બુમરાહની 'બૉલિંગ સ્ટાઇલ'ની ઑસ્ટ્રેલિયામાં ટીકા કેમ થઈ રહી છે, ઑસ્ટ્રેલિયાની ટીમ અવઢવમાં છે?

પર્થ ટેસ્ટમાં બુમરાહની બૉલિંગ સામે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ધરાશાયી થઈ ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પર્થ ટેસ્ટમાં બુમરાહની બૉલિંગ સામે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ધરાશાયી થઈ ગયા હતા

ક્રિકેટમાં જ્યારે ખેલાડીની પ્રતિભા સામે કોઈ ટકી ન શકતું હોય તો, પ્રતિસ્પર્ધી ટીમ ખેલાડીને માનસિક રીતે પછાડવાના પ્રયાસ કરે અથવા તેના જીતવાના દૃઢસંકલ્પને નિશાન બનાવે છે.

ઑસ્ટ્રેલિયાની ટીમ અને મીડિયા પણ આવું કરવા માટે જાણીતાં છે અને તેમની આ માટે ટીકા થતી આવી છે.

હાલ, ઑસ્ટ્રેલિયાનું મીડિયા અને કાઉન્ટી ક્રિકેટ રમતા ખેલાડીઓ જે ભારતીય ખેલાડીની ટીકા કરી રહ્યા છે એ છે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ.

ઑસ્ટ્રેલિયામાં ભારતના શાનદાર પ્રદર્શનમાં બુમરાહની ફાસ્ટ બૉલિંગનો મોટો ફાળો રહ્યો છે. બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ રમવા ગયેલી ઑસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમે પર્થમાં પ્રથમ ટેસ્ટ મૅચ 295 રનથી જીતી હતી.

બુમરાહે આ મૅચમાં આઠ વિકેટ લીધી હતી. બુમરાહ પર્થ ટેસ્ટ મૅચમાં કપ્તાન પણ હતા અને તેમની સામે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ધ્વસ્ત થઈ ગયા હતા.

ઑસ્ટ્રેલિયાના મીડિયામાં વિદેશી ખેલાડીઓની ટીકા

ટ્રેવિસ હેડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રેવિસ હેડે કહ્યું, 'મને ગર્વ છે કે મેં બુમરાહના બૉલનો સામનો કર્યો છે'

ઑસ્ટ્રેલિયાના મીડિયામાં વિદેશી ક્રિકેટરોની ટીકા થવી એ કોઈ નવી વાત નથી. સ્લેજિંગ માટે ઑસ્ટ્રેલિયન મીડિયામાં અનેક વખત વિદેશી ક્રિકેટરોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીથરન, ભારતના હરભજનસિંઘ, પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, શોએબ અખતર પણ સામેલ છે. જોકે ઑસ્ટ્રેલિયન બૉલર્સ દ્વારા સ્લેજિંગની ભારતીય અમ્પાયરોએ કરેલી ફરિયાદોના કિસ્સાઓ પ્રકાશમાં નથી આવ્યા.

ક્રિકેટજગતમાં ઑસ્ટ્રેલિયાના સ્ટાર બૉલરો માટે મનોવૈજ્ઞાનિક રીતે હુમલા કરવા એ સામાન્ય બાબત બની ગઈ છે.

આ વખતે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સારા પ્રદર્શન બાદ ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથે સિડની મૉર્નિંગ હેરાલ્ડ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "બુમરાહની બૉલિંગ રમવા લાયક નથી. બુમરાહની રનિંગ સ્ટાઇલ અને બૉલિંગ સ્ટાઇલ અલગ છે, અન્ય ખેલાડીઓ કરતાં જુદી છે. બુમરાહની બૉલિંગ તફાવતનું પ્રતીક છે."

બીજી તરફ ઑસ્ટ્રેલિયન ટીમના બૅટ્સમૅન ટ્રૅવિસ હેડે 'ડૉન' અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "બુમરાહ મેં અત્યાર સુધી જોયેલા શ્રેષ્ઠ બૉલરોમાંના એક છે. તેમની બૉલિંગ અને બૅટિંગનો સામનો કરવો એક પડકાર જેવું છે. મને મારા પૌત્રોને કહેતા ગર્વ થશે કે મેં બુમરાહની બૉલિંગ સામે બૅટિંગ કરી હતી."

