મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન: નામ બદલવાના ટ્રૅન્ડ પાછળ રાજનીતિ છે કે બીજું કંઈક?

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું 'મુગલ ગાર્ડન' હવે 'અમૃત ઉદ્યાન'ના નામે ઓળખાશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું 'મુગલ ગાર્ડન' હવે 'અમૃત ઉદ્યાન'ના નામે ઓળખાશે.

આ વર્ષે જ્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રખ્યાત 'મુગલ ગાર્ડન'ની મુલાકાત લેવા જતા સહેલાણીઓ 31 જાન્યુઆરીથી ત્યાં પહોંચવાનું શરૂ કરશે ત્યારે તેમને આ નામ ક્યાંય દેખાશે નહીં.

શનિવારે માહિતી આપવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ ભવનના તમામ બગીચાઓનું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' રાખવામાં આવ્યું છે અને ત્યાંથી 'મુગલ ગાર્ડન'નું બોર્ડ પણ હટાવી દેવામાં આવ્યું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારથી 'અમૃત ઉદ્યાન'માં ઉદ્યાન ઉત્સવ 2023ના અવસર પર હાજર રહેશે. ઉદ્યાનને 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી લોકો માટે ખોલવામાં આવશે.

રાષ્ટ્રપતિના ડેપ્યુટી પ્રેસ સચિવ નવિકા ગુપ્તાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનના તમામ બગીચાઓ હવે 'અમૃત ઉદ્યાન' કહેવાશે.

કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે 'મુગલ ગાર્ડન'ની જગ્યાએ 'અમૃત ઉદ્યાન'નું બોર્ડ લગાવવાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે.

બીબીસી ગુજરાતી

અમૃત ઉદ્યાન વિશે જાણવા જેવું

રેડ લાઇન
  • રાષ્ટ્રપતિ ભવનનો આ બગીચો 1928-29માં બનાવવામાં આવ્યો હતો.
  • મુગલ ગાર્ડન દુનિયનાના તમામ લોકપ્રિય ફૂલોની સુંદરતા અને સુગંધથી સુશોભિત છે.
  • સામાન્ય રીતે માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ભવનમાં મુગલ ગાર્ડન બનાવવાનો આઇડિયા એડવિન લુટિયંસનો હતો.
  • જોકે ખરેખર આ વિચાર તે વખતે ઉદ્યાન વિભાગના નિદેશક વિલિયમ મુસ્ટોનો હતો. તેઓ નવી દિલ્હીના મુખ્ય આર્કિટેક્ટ એડવિન લુટિયંસ હેઠળ કામ કરતા હતા.
  • ગુલાબની અનેક જાત સિવાય ટ્યુલિપ, કુમુદની, જળકુંભી અને અન્ય મોસમી ફૂલો આ બગીચાની સુંદરતામાં વધારો કરે છે.
રેડ લાઇન

સોશિયલ મીડિયા પર ચર્ચા

મુગલ ગાર્ડન

કેટલાક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જૂના બોર્ડને બુલડોઝર પર મૂકીને લઈ જવામાં આવ્યા હતા. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી.

શનિવારે આ સમાચાર આવતા જ ભાજપના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર આ પગલાનું સ્વાગત કરવામાં આવ્યું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને તેને ગુલામીની માનસિકતામાંથી બહાર આવવાનો મોદી સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે.

તો ભાજપ નેતા કપિલ મિશ્રાએ એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું, "ગુલામીનું વધુ એક પ્રતીક ખતમ. મુગલ ગાર્ડન હવે નથી રહ્યો, હવે છે અમૃત ગાર્ડન."

બીબીસી ગુજરાતી

ક્યાં-કયાં નામ બદલવામાં આવ્યા

2015માં જ્યારે ઔરંગઝેબ રોડનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાને વિરોધ માર્ચ કાઢી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2015માં જ્યારે ઔરંગઝેબ રોડનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાને વિરોધ માર્ચ કાઢી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2014માં કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારથી ઘણા શહેરો, રસ્તાઓ અને સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. આ અંગે રાજનીતિ પણ થતી રહી છે.

હવે રાષ્ટ્રપતિ ભવનના 'મુગલ ગાર્ડન' નું નામ બદલી નાખવામાં આવ્યું છે, તેમાંથી નીકળતા 'રાજપથ'નું નામ ગયા વર્ષે બદલવામાં આવ્યું હતું.

મોદી સરકારે 2022માં ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન જતા 'રાજપથ'નું નામ બદલીને 'કર્તવ્યપથ' કરી દીધું હતું.

પહેલા તેનું નામ જ્યોર્જ પંચમના નામ પર 'કિંગ્સ વે' હતું, આઝાદી પછી તેનું નામ 'રાજપથ' રાખવામાં આવ્યું.

અગાઉ ઑગસ્ટ 2015માં દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે 'ઔરંગઝેબ રોડ'નું નામ બદલીને 'એપીજે અબ્દુલ કલામ રોડ' કર્યું હતું. જો કે આ રોડને સરદાર પટેલના નામ પર રાખવાની વિવિધ સ્તરે માંગ ઉઠતી રહી હતી.

ઔરંગઝેબનું અવસાન જ્યાં થયું હતું અને તેમની કબર પણ ત્યાં છે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ બદલવાની માગ કરવામાં આવી રહી છે.

એવો દાવો કરવામાં આવે છે કે ઔરંગાબાદનું નામ પણ ઔરંગઝેબે જ રાખ્યું હતું.

