ષિણ ગુજરાતમાં છાણાંની ભઠ્ઠીમાં શિયાળાની ખાસ વાનગી ઊંબાડિયું બને છે. અનેક પ્રકારના મસાલા, રતાળુ, બટાટા, કંદ, વાલોળ પાપડી, રીંગણ સહિતનાં વિવિધ શાકભાજીને માટલામાં ભરીને ઊંબાડિયું રાંધવામાં આવે છે.
શિયાળામાં સુરતના હાઈવે પર પસાર થતાં રોડ સાઇડે લાઇવ ઊંબાડિયું જમાડતી હોટલ કે દેશી વ્યવસ્થાઓ ઠેરઠેર જોવા મળે છે.
સોશિયલ મીડિયાના જમાનામાં ઊંબાડિયું એટલી બધી જાણીતી વાનગી બની ગઈ છે કે ઊંબાડિયું ખાનારાઓની આવા સ્ટૉલ પર લાઈનો લાગે છે.
ટીવી સિરિયલોમાં પણ ઊંબાડિયું ચમકી રહ્યું છે.
કેવી રીતે બને છે ઊંબાડિયું, જુઓ આ અહેવાલ...