ઑસ્ટ્રેલિયાની ચિંતા, પિંક બૉલ અને બુમરાહની બૉલિંગ

એવું લાગે છે કે પ્રથમ ટેસ્ટ મૅચમાં હોમગ્રાઉન્ડ પર કારમા પરાજય બાદ ઑસ્ટ્રેલિયન ટીમ હવે શુક્રવાર, 06 ડિસેમ્બરથી શરૂ થયેલી મૅચમાં બુમરાહની બૉલિંગ સામે નર્વસ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે પર્થની ઝડપી પિચ પર બુમરાહની બૉલિંગ સામે ધરાશાયી થયેલા ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડરના બૅટ્સમૅનો ઍડિલેડમાં ગુલાબી બૉલથી બુમરાહની બૉલિંગનો સામનો કેવી રીતે કરશે.

ટોચના ઑર્ડરની સ્થિતિ દયનીય છે

બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુમરાહની બૉલિંગની ટીકા થઈ રહી છે

છેલ્લી સાત ટેસ્ટ મૅચમાં ઘણા ફાસ્ટ બૉલરોએ ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડરને તોડી પાડ્યો છે. ખાસ કરીને, પાકિસ્તાનના અમર જમાલ, શાહીન શાહ આફ્રિદી, મીર હમઝા, અલસારી જોસેફ, શમર જોસેફ, મૅટ હૅનરી અને બેન સીઅર્સે છેલ્લી સાત ટેસ્ટની દરેક ઇનિંગ્સમાં ચાર કે તેથી વધુ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાના ટૉપ-ઑર્ડર બૅટ્સમૅનોને તોડી પાડ્યા છે. આ બતાવે છે કે ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડરના બૅટ્સમૅન કેટલા નબળા છે.

ફ્લિન્ટૉફની જેમ બુમરાહનો ડર

જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

2005માં ઇંગ્લૅન્ડના ઍન્ર્ડ્યુ ફ્લિન્ટૉફની બૉલિંગ ઑસ્ટ્રેલિયાના ઍડમ ગિલક્રિસ્ટ માટે ગંભીર સમસ્યા બની ગઈ હતી. 2005ના ઍશિઝ ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન, ફ્લિન્ટૉફે છ વખત ગિલક્રિસ્ટને આઉટ કર્યા હતા.

ગિલક્રિસ્ટ ફ્લિન્ટૉફની બૉલિંગનો સામનો નહોતા કરી શકતા. આ મુશ્કેલીના સમાધાન માટે તેમણે બૅટિંગ કોચ બૉબ મૅલમૅન પાસેથી ખાસ તાલીમ લીધી હતી અને 2007માં ઍશિઝ સિરીઝમાં ફરી આમનો-સામનો થયો. ઍશિઝ સિરીઝમાં ફ્લિન્ટૉફે ફરી ગિલક્રિસ્ટને આસાનીથી બોલ્ડ કર્યા હતા.

એ જ રીતે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં જસપ્રીત બુમરાહની બૉલિંગે સમગ્ર ઑસ્ટ્રેલિયન ટીમને હંફાવી દીધી હતી. સ્મિથ, લાબુશેન, ખ્વાજા અને માર્શ બધા જ બૅટ્સમૅન બુમરાહની બૉલનો સામનો કેવી રીતે કરવો તેની તૈયારી કરી રહ્યા છે.

બુમરાહ બૉલિંગથી કેમ ડરે છે?

ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો માટે બુમરાહની ડિલિવરીમાં સમસ્યા એ છે કે "બુમરાહ કયા બિંદુ પર પોતાના હાથમાંથી બૉલ છોડે છે". ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ એ વાતનો તાગ નથી મળવી શકતા કે "બુમરાહ ક્યારે અને કેવી રીતે બૉલ છોડે છે".

તેઓ અર્થ એ થયો કે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનોએ બુમરાહના તમામ બૉલ રમવા પડે છે. બુમરાહ દ્વારા ફેંકવામાં આવેલી ઓવરમાં કયો બૉલ આઉટસ્વિંગ, ઇનસ્વિંગ અને સ્ટમ્પ ટુ સ્ટમ્પ છે તે જાણવું મુશ્કેલ છે.

