ગોલ્ડન વિઝા : રોકાણકાર તરીકે વિદેશની નાગરિકતા કઈ રીતે લઈ શકાય?

વીડિયો કૅપ્શન, Golden Visa Update : શા માટે આ વિઝા બંધ થઈ રહ્યા છે, ગોલ્ડન વિઝાધારકોથી શું ખતરો છે?

ગોલ્ડન વિઝા શું છે જેની પાછળ લોકો રૂપિયા ખર્ચે છે અને વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવા તૈયાર થઈ જાય છે. ઑસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા બંધ કરી દીધા છે, આ પહેલા વર્ષ 2022માં બ્રિટન પણ તેને બંધ કરી ચૂક્યું છે અને અન્ય દેશો પણ તેને બંધ કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ ગોલ્ડન વિઝા છે શું ચાલો જાણીએ બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વીડિયોમાં.

ગોલ્ડન વિઝા એક પ્રકારનો ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ છે.

જે કોઈ રોકાણકારને કોઈ દેશમાં ભારે રોકાણ કરીને પોતાના પરિવાર સાથે નાગરિકતા મેળવવાનો રસ્તો છે.

ગોલ્ડન વિઝા અંતર્ગત વ્યક્તિને ઘણા બધા ફાયદા મળે છે અને અમુક નિયત સમય પૂરતી ભારે ટેક્સ છૂટ પણ મળે છે.

આ વિઝા મેળવવામાં લગભગ 12 મહિનાના જેટલો સમય લાગી શકે છે.

ઑસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા બંધ કર્યા અને તેના બદલે સ્કીલ્ડ વર્કસ વિઝા શરુ કર્યા.

વધુ માહિતી, જેવી કે તેને અંતર્ગત કેવી સુવિધા મળી શકે છે, ઑસ્ટ્રેલિયાએ કેમ ગોલ્ડન વિઝા બંધ કર્યા અને સ્કીલ્ડ વર્કસ વિઝા શું છે માટે આ વિડિઓ જોવો.?

વિઝા

ઇમેજ સ્રોત, GETTY IMAGES