‘મેડ ઇન હેવન’ સિરીઝમાં દલિત છોકરીના લગ્નવાળા એપિસોડને લઈને વિવાદ કેમ થયો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NEERAJ.GHAYWAN/INSTAGRAM

ઍમેઝોન પ્રાઇમ પર વેબ સીરિઝ 'મેડ ઇન હેવન' હાલ ખૂબ ચર્ચામાં છે. આ દિલ્હી-એનસીઆરના વિભિન્ન હાઇફાઇ વેડિંગ પ્લાનરોની કહાણી છે. દરેક એપિસોડમાં એક નવાં યુગલનાં લગ્નની કહાણી બતાવાઈ છે.

આ વર્ષે આવેલી બીજી સિઝનના સાત એપિસોડમાંથી પાંચમા એપિસોડની સૌથી વધારે ચર્ચા થતી જોવા મળી રહી છે. નીરજ ઘેવાન દ્વારા નિર્દેશિત આ એપિસોડમાં એક દલિત છોકરીનાં પંજાબી છોકરા સાથે લગ્ન બતાવાયાં છે.

તેમાં રાધિકા આપ્ટેએ એક દલિત છોકરી પલ્લવી મેનકેનું પાત્ર ભજવ્યું છ, જેને બૌદ્ધ રીતિ-રિવાજો અનુસાર પોતાનાં લગ્ન કરાવવા માટે પોતાના ભાવિ સાસરિયાં સાથે ઝઘડવું પડે છે.

ગ્રે લાઇન

વખાણ અને વિવાદ પણ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prakash Ambedkar/X

ઘણા લોકો આ એપિસોડને પ્રથમ વખત કોઈ દલિત બૌદ્ધ વિવાહને મુખ્ય પ્રવાહના માધ્યમ થકી બતાવવાનો શ્રેય આપી રહ્યા છે. 'વંચિત બહુજન અઘાડી'ના નેતા પ્રકાશ આંબેડકર પણ ખુદ આ એપિસોડની સરાહના કરી ચૂક્યા છે. પરંતુ હવે આ એપિસોડને લઈને વિવાદ પણ થયો છે.

આ એપિસોડમાં પલ્લવી મેનકેનું પાત્ર ઉચ્ચ શિક્ષિત છે, તેઓ અમેરિકામાં પ્રોફેસર છે. આ એપિસોડની શરૂઆતમાં દલિત મહિલા સ્વરૂપે વિશ્વનો સામનો કરવા પોતાના સંઘર્ષને એક પુસ્તક માધ્યમે તેઓ રજૂ કરતાં હોય એવું બતાવાયું છે. પરંતુ હવે 'કમિંગ આઉટ એઝ અ દલિત' પુસ્તકનાં લેખિકા યાશિકા દત્તે કહ્યું છે કે રાધિકા આપ્ટે દ્વારા ભજવાયેલ પાત્ર તેમના જીવનથી પ્રેરિત છે, પરંતુ તેમને આનો કોઈ શ્રેય નથી અપાયો.

યાશિકા દત્તની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

ઇમેજ સ્રોત, YASHICADUTT

ઇમેજ કૅપ્શન, યાશિકા દત્તની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યાશિકા લખે છે કે, “નીરજ ઘેવન જેવા નિર્દેશકોના કારણે આજે બોલીવૂડમાં પણ ઘણાં દલિત પાત્રો પડદે જોવા મળી રહ્યાં છે, જે અગાઉ માત્ર દક્ષિણના સિનેમામાં જોવા મળતાં. ‘મેડ ઇન હેવન’નો પાંચમો એપિસોડ ખરેખર દલિત મહિલાઓ માટે એક મોટી જીત સમાન છે, જેઓ જાતિવાદી સમાજમાં રહે છે.”

“પાત્રો પૈકી એક તેમનાં દાદીની કહાણી જણાવે છે, જેઓ હાથથી શૌચાલય સાફ કરતાં. હું સ્ક્રીન પર મારી અસલ જિંદગીને સ્ક્રીન પર આ રીતે જોઈને અભિભૂત છું. એપિસોડમાં પલ્લવી મેનકે જે શબ્દો કહી રહી છે એ મારા હતા. પરંતુ મારું નામ તેમાં ક્યાંય નહોતું. તેથી આપણા બધા માટે આ સામૂહિક જીતની ક્ષણ સ્પષ્ટપણે એક નિરાશાજનક વળાંક પર આવી પહોંચે છે.”

“જે વિચારો મેં આખી જિંદગી મારા મનમાં સંઘરી રાખ્યા, જે મારું કામ છે, જેના માટે હું આજેય નફરતને પાત્ર છું, એ બધાનો મારી પરવાનગી વગર ઉપયોગ કરી લેવાયો.”

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

Instagram કન્ટેન્ટ પૂર્ણ

આ પહેલાં એપિસોડના નિર્દેશક નીરજ ઘેવાને મીડિયા પર થયેલી ચર્ચા અંગે ધ્યાન આપીને ઇન્સ્ટાગ્રામ મારફતે ઘણાને ધન્યવાદ કહ્યું.

તેમણે દલિત બૌદ્ધિકો, લેખક સૂરજ યેંગડે અને સુજાતા ગિલ્ડાને અભિનંદન પાઠવ્યાં. આ સિવાય તેમણે યાશિકા દત્તના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પલ્લવી મેનકેનું પાત્ર લખતી વખતે તેઓ આનાથી પ્રેરિત હતા.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RADHIKA APTE/FACEBOOK

હવે યાશિકા દત્તે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે એપિસોડ અને શો રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ક્રેડિટ આપવાને સ્થાને તેમને એપિસોડના પ્રોડક્શન દરમિયાન ક્રેડિટ આપવી જોઈતી હતી, જો આવું કરાયું હોત તો વધુ યોગ્ય રહ્યું હોત.

જોકે, હવે ઍમેઝોન પ્રાઇમ તરફથી શો ‘મેડ ઇન હેવન’નાં નિર્માતા ઝોયા અખ્તર, રીમા કાગતી, અલંકૃતા શ્રીવાસ્તવ અને નીરજ ઘેવાને એક નિવેદનમાં કહ્યું છે કે, “અમે સોશિયલ મીડિયાની ચર્ચાથી દુ:ખી છીએ. વેડિંગ પ્લાનર શોના કેન્દ્રમાં છે, અને એપિસોડમાં મુખ્ય પાત્ર પોતાની ઇચ્છા અનુસાર દલિત બૌદ્ધ વિવાહ કરાવવા માટે સંઘર્ષ કરતું દેખાય છે.”

“આ પૈકી કશુંય યાશિકા દત્તાના પુસ્તક ‘કમિંગ આઉટ એઝ અ દલિત’માંથી નથી લેવાયું. તેથી અમે દત્તનાં કામ અને વિચારોનો ઉપયોગ કર્યાના તમામ દાવા નકારીએ છીએ.”

ગ્રે લાઇન

મુસ્લિમ પાત્રોને લઈને વિવાદ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NEERAJ GHAYWAN

ઝોયા અખ્તર અને રીમા કાગતીના શો ‘મેડ ઇન હેવન’માં એક અન્ય એક મોટો વિવાદ એવી ફરિયાદ સાથે થઈ રહ્યો છે કે દરેક વખત શો કે ફિલ્મોમાં મુસ્લિમ પાત્રોને સારી રીતે નથી બતાવાતાં.

ફરિયાદ કરાઈ રહી છે કે શું ક્યારેય એવી મુસ્લિમ મહિલા પાત્ર નહીં હોય જેના પર અત્યાચાર ન થયો હોય? આ પ્રશ્ન દીયા મિર્ઝા દ્વારા ભજવાયેલા શહનાઝના પાત્ર વિશે હતો.

આ એપિસોડમાં, શહનાઝના પતિ લગ્નનાં ઘણાં વર્ષો બાદ બીજા નિકાહ કરવાનો નિર્ણય લે છે અને તેનાથી તેઓ સંપૂર્ણપણે ભાંગી પડે છે અને તેઓ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે.

આ પ્રશ્ન અંગે ઝોયા અખ્તરે આપેલા જવાબની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

ઝોયા અખ્તરે પોતાની પાછલી તમામ ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું, “લક બાય ચાન્સમાં ઝફર ખાન અને તનવીર. દિલ ધડકને દોમાં ફરાહ અલી, જિંદગી ન મિલેગી દોબારામાં ઇમરાન અને લૈલાની કહાણી. ગલી બૉયની કહાણી. મેડ ઇન હેવનમાં સરફરાઝ ખાન, લીલા શિરાજી, કબીર, ફૈઝા અને નવાબની કહાણી.”

બીબીસી ગુજરાતી

‘સંવેદનશીલ મુદ્દે ઉઠાવવા જરૂરી’

આ સીરિઝ જોયા બાદ બીબીસી સાથે વાત કરતાં જેએનયુના પ્રોફેસર હરીશ એસ. વાનખેડે કહે છે કે, “મને આ વેબ સિરીઝ ઘણી ગમી. આ લગ્ન અને રોમાન્સ પર આધારિત અત્યાર સુધી આવેલી પારંપરિક રજૂઆતો કરતાં ખૂબ અલગ છે. આ વેબ સીરિઝ સમલૈંગિક લગ્નો, વૃદ્ધ વિવાહ અને દલિત વિવાહ જેવા ઘણા વિષયો સાથે સંબંધિત છે.”

“જે વિષયો પર વધુ ચર્ચા નથી થતી. બીજી સિઝનમાં આ તમામ વિષયો ખૂબ સારી રીતે કવર થયા હોવાનું દેખાય છે. આ તમામ વિષય અત્યંત સંવેદનશીલ છે પરંતુ એ ખૂબ સુંદર રીતે કવર કરાયું છે. આ અત્યાર સુધી ઓટીટી પ્લૅટફૉર્મ પર આવેલા કન્ટેન્ટમાંથી સૌથી બૌદ્ધિક કન્ટેન્ટ છે. મને લાગે છે કે આને પ્રગતિશીલ કન્ટેન્ટ માની શકાય.”

રેડ લાઇન
રેડ લાઇન