જસપ્રીત બુમરાહની બૉલિંગ વિશે પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન વસીમ અક્રમ કહે છે કે, "બુમરાહ બૉલિંગ કરતી વખતે બૉલ જે બિંદુ પર પોતાના હાથમાંથી છોડે છે એ બૅટ્સમૅનના પગ તરફ હોય છે. બુમરાહની સ્ટાઇલ એવી છે જેવી કોઈ અન્ય બૉલરની નથી, માટે કોઈ પણ બૅટ્સમૅન માટે તાગ મેળવીને બૅટિંગ કરવું મુશ્કેલ છે."

ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગે બાઉન્સર અને સ્વિંગને કારણે બૅટ્સમૅન બૉલ બૅટની બહારની કિનારી પર લાગવાથી આઉટ થાય છે.

બૅટ્સમૅન માટે પડકારો શું છે

બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

બુમરાહે પર્થમાં સ્ટમ્પ ટુ સ્ટમ્પ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બુમરાહની બૉલિંગમાં કયો બૉલ ઇન-સ્વિંગ અને આઉટ-સ્વિંગ છે તે નક્કી કરવું મુશ્કેલ હતું. બુમરાહની ડિલિવરી સ્પીડ અને બૅટ્સમૅનની નજીક તેનો રિલીઝ પૉઇન્ટ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો માટે મોટો પડકાર છે.

જેના કારણે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો માટે બુમરાહના બૉલ પર રમવું મુશ્કેલ બની જાય છે. બુમરાહના બૉલ પર રમવું ખતરનાક પણ છે કારણ કે બુમરાહની બૉલિંગમાં બૉલ રિલીઝ પૉઇન્ટ અસ્તવ્યસ્ત છે અને જો ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો છૂટ લઈને રમવાનો પ્રયત્ન કરશે તો તેઓ કૉલ-ગૅપમાં કૅચ થઈ જશે અને રનઆઉટ થઈ શકે છે.

પર્થમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમના પાંચ ખેલાડીઓ કૉલ-ઑફમાં કૅચ આઉટ થયા હતા. તેમાંથી 4 એલબીડબલ્યુ બુમરાહે લીધા હતા. બુમરાહના બૉલનો સામનો કરવામાં અસમર્થ લાબુશેને 52 બૉલ બગાડ્યા અને 2 રન ઉમેર્યા. લાબુશેન કયો બૉલ છોડવો અને કયો બૉલ રમવો તે અંગે મૂંઝવણમાં હતા.

વિશેષ તાલીમ

તેથી, ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનોને ઍડિલેડ ટેસ્ટમાં બુમરાહના બૉલનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. ક્રિકઇન્ફો વૅબસાઇટ અનુસાર ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનોને બૅટિંગ કન્સલ્ટન્ટ માઇક હસી, લચલાન સ્ટીવન્સ અને કોચ મૅકડોનાલ્ડ સલાહ આપી રહ્યા છે.

બુમરાહની બૉલિંગની ટીકા

દરમિયાન, ઑસ્ટ્રેલિયન કાઉન્ટીના ખેલાડીઓએ બુમરાહની બૉલિંગ શૈલીની ટીકા કરી હતા, તેમણે બુમરાહની બૉલિંગની આઈસીસી દ્વારા તપાસની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં અમ્પાયરની ટીકા પણ કરવામાં આવી હતી કે તેઓ, ભારતીય બોલર બૉલને ફેંકી રહ્યા છે એવું કહેવામાં ડરતા હતા.

આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "બુમરાહની બૉલિંગ ઍક્શન ગેરકાયદેસર છે, તેઓ આઈસીસીના નિયમોની વિરુદ્ધ તેમના કાંડાને લપેટી લે છે અને તેની તપાસ કરવાની જરૂર છે."

બુમરાહ પર પ્રથમ વખત આરોપ લાગ્યો

બુમરાહ પર પહેલી વખથ તેમની બૉલિંગને કારણે આરોપ લાગ્યા છે, આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સે તેમના સમર્થનમાં એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દસ વર્ષ પહેલાંની બુમરાહની બૉલિંગ અને તેમની હાલની બૉલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર "10-વર્ષની ચૅલેન્જ" લખીને પોસ્ટ કર્યો છે.

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર મોહમ્મદ હસનૈનને બૉલ ફેંકવા બદલ 2022માં ઑસ્ટ્રેલિયામાં બીપીએલ સિરીઝ 2022માંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

આઈસીસીના નિયમો શું કહે છે?

