અમેરિકા વિદ્યાર્થીઓમાં ખાસ લોકપ્રિય નહોતું ત્યારે ડૉ. આંબેડકર ત્યાં ભણવા કેમ ગયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાબાસાહેબ આંબેડકર, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પરિનિર્વાણ

ઇમેજ સ્રોત, Vijay Surwade's collection, courtesy Navayana

ઇમેજ કૅપ્શન, બંધારણની મુસદ્દા સમિતિના સભ્યો સાથે બેઠેલા (વચ્ચે) ડૉ. આંબેડકર (ઑગસ્ટ 1947)
    • લેેખક, અદિતિ નારાયણી પાસવાન, આસિસ્ટન્ટ પ્રોફેસર, દિલ્હી યુનિવર્સિટી, નિખિલ અદ્સુલે, પીએચ.ડી વિદ્યાર્થી, આઇઆઇટી દિલ્હી
    • પદ, દિલ્હી

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એક એવું વ્યક્તિત્વ છે, જેને આજેય સંપૂર્ણપણે સમજવાનું બાકી છે.

જો ભારતની અવધારણા અને તેના પાયાને સમજવાો હોય તો તેન માટે ઓળખના આધારે કરાતી નારાબાજીને જોવા કરતાં આપણે ડૉક્ટર આંબેડકરનાં કામોને જાણીએ એ જરૂરી છે.

ડૉક્ટર આંબેડકરે ક્યારેય સામ્રાજ્યવાદી વ્યવસ્થાને પોતાના વિચાર, શૈક્ષણિક કારકિર્દી કે સામાજિક-રાજકીય આંદોલનોનું કેન્દ્ર ન માન્યું. તેમણે જાતિ વ્યવસ્થા અંગે પોતાના વિચાર રજૂ કરતા વંશ અને કુળ સાથે સંકળાયેલા સિદ્ધાંતોને કઠોર રીતે ખારિજ કર્યા.

તેમના સમયમાં વિદ્યાર્થીઓ માટે અમેરિકાને શિક્ષણ માટે પંસદ કરવું એ અસામન્ય બાબત હતી.

તેમ છતાં ડૉક્ટર આંબેડકરે પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતમાં જ અમેરિકાને પસંદ કર્યું, જેથી બ્રિટિશ સામ્રાજ્યવાદી શિક્ષણપ્રણાલીથી અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે.

તેમને લાગતું હતું કે બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થામાં ધર્મશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રની અસર છે અને એ સામ્રાજ્યવાદી રીતો વડે જ્ઞાનનો પ્રસાર કરે છે.

જાતિ વંશ આધારિત છે કે લિંગ આધારિત?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાબાસાહેબ આંબેડકર, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પરિનિર્વાણ

ઇમેજ સ્રોત, Dhananjay Keer

ડૉક્ટર આંબેડકરે જાતિ વ્યવસ્થા અને તેની રોજિંદી સામાજિક અસરને આજીવન અનુભવી હતી. 1913થી 1916 સુધી જ્યારે તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી રહ્યા હતા, ત્યારે ત્યાં જૉન ડ્યૂઈ, ફ્રાંઝ બોઆસ, જેમ્સ શૉટવેલ અને એડવિન સેલિગમૅન જેવા બુદ્ધિજીવી મોજૂદ હતા.

આ પરિસ્થિતિમાં તેમણે જાતિ વ્યવસ્થાનાં વિચાર અને પ્રથાઓ પર એક રચનાત્મક અને ટીકાત્મક દૃષ્ટિકોણ વિકસિત કર્યો. કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવાસ દરમિયાન તેમને ત્યાંથી લગભગ એક માઇલ દૂર હાર્લેમને સમજવાની તક મળી, જેનાથી વંશીય બાબતો અંગે તેમની સમજ વિકસિત થઈ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ જ કારણે ડૉક્ટર આંબેડકરે જાતિ વ્યવસ્થાને સામ્રાજ્યવાદ અને વંશીય દૃષ્ટિકોણથી જોવાની વાતને ખારિજ કરી દીધી. તેમણે પોતાના પ્રથમ સંશોધન પત્ર 'ભારતમાં જાતિઓ'માં હર્બર્ટ રિસ્લેના સામ્રાજ્યવાદી વિચારોને નકાર્યા, જે જાતિને વિકાસવાદ અને પ્રજનનશાસ્ત્ર (યુજેનિક્સ) સાથે જોડતો હતો.

