પ્રિન્સેસ ઑફ વૅલ્સ કૅટ મિડલ્ટનને કૅન્સર, પ્રારંભિક સ્ટેજની સારવાર ચાલુ

ઇમેજ સ્રોત, BBC STUDIO
પ્રિન્સેસ ઑફ વૅલ્સ કૅટ મિડલ્ટનના કહેવા પ્રમાણે, તેમને કૅન્સર થયું છે તથા આના વિશે માહિતી મળતાં, તેઓ પોતાનો પ્રારંભિક ઇલાજ કરાવી રહ્યાં છે.
વીડિયો નિવેદન બહાર પાડીને તેમણે કહ્યું, "અવિશ્વસનીય રીતે કેટલાક આકરા મહિના" બાદ આ સમાચાર તેમના માટે "ખૂબ મોટા આંચકા" સમાન હતા.
જોકે તેમણે વીડિયોમાં સકારાત્મક સંદેશ આપતાં કહ્યું, "હું સ્વસ્થ છું અને દિવસે-દિવસે મજબૂત બની રહી છું."
પ્રિન્સેસ ઑફ વૅલ્સના કૅન્સર વિશે વધુ માહિતી આપવામાં નથી આવી. જોકે, કૅન્સિંગ્ટન પૅલેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રિન્સેસ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે.
પ્રિન્સેસ ઑફ વૅલ્સે શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પ્રિન્સેસ ઑફ વૅલ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો સંદેશમાં જણાવવામાં આવ્યું કે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમના પેટની સર્જરી થઈ હતી. એ સમયે તેમને જાણ નહોતી કે તેમને કૅન્સર થયું છે.
પ્રિન્સેસે કહ્યું, "પરંતુ ઑપરેશન પછી હાથ ધરવામાં આવેલા ટેસ્ટ્સમાં માલૂમ પડ્યું કે મને કૅન્સર થયું છે. આથી મારી મેડિકલ ટીમે મને સલાહ આપી કે મારે પ્રિવૅન્ટિવ કીમોથૅરપીનો કોર્સ કરવો જોઈએ. હું પ્રથમ તબક્કાની સારવાર લઈ રહી છું."
ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતભાગમાં તેમની કીમોથૅરપી શરૂ કરવામાં આવી હતી. કૅન્સિંગ્ટન પૅલેસનું કહેવું છે કે તેઓ હાલ તુરંત અંગત પ્રકારની કોઈ તબીબી માહિતી સાર્વજનિક નહીં કરે. તે એ પણ નહીં જણાવે કે કૅટને કયા પ્રકારનું કૅન્સર છે.
42 વર્ષીય પ્રિન્સેસનું કહેવું છે તેઓ તમામ કૅન્સરગ્રસ્તો વિશે વિચારે છે. તેમણે ઉમેર્યું, "આ બીમારીનો કોઈ પણ સ્વરૂપે સામનો કરી રહેલા તમામ લોકોને કહેવા માગું છું કે મહેરબાની કરીને આશા ન ગુમાવશો. તમે એકલા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિન્સેસ કહ્યું કે જાન્યુઆરી મહિનામાં થયેલી સર્જરીમાંથી બહાર આવતાં તેમને થોડો સમય લાગ્યો, પરંતુ હવે તેમની પ્રાથમિકતા પરિવારને વિશ્વાસ અપાવવાની છે. જાન્યુઆરી મહિનામાં પ્રિન્સેસ ઉપર થયેલી સર્જરી વિશે વધુ માહિતી આપવામાં નથી આવી.
કેટે કહ્યું, "વિલિયમ અને હું પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યાં છીએ કે અમારા યુવા પરિવારને ખાતર અમે અંગત રીતે આ સ્થિતિને પહોંચી વળીએ."
તેમણે ઉમેર્યું, "જ્યોર્જ, શાર્લેટ અને લુઈને યોગ્ય રીતે આ બધું સમજાવવામાં સમય લાગ્યો કે બધું સામાન્ય થઈ જશે અને હું સ્વસ્થ થઈ જઈશ."
કૅટે કહ્યું કે તેમના પરિવારને "થોડા સમય અને નિજતાની" જરૂર છે.
કિંગ અને ક્વીનને માહિતી અપાઈ

ઇમેજ સ્રોત, PETER NICHOLLS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે આ માહિતી સાર્વજનિક કરવામાં આવી એ પહેલાં કિંગ અને ક્વીનને પ્રિન્સેસની બીમારી વિશે માહિતી આપવામાં આવી હતી. કિંગ ચાર્લ્સને પણ કૅન્સર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
થોડા સમય માટે યુકેની ક્લિનિક પ્રાઇવેટ હૉસ્પિટલમાં કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઑફ વૅલ્સનો એકસાથે ઇલાજ થયો હતો. પ્રિન્સેસે તેમના પેટની સર્જરી અહીં જ કરાવી હતી. કિંગને તેમના વધેલા પ્રૉસ્ટેટની "સારવાર માટે" અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
બકિંઘમ પૅલેસના પ્રવક્તાના કહેવા પ્રમાણે, કિંગ ચાર્લ્સે કહ્યું છે કે, "જે રીતે કૅથરીને સામે આવીને આ મુદ્દે વાત કરવાની હિંમત દાખવી છે, એના માટે તેમને કૅથરીન પર ગર્વ છે."
તેમનું કહેવું છે કે હૉસ્પિટલમાં અમુક સમય પસાર કર્યા બાદ "છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી તેઓ પોતાનાં પુત્રવધૂ પ્રિન્સેસ વૅલ્સ સાથે ગાઢ સંપર્કમાં છે."
પ્રિન્સ હૅરી અને મેગને પણ પ્રિન્સેસ ઑફ વૅલ્સને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે, કૅટ તથા તેમના પરિવારને માટે સારા આરોગ્યની તથા તેમના સાજા થવા માટેની કામના કરીએ છીએ. અને અમને આશા છે કે તેઓ નિજતાપૂર્વક અને શાંતિથી આમ કરી શકશે."