ઇંગ્લૅન્ડના પૂર્વ કોચ ઇયન બૉન્ડ સમજાવે છે કે બુમરાહની બૉલિંગ કેમ નિયમો વિરુદ્ધ નથી. તેઓ સમજાવે છે કે, બુમરાહનો હાથ કોણીથી લઈને કાંડા સુધી સીધો છે.

આઈસીસીના નિયમો અનુસાર, "બૉલરનો હાથ બૉલિંગ વખતે 15 ડિગ્રીથી વધુ વળેલો ન હોવો જોઈએ." આ પ્રમાણે તો બુમરાહનો હાથ આગળ વળેલો છે પણ તે 15 ડિગ્રીથી વધારે નથી વળતો. એટલે આઈસીસી બુમરાહની બૉલિંગને નિયમો વિરુદ્ધ નથી માનતું. મોહમ્મદ હસનૈને કહ્યું કે ICC નિયમોનું પાલન નથી થઈ રહ્યું.

બુમરાહના સમર્થનમાં ક્રેગ ચૅપલ

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ક્રેગ ચૅપલ બુમરાહના સમર્થનમાં આવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાના ધ સિડની મૉર્નિંગ હેરાલ્ડમાં ક્રેગ ચૅપલે એક લેખમાં લખ્યું કે, "સૌથી પહેલાં, બુમરાહની બૉલિંગની શૈલી વિશે મૂર્ખામીભરેલા પ્રશ્નો પૂછવાનું બંધ કરો. બુમરાહની બૉલિંગની શૈલી નિયમોની અંદર અનોખી છે. તેઓ ચૅમ્પિયન બૉલર છે."

ક્રેગે લખ્યું છે કે, "ઑસ્ટ્રેલિયન ટીમની બૉલિંગ કરતાં તેમની બૅટિંગ વધુ ચિંતાજનક છે અને બુમરાહની સચોટ બૉલિંગ અને શાર્પ આક્રમણથી ઑસ્ટ્રેલિયન ટીમ અસ્થિર થઈ ગઈ છે."

તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ટૉપ ઑર્ડરની બૅટિંગ ચિંતાનો વિષય છે અને તેણે વધારે ફેરફારો કર્યા વિના ઍડિલેડ ટેસ્ટ રમવી જોઈએ.

"લાબુશેન સાતત્યપૂર્ણ ફૉર્મમાં નથી. તેમણે છેલ્લી 16 ઇનિંગ્સમાં માત્ર 330 રન જ બનાવ્યા છે. જ્યારે પર્થ ટેસ્ટમાં લાબુશેને 52 બૉલમાં માત્ર બે જ રન બનાવ્યા હતા, ત્યારે તેમની બૅટિંગની નબળાઈ જોઈ શકાય છે. તેવી જ રીતે જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ રમી રહી છે, ત્યારે ઍડિલેડ ટેસ્ટમાં પસંદગીકારોને ખબર પડશે કે કોણ ખરાબ રમી રહ્યું છે."

ઑસ્ટ્રેલિયાની ટીમમાં મૂંઝવણ

ઍડવર્ડ કૅનેડી કહે છે કે - ઑસ્ટ્રેલિયા બુમરાહથી ડરે છે.
ઇમેજ કૅપ્શન, ઍડવર્ડ કૅનેડી કહે છે કે - ઑસ્ટ્રેલિયા બુમરાહથી ડરે છે.

બુમરાહની બૉલિંગ શૈલી અને ઑસ્ટ્રેલિયન મીડિયામાં તેમની ટીકા વિશે વાત કરતા ચેન્નાઈ એમઆરએફ ટીમના આસિસ્ટન્ટ કોચ ઍડવર્ડ કૅનેડીએ બીબીસી તમિલને કહ્યું કે, "શું બુમરાહની સ્ટાઇલમાં ખામી દસ વર્ષથી નહોતી કે અત્યારે તેની વાત થઈ રહી છે? આનાથી ઑસ્ટ્રેલિયન ટીમનો ડર છતો થાય છે. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ, પ્રશંસકો અને ટીકાકારોને એવા બૉલર્સની ટીકા કરવાની ટેવ છે જે સારી બૉલિંગ કરતા હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.