આટલું જ નહીં સેનાર્ટ, નેસફીલ્ડ અને ભારતીય સમાજશાસ્ત્રી એસવી કેતકરના જાતિ સંબંધી સિદ્ધાંતોને પણ નકારી કાઢ્યા. તેના સ્થાને તેમણે જાતિ વ્યવસ્થાને લૈંગિક અને સાસ્કૃતિક-માનસિક દૃષ્ટિકોણથી સમજી.

સમાજશાસ્ત્ર ગેબ્રિયલ ટાર્ડેના 'અનુકરણના નિયમ' આધારે તેમણે જણાવ્યું કે જાતિ વ્યવસ્થાનાં મૂળ એંડોગેમી (માત્ર પોતાની જ જાતિમાં લગ્ન) છે, જે મહિલાઓના શરીર પર મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક નિયંત્રણ મારફતે કામ કરે છે.

પોતાની વ્યવહારિક અર્થશાસ્ત્રની સમજને કારણે તેમણે આ બાબતને સમજાવવા માટે પુરુષ અને મહિલાના શ્રમથી ઉત્પન્ન ઉત્પાદનોનો આશરો લીધો.

મહિલાઓને કેન્દ્રમાં મૂકીને જાતિ વ્યવસ્થાને સમજવી એ એ સમયે એક ક્રાંતિકારી વિચાર હતો, જેણે જાતિને વંશીય આધારે જોવાના વિચારને પડકાર્યો હતો.

આ પ્રકારે ડૉક્ટર આંબેડકરે સામ્રાજ્યવાદ, પુરષપ્રધાન અને વિક્ટોરિયન નૈતિકતા પર આધારિત જાતિ વ્યવસ્થાને પડકારી અને 'નિષ્ક્રિય મહિલા'ની ધારણાને તોડતાં મહિલાઓને પોતાનો અવાજ ઉઠાવવાનો આધાર આપ્યો.

જાતિને ભારતીય દૃષ્ટિકોણથી સમજવી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાબાસાહેબ આંબેડકર, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પરિનિર્વાણ

ઇમેજ સ્રોત, POPULAR PRAKASHAN

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર આંબેડકરે જાતિને સમજવા માટે મનોવિજ્ઞાનની ભૂમિકાને મહત્ત્વ આપ્યું

ડૉક્ટર આંબેડકરના લૈંગિક વિચારોને જ્યારે આપણે તેનાં મનોવૈજ્ઞાનિક પરિમાણોને જોઈએ ત્યારે તેને વધુ ઊંડાણપૂર્વક સમજી શકાય છે.

આ વિચાર સંક્ષિપ્તમાં, પરંતુ વધુ સ્પષ્ટતા સાથે તેમના અન્ય લેખનકાર્યમાં પણ મળે છે, જેમ કે, 'જાતિનો વિનાશ' (Annihilation of Caste - 1936), 'શૂદ્ર કોણ હતા?' (Who Were the Shudras?- 1946) અને 'અસ્પૃશ્ય કોણ હતા અને એ અસ્પૃશ્ય કેમ બન્યા?' (The Untouchables - Who Were They and Why They Became Untouchables? 1948).

'જાતિનો વિનાશ'માં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે જાતિને વંશ સાથે જોડવી એ 'તથ્યોનું વિકૃતિકરણ' છે અને 'જાતિ વ્યવસ્થા વંશીય વિભાજન નથી કરતી.'

આ લેખમાં તેમના શિક્ષક જૉન ડ્યૂઈના વિચારોની ઝલક દેખાય છે. પ્રોપેસર સ્કૉટ અને સ્ટ્રાઉડે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે ડૉક્ટર આંબેડકરે ડ્યૂઈથી બૌદ્ધિક પ્રેરણા લીધી.

વ્યવાહરવાદના પ્રમુખ વિચારક ડૉક્ટર આંબેડકર વ્યક્તિ સ્વાતંત્ર્ય, સામાજિક અનુભવ અને શિક્ષણ સાથે પ્રેરિત હતા, જેને તેઓ મનોવિજ્ઞાનને સમજવા અને સામાજિક બદલાવ લાવવાની પૂંજી માનતા હતા.

તેથી ડૉક્ટર આંબેડકરે મનોવિજ્ઞાનની ભૂમિકાને મહત્ત્વ દીધું અને તેમણે કહેલી વાતો પ્રસિદ્ધ પણ છે - 'જાતિ એક ધારણા છે; એ મનની અવસ્થા છે.'

પોતાના એક ગુરુ, મહાત્મા જ્યોતિબા ફૂલેને સમર્પિત પોતાના પુસ્તક 'શૂદ્ર કોણ હતા?'માં ડૉક્ટર આંબેડકરે સાંસ્કૃતિક સંઘર્ષને ઐતિહાસિક દૃષ્ટિકોણથી સમજાવ્યો.

તેમણે કહ્યું કે જાતિની વંશીય ઉત્પત્તિનો દાવો વૈજ્ઞાનિક શોધો અને તપાસોને ખરાબ કરવા માટેનો છે. તેને વંશીય આક્રમણની થિયરીને યોગ્ય ઠેરવવા અને સામ્રાજ્યવાદનું માળખું જાળવી રાખવા માટે ઉપયોગમાં લેવાય છે.

મહિલાઓ અંગે જૂની ધારણાઓને તોડી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બાબાસાહેબ આંબેડકર, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પરિનિર્વાણ

ઇમેજ સ્રોત, Vijay Surwade's collection, courtesy Navayana

ઇમેજ કૅપ્શન, 1942માં પોતાના જન્મદિવસના અવસરે મુંબઈના પોતાના નિવાસ્થાને સમાજસેવી મહિલા કાર્યકરો સાથે ડૉ. આંબેડકર

'અસ્પૃશ્ય કોણ હતા અને તેઓ અસ્પૃશ્ય કેમ બન્યા?'માં તેમણે જણાવ્યું કે જાતિ વ્યવસ્થાનું એક પાસું અસ્પૃશ્યતા, મનોવૈજ્ઞાનિક અને વ્યવસ્થાગત ગુલામી છે. તેમાં સચેતપણે જાતિની તાકતનો ઉપયોગ કરીને જાતિગત ગુલામીને અચેતન સ્વરૂપે જાળવી રખાઈ.

ડ્યૂઈના શિક્ષણ પર ભાર મૂકવાની સમજનો ઉપયોગ કરતા, આંબેડકરે સમજાવ્યું કે સામ્રાજ્યવાદ શિક્ષણપ્રણાલીએ જાતિગત માન્યતાઓને નવા સ્વરૂપ અને ભાષામાં મજૂબત કરી,જેથી લોકોનાં મન ગુલામીવાળા વિચારોમાં બંધાયેલાં રહે.

એક સ્પષ્ટવક્તા વ્યવહારવાદી ડૉક્ટર આંબેડકરના મનમાં આ અન્યાયોનો વિરોધ કરવાનો દૃઢ સંકલ્પ હતો, પછી ભલે એ લૈંગિક સ્તરે હોય, મનોવૈજ્ઞાનિક સ્તરે હોય કે સાંસ્કૃતિક સ્તરે.

સામ્રાજ્યવાદી શાસનના સમયગાળામાં જ તેમણે પોતાના વિચાર વિકસિત કર્યા. તેમણે ક્યારેક ક્યારેક સામ્રાજ્યવાદી વ્યવસ્થાની રીતે અને જ્ઞાનપ્રણાલીનો વ્યૂહરચનાત્મક ઢબે ઉપયોગ પણ કર્યો.

સાથે જ અંગ્રેજી ભાષાની સમજને અત્યંત સમજીવિચારીને અપનાવી, જેથી લોકોને શિક્ષિત કરી શકે અને સામ્રાજ્યવાદી શાસન વિરુદ્ધ સંગઠિત કરીને આંદોલિત કરી શકે.

તેમનાં સામાજિક આંદોલન મહિલાઓની પુરાણી ધારણાઓને તોડવા અને એ બાદ તેના પુનર્નિર્માણ પર કેન્દ્રિત હતાં.

આ તેમનાં મહિલાઓને અપાયેલાં વિશેષ ભાષણોમાં જોવા મળે છે, ખાસ કરીને મરાઠીમાં, જએથી તેમના વિચાર સીધા મહિલાઓ સુધી પહોંચી શકે.

તેમણે શિક્ષણ પર ભાર મૂક્યો, કારણ કે શિક્ષણ જ શક્તિ છે, જે મગજને સ્વતંત્ર બનાવી શકે છે અને લોકોને એ સમજવામાં મદદ કરી શકે છે કે સમાજમાં કઈ વ્યવસ્થાઓ અને વિચારધારાઓ કામ કરી રહી છે.

જીવનના અંતમાં,તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેમના વિચારોમાં હંમેશાં ભાઈચારા પર આધારિત વિચાર અને લોકશાહીને જીવવાની રીત સામેલ હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન