ગુજરાતમાં આગામી બે દિવસ હવામાન પલટાશે, કસોમસી વરસાદની કોઈ આગાહી છે ખરી?
ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આગામી બે દિવસમાં કેટલાંક સ્થળોએ હવામાનમાં ફેરફાર થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
આ સમય દરમિયાન પવનની ગતિ પણ કેટલાક વિસ્તારોમાં વધી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને 22 અને 23 જાન્યુઆરીથી પવનની ગતિમાં ફેરફાર થઈ શકે છે.
હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને તેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જેની અસર ગુજરાતમાં પણ પડી શકે છે.
જોકે ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે. ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી હાલ નથી.
કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અથવા વાદળો ઘેરાઈ શકે છે.
નોંધનીય છે કે પાછલા અમુક દિવસો દરમિયાન રાજ્યમાં શીતલહેર જેવી સ્થિતિ જોવા મળી હતી. તેમજ આગામી થોડા દિવસો સુધી આ શીતલહેર ચાલુ રહેવાનો અંદાજ હતો. જોકે હાલમાં ગુજરાતમાં પડતી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.
તો હવે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં કેવા ફેરફાર થશે? માવઠા અંગે હવે કોઈ આગાહી છે ખરી?
તેમજ આ વીડિયોમાં આગામી સમયમાં ઠંડી વધશે કે ઘટશે તેની પણ વાત કરીશું.
જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