શિવસેના એંસીના દાયકાથી ઔરંગાબાદનું નામ બદલીને 'સંભાજીનગર' રાખવાની માગ કરી રહી છે અને ગયા વર્ષે પોતાની સરકારને બચાવવાના છેલ્લા પ્રયાસમાં, તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની કૅબિનેટે જૂન 2022માં તેનું નામ બદલવાનો આદેશ જારી કરી દીધો હતો.

પરંતુ ભાજપ ગઠબંધન સરકાર સત્તામાં આવતાની સાથે જ તેનું નામ ફરીથી બદલવાનો આદેશ આપ્યો હતો. આ વખતે તેણે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલીને 'છત્રપતિ સંભાજીનગર' અને 'ધારાશિવ' કરી દીધું.

બીબીસી ગુજરાતી

નામ બદલવા પાછળનું રાજકારણ

ઉત્તર પ્રદેશમાં મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન અને અલાહાબાદનું નામ પ્રયાગરાજ રાખી દેવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન અને અલાહાબાદનું નામ પ્રયાગરાજ રાખી દેવામાં આવ્યું છે.

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે નામ બદલવા પાછળનો 'ધ્રુવીકરણ ઈરાદો' નકારી શકાય તેમ નથી.

ઑક્ટોબર 2018માં ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પ્રખ્યાત શહેર 'અલાહાબાદ'નું નામ બદલીને 'પ્રયાગરાજ' કરવાનો આદેશ આપ્યો હતો.

ત્યારબાદ તરત જ ભાજપ શાસિત હિમાચલ પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે રાજ્યની રાજધાની શિમલાનું નામ બદલીને 'શ્યામલા' કરવાની માંગ કરી હતી, જેના પર તે સમયે ભારે હોબાળો મચ્યો હતો.

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ તેને 'ધ્રુવીકરણને પ્રોત્સાહન આપતું' ગણાવ્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું હતું, "એવું લાગે છે કે ચૂંટણીમાં જતા પહેલાં ભાજપમાં ક્યાંક આત્મવિશ્વાસની ખામી જોવા મળી રહી છે અને તે ધાર્મિક ધ્રુવીકરણ કરવા માગે છે."

રામદત્ત ત્રિપાઠીના અભિપ્રાય મુજબ, "તે (ભાજપ) ઇચ્છે છે કે આવા વિવાદો ઊભા થાય જેથી કરીને ચર્ચા હિંદુ-મુસ્લિમ સુધી મર્યાદિત રહે અને હાલના સળગતા મુદ્દાઓ - જેમ કે બેરોજગારી, મોંઘવારી અથવા કાયદો અને વ્યવસ્થાથી લોકોનું ધ્યાન ભટકાવી દેવાય."

વર્ષ 2018માં જ ચાર જૂને ઉત્તર પ્રદેશના 'મુગલસરાય' જંક્શનનું નામ બદલીને 'પંડિત દીન દયાલ' ઉપાધ્યાય જંકશન કરી દેવામાં આવ્યું.

આ અંગે માહિતી આપતાં તત્કાલીન રેલવેમંત્રી પીયૂષ ગોયલે ઉત્તર પ્રદેશ સરકારના નોટિફિકેશનની કૉપી ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, "... મને ખુશી છે કે આ જંકશન હવે અંત્યોદય જેવો મહાન વિચાર આપનાર પં. દીન દયાલ જીના નામથી ઓળખાશે.."

બીબીસી ગુજરાતી

નામ બદલવાનો જૂનો રિવાજ

વર્ષ 2018માં અકબર રોડનું નામ બદલીને મહારાણા પ્રતાપ રોડ કરવાની માંગ કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં અકબર રોડનું નામ બદલીને મહારાણા પ્રતાપ રોડ કરવાની માંગ કરવામાં આવી હતી.

દિલ્હીના અકબર રોડનું નામ બદલવાની માગ સતત થઈ રહી છે. આ રોડનું નામ બદલવા માગતા લોકો અહીં લગાવેલા સાઈન બોર્ડ પર પણ કાળો કલર ફેરવી ચૂક્યા છે.

નામ બદલવાની માગણી કરનારાઓ કહી રહ્યા છે કે અકબર રોડનું નામ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના નામ પર રાખવું જોઈએ, જેઓ થોડાં વર્ષો પહેલાં હેલિકૉપ્ટર અકસ્માતનો ભોગ બન્યા હતા.

દિલ્હી વિશે માહિતી ધરાવતા વરિષ્ઠ પત્રકાર વિવેક શુક્લાના જણાવ્યા અનુસાર, "દેશની આઝાદી બાદ રાજધાની દિલ્હીમાં સૌપ્રથમ અલબુકર્ક રોડનું નામ બદલવામાં આવ્યું હતું."

તેમના એક લેખમાં તેઓ સમજાવે છે, "અલબુકર્ક રોડના નામ બદલવાની સાથે શેરીઓના નામ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ તે ચાલતી જ રહી."

તેઓ એક રસપ્રદ વાત કહે છે, 'નવી દિલ્હીની સૌથી સુંદર ઇમારતોમાંની એક ડિઝાઇન કરનાર એડવિન લુટિયનના નામ પર કોઈ રોડ નથી. તે 10 રાજાજી માર્ગ પરના બંગલામાં રહેતા હતા.”

કૉપી: સંદીપ રાય

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી