ઇઝરાયલની સેના સાથે ગાઝા પહોંચીને બીબીસી પત્રકારે શું જોયું?
બીબીસી સંવાદદાતા જેરેમી બ્રાઉનને એ શરતે ઇઝરાયલની સેના સાથે જવાની પરવાનગી મળી કે અમે વિસ્તારનું નામ છૂપૂ રાખીશું.
ગાઝાની સીમાઓ પર લાગેલી ફેન્સ વચ્ચેથી પસાર થઈને અમે જ્યારે ગાઝા પહોંચ્યા ત્યારે વીડિયો શૂટીંગ શરૂ થયું. જોકે તેમની સેનાની ખરાઈ કરાવવા અમે જે કંઈપણ બોલીએ તે સ્ક્રીપ્ટ અમારે આપવાની હતી. અમે હથિયારો સાથે સજ્જ વાહનોની પાછળ પાછળ ચાલતા એક બંજર જગ્યાએ પહોંચ્યા. એક મહિના સુધી થયેલા હવાઈ હુમલાઓ, અઠવાડિયાઓથી ચાલતા ટૅન્કોના હુમલાઓ બાદ અહીંયા મેં જે પણ ઇમારત જોઈ તે તમામ ખંડેર થઈ ગયેલી.
તેઓ ઇચ્છતા હતા કે અમે દર્શકોને થકી હમાસના હથિયારોની ફૅક્ટરી દેખાડીએ, જે આ કંઈક વિચિત્ર ઇમારત જેવું દેખાય છે.
ઇઝરાયલના એક સૈનિક જણાવે છે, "તે હથિયારો દરિયા અને જમીન મારફતે અમારા પર હુમલા માટે આવવાના હતા."
ઇઝરાયલના સૈનિકોએ જણાવ્યુ કે તેમણે બૉમ્બ ફેંકવા આ વર્કશોપમાં બનાવેલા ડ્રોનનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે સાતમી ઑક્ટોબરનો હુમલો આવી જગ્યાઓ પર ઘડાયો હતો. પરંતુ આની ઉપર એક ફ્લેટમાં પરિવાર રહેતો હતો. સૈનિકે કહ્યું કે એવા ઘણા પુરાવાઓ છે જેનાથી ખ્યાલ પડે છે કે હમાસે કવચ તરીકે નાગરિકોનો ઉપયોગ કર્યો. બાળકો રહેતા હોય તેવા ઓરડાઓની નીચે બૉમ્બ બનાવ્યા. અધિકારીએ કહ્યું કે નાગરિકોના મૃત્યુ માટે હમાસ જવાબદાર છે, નહીં કે ઇઝરાયલ.
ઇઝરાયલના અન્ય એક સૈનિક કહે છે, "અમે ઇન્ટલિજન્સ જાણીએ છીએ, અમને ખબર છે અમે શેના પર હુમલો કર્યો. અમે અમારા ટાર્ગેટને ઓળખીએ છીએ. અમારી પાસે તેમને નષ્ટ કરી દેવાના ઓર્ડર હોય છે. એવું નથી હોતું કે અમે સવારે જાગ્યા અને નક્કી કર્યું કે શહેરને તબાહ કરી નાખીએ. અમે માત્ર અને માત્ર દુશ્મનોને જ નિશાન બનાવ્યા છે. મારા બનતા તમામ પ્રયત્નો માત્ર દુશ્મનને નિશાન બનાવવાના હતા."
ગાઝાની તબાહી જોતા કહી શકાય કે દુશ્મનો બધે જ હતા.
ઇઝરાયલના વડાપ્રધાને વચન આપતા કહ્યું હતું કે તેઓ હમાસ પાસેથી પ્રખર બદલો લેશે. પરંતુ આટલા બધા તોપગોળા છોડ્યા બાદ એક સવાલ ઊભો થાય કે શું ઇઝરાયલ જો બાઇડનની દુશ્મનીમાં અંધ ન થઈ જવાની સલાહને અવગણે છે?
એ સલાહ જેમાં કહેવાયું હતું કે પોતાની રક્ષા તો કરવી સાથે સાથે પેલેસ્ટિનિયન નાગરિકોની પણ.




