'અમારા બાળકોનું પેટ અહીંથી નભતું, હવે શું થશે?' નૂહમાં હિંસા બાદ જેમની દુકાનો પર બુલડોઝર ચલાવાયાં તે લોકો શું કહે છે

નૂહ

ઇમેજ સ્રોત, PARVEEN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, નૂહથી

દિલ્હી નજીક આવેલા હરિયાણાના હાઈટેક શહેર ગુરુગ્રામમાં ચહેલપહેલ છે. આગળ સોહના તરફ આગળ વધીએ તો રસ્તા સૂમસામ થઈ જાય. નૂહ પહોંચ્યા તો ત્યાં સન્નાટો પ્રસરેલો હતો. ઠેરઠેર આરપીએએફ અને પોલીસના જવાન તહેનાત દેખાય છે.

નૂહ બસ સ્ટૅન્ડની સામે બુલડોઝરનો અવાજ આ સન્નાટાને તોડી રહ્યો છે. અહીં અને આસપાસના વિસ્તારમાં સ્થાનિક તંત્રે રસ્તાના કિનારે બધી દુકાનોને તોડી પાડવામાં આવી હતી.

ટિન અને લોઢાના રૉડથી બનેલા ખોખાને તોડતી વખતે બુલડોઝરના ડ્રાઇવર અચકાય છે તો ત્યાં હાજર એક પોલીસકર્મી તેમને કહે છે, "આ બધી પથ્થરમારો કરનારાઓની દુકાનો છે, કોઈ પર પણ રહેમ કરવામાં નહીં આવે, આ ખોખાને ખતમ કરો."

બીબીસી ગુજરાતી

'કેમ આપવામાં આવી છે સજા'

ચમનલાલ

પાસેના જ એક ગામના રહેવાસી ચમનલાલ આંખોમાંથી આંસુ લઈને ચૂપચાપ પોતાની દુકાનને તૂટતા જોઈ રહ્યા છે.

બુલડોઝર આગળ વધ્યા બાદ ચમનલાલ પૂરી રીતે તૂટી ચૂકેલી પોતાની દુકાનમાં બચેલો સામાન સમેટવા લાગે છે.

ચમનલાલ કહે છે, "વ્યાજ પર દેવું લઈને આ દુકાન ખરીદી હતી. દસ લોકોનો પરિવાર આની પર નભતો હતો. અમે હવે રસ્તા પર આવી ગયા છીએ. આ તોફાનમાં અમારો શું વાંક હતો કે અમને સજા આપવામાં આવી."

નૂહના અધિકારીઓનું કહેવું છે કે માત્ર અવૈધ નિર્માણને તોડવામાં આવી રહ્યું છે.

નૂહના જિલ્લાધિકારી ધીરેન્દ્ર ખડગટા કહે છે, "પોલીસના રિપોર્ટ પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માત્ર એવાં નિર્માણને તોડવામાં આવી રહ્યાં છે જે ગેરકાયદેસર છે."

ધીરેન્દ્ર કહે છે કે આ અભિયાન હજુ ચાલુ રહેશે.

ત્યારે નૂહના જિલ્લા પ્લાનિંગ અધિકારી વીનેશસિંહનું કહેવું છે, "એ જગ્યાની નોંધ લેવામાં આવી છે જ્યાં પથ્થરમારો થયો છે. જે નિર્માણો આમાં સામેલ રહ્યાં તેમને તોડવામાં આવી રહ્યાં છે. "

વીનેશસિંહ અનુસાર શનિવારના અહીંયા 45 પાકી દુકાનો, કેટલીક અસ્થાઈ દુકાનો અને કેટલાંક પાકાં મકાનો તોડવામાં આવ્યાં છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
  • 31 જુલાઈના હરિયાણાના નૂહમાં બજરંગદળે ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું.
  • યાત્રામાં હજારોની સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તાઓ અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.
  • યાત્રા જ્યારે નૂહમાં મંદિરથી આગળ વધી એટલે પથ્થરમારો શરૂ થઈ ગયો અને જોતજોતાંમાં જ આગચંપી ચાલુ થઈ ગઈ.
  • ભીડે શહેરની સડકો અને મંદિરની બહાર ગોળીબાર કર્યો.
  • મોટી સંખ્યામાં લોકો મંદિરમાં ફસાયા હતા, તંત્રની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
  • નૂહથી શરૂ થયેલી હિંસા પછી તણાવ વધ્યો અને અન્ય શહેરોમાં પણ ફેલાયેલો
  • હિંસામાં અત્યાર સુધી છ લોકોનાં મોત થયાં છે, પોલીસ અનુસાર નૂહમાં અત્યાર સુધી 56 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 150 લોકોની ધરપકડ કરી છે.
  • જિલ્લા વહીવટીતંત્ર અનુસાર આઠ ઑગસ્ટ સુધી ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
બીબીસી ગુજરાતી

'કોણ સાંભળશે અમારી વાત'

નૂહમાં દુકાનો તોડી પાડવામાં આવી
ઇમેજ કૅપ્શન, નૂહમાં દુકાનો તોડી પાડવામાં આવી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નૂહ બસ સ્ટૅન્ડની સામે જ પાણી અને કોલ્ડ ડ્રિંક્સ વેચનાર યુસૂફ અલી કહે છે, "અમે બરબાર થઈ ગયા, અમને ખબર નથી હવે શું કરીશું."

નૂહમાં મેડિકલ કૉલેજ પાસે બુલડોઝરે એક ત્રણ માળનું મકાન અને સ્કૂલને તોડી પાડ્યાં છે.

વીનેશસિંહ કહે છે, "આ ઇમારતથી પથ્થરમારો થયો હતો. આવી બધી ઇમારતોની ઓળખ કરવામાં આવી છે."

ભારે પોલીસ બળની હાજરીમાં આ ઇમારતને તોડી પાડવમાં આવી હતી. આમાં એક હોટલ પણ ચાલતી હતી.

આ ઇમારતના માલિક હવે પરેશાન છે. તેમના નાના ભાઈ સરફરાજ બીબીસી સાથે વાત કરતા કહે છે, "પ્રશાસન તરફથી અમને કોઈ નોટિસ મળી હતી. 2016માં એક વખત નોટિસ મળી હતી જ્યાર બાદ અમે જિલ્લાધિકારી સાથે મુલાકાત કર્યા બાદ દંડ ભર્યો હતો. ત્યારથી અમને કોઈ મુશ્કેલી નહોતી પડી."

સરફરાજ કહે છે, "અમે આ ઇમારત ભાડે આપી છે. અહીં હોટલ ચલાવનાર જાવેદે અમને જણાવ્યું કે તેમણે પથ્થરમારો કરનારાઓને ઇમારત પર ચડતા રોકી રહ્યા હતા. ભીડનો કોઈ ચહેરો હોતો નથી."

તેઓ કહે છે, "જો અમારા પરિવારમાંથી હિંસામાં કોઈ સામેલ થાય તો અમને લાગે છે વહીવટીતંત્રે યોગ્ય કાર્યવાહી પરંતુ અમારો હિંસા સાથે કોઈ સંબંધ નથી. તો પણ એક તરફી કાર્યવાહી કરતાં અમારી ઇમારતને તોડી પાડવામાં આવી છે."

પરંતુ શું તંત્રની આ કાર્યવાહી વિરુદ્ધ તેઓ અદાલતનો દરવાજો ખખડાવશે?

આ સવાલ પર અચકાતા સરફરાજ કહે છે, "પોલીસ, વહીવટીતંત્ર, અદાલત, રાજનેતા બધા એકતરફી કાર્યવાહી કરી રહ્યાં છે. જો અમને કોઈ આશા હોત તો અમે અદાલત જવાનો વિચાર કર્યો હોત પરંતુ આ પરિસ્થિતિમાં અમે ક્યાં જઈશું અને કે કોમ અમારી વાત સાંભળશે?"

નલ્હડ મેડિકલ કૉલેજની બહાર માર્કેટને અત્યારે તોડી પાડવામાં આવી છે.

અહીં લગભગ 45 દુકાનો હતી. શનિવાર સવારે જ આ બધી જ તોડી પાડવામાં આવી હતી. હવે અહીંયા બચેલા કાટમાળમાં લોકો પોતાનો સામાન શોધી રહ્યા છે.

20 વર્ષના મુસૈબ અહીંયા હાઈપર માર્કેટ ચલાવે છે. તેમની દુકાન તૂટવાના સમાચાર મીડિયા અહેવાલોમાંથી મળ્યા.

જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યાર સુધી દુકાન સંપૂર્ણ રીતે તૂટી ચૂકી હતી.

તેઓ કહે છે, "મારા પિતાએ પોતાના જમા કરેલા નાણાંમાંથી આ દુકાન ખોલી આપી હતી. મહિનામાં 20-30 હજાર રૂપિયા કમાતા હતા. લાખોનો માલ હતો, હવે કંઈ બચ્યું નથી."

મુસૈબ કહે છે, "31 જુલાઈના યાત્રા આવતાં પહેલાં અમે દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. અહીંયા કોઈ હિંસા નહોતી થઈ. તો પણ તંત્રે આ માર્કેટ તોડી નાખી."

મુસૈબ કહે છે કે હવે આગળ શું કરશું ખબર નથી. તેમની આંખોમાં આંસુ અને મનમાં ગુસ્સો છે. તેઓ થોડી વાર પછી કહે છે, "આ દુકાન ખોલવા માટે મેં ભણવાનું છોડ્યું હતું. બધું ખતમ થઈ ગયું. હું નથી જાણતો આગળ શું કરીશ."

મુસૈબ
ઇમેજ કૅપ્શન, મુસૈબ
બીબીસી ગુજરાતી

'તપાસ વગર કાર્યવાહી'

હરકેષ શર્મા
ઇમેજ કૅપ્શન, હરકેષ શર્મા

હથિનના રહેવાસી હરકેષ શર્માએ નૂહમાં પોતાની રેસ્ટોરાં હૅરી જૅરી પિત્ઝાની બ્રાન્ચ ખોલી હતી.

તેમની રેસ્ટોરાંને તોફાનમાં સામેલ લોકો લૂંટી ગયા.

હવે વહીવટીતંત્રે મેડિકલ કૉલેજની સામે આવેલી આ રેસ્ટોરાં તોડી પાડી છે.

હરકેષ શર્મા કહે છે, "સરકારે આ જગ્યાને ગેરકાયદે જણાવીને બુલડોઝર ચલાવ્યાં. ગત સાંજે જ મેં અહીં જોયું હતું કે ક્યાંક સરકારે નોટિસ તો નથી મૂકીને."

"જો કોઈ નોટિસ આપવામાં આવી હોત તો હું કમ સે કમ પોતાનો સામાન તો અહીંયાથી ઉપાડી લેત. જો આ જગ્યા ગેરકાયદેસર હતી તો સરકારે અહીંયા વીજળીના મીટર કેવી રીતે પાસ કર્યા અને રેંટ એગ્રીમેન્ટ કેવી રીતે મંજૂર કર્યા?"

હરકેષ શર્માને કોમી હિંસાનો બેવડો માર પડ્યો છે.

છતાં તેઓ બુલડોઝર ઍક્શનનું સમર્થન કરે છે, તેઓ કહે છે, "જો સરકાર રમખાણોમાં સામેલ લોકોની ઓળખ કરીને માત્ર તેમને દંડ આપતી જે આમાં સામેલ હતા અથવા જે લોકોએ હુમલો કર્યો તો સમજી શકાય કે સરકાર યોગ્ય કાર્યવાહી કરી રહી છે. પરંતુ અહીંયા તો સરકાર કોઈ તપાસ વગર તોડફોડ કરી રહી છે."

બીબીસી ગુજરાતી

'ગેરકાયદેસર હતી દુકાનો'

વકીલ ખાન
ઇમેજ કૅપ્શન, વકીલ ખાન

વકીલ ખાન અહીંયા ગત દસ વર્ષથી લૅબ ચલાવતા હતા. તેમણે મીડિયા મારફતે જાણ્યું કે તેમની દુકાન તૂટી છે.

દુકાનના કાટમાળ વચ્ચે ઉદાસ બેઠા વકીલ ખાન કહે છે, "જો અમને સમય આપવામાં આવ્યો હતો તો અમે સામાન કાઢી લેત. અમે તો ભાડૂત છીએ. અમારો શું વાંક છે?"

વકીલ ખાન કહે છે, " મારું તો ઓછું નુકસાન થયું છે પરંતુ અહીં હાજર છ મેડિકલ સ્ટોર પણ તોડી પાડ્યા છે. તેમાં લાખોની દવાઓ હતી. એક અલ્ટ્રાસાઉન્ડ સેન્ટર તોડી નાખ્યું જેમાં મોંઘાં મશીનો હતાં. એક એક્સરે સેન્ટર તૂટી ગયું ત્યાં પણ મોંઘાં મશીનો હતાં. તંત્રે કોઈને પણ સમય ન આપ્યો."

તંત્રનું કહેવું છે કે મેડિકલ કૉલેજની બહાર જે દુકાનો તોડવામાં આવી તે ગેરકાયદેસર રૂપથી વનવિભાગની જમીન પર બનેલી હતી.

જિલ્લાધિકારી ધીરેન્દ્ર ખડગટા કહે છે, "આ વન ભૂમિ પર કરેલું નિર્માણ હતું. આમને પહેલાં પણ નોટિસ ફટકારવામાં આવી છે."

બીબીસી ગુજરાતી

'ક્યાંથી પેટ ભરીશું?'

નૂહમાં દુકાનો તોડી પાડવામાં આવી
ઇમેજ કૅપ્શન, નૂહમાં દુકાનો તોડી પાડવામાં આવી

ત્યારે અહીં તોડી પાડવામાં આવેલી 15 દુકાનોના માલિક મહમદ સઉદી અને તેમના નાના ભાઈ નવાબ શેખનો દાવો છે કે તેમની વારસાઈ જમીન પર બનેલી તેમની દુકાનોને કોમી હિંસના બહાને તોડી પાડવામાં આવી હતી.

સઉદી કહે છે, "સવારે આઠ વાગ્યે દુકાનો તોડી નાખી. અમને કોઈ જાણકારી નહોતી આપવામાં આવી. આ અમારી વારસાગત જમીન પર બનેલી હતી. તંત્રે પોતાની મરજી ચલાવી અને દુકાનો તોડી પાડી."

તેઓ કહે છે, "અમારી પાસે સંપત્તિના દસ્તાવેજ છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સરકારને અહીંયા કોઈ કાર્યવાહી ન કરવા અંગે સ્ટે આપેલો છે. પરંતુ હવે તંત્રે અવસરનો લાભ લઈને આ દુકાનો તોડી પાડી. અમને અમારા દસ્તાવેજ બતાવવાનો મોકો પણ ન મળ્યો."

તેઓ કહે છે કે આ કાર્યવાહી વિરુદ્ધ તેઓ અદાલતમાં અરજી કરશે. તેમના નાના ભાઈ નવાબ શેખ તૂટેલી દુકાનોને ચૂપચાપ નિહાળી રહ્યા હતા. રડમસ અવાજમાં તેઓ કહે છે, " હિંસા થઈ ત્યારે અમારો પરિવાર અહીંયા નહોતો. સરકારે અમારો સત્યાનાશ કરી દીધો. મે તંત્રને રોકવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ મને અહીંયાથી ઉપાડીને લઈ ગઈ. અમારાં બાળકોનું પાલન પોષણ અહીંયા આ દુકાનો પર જ નિર્ભર હતું, હવે અમે ક્યાં જઈશું?"

શેખ કહે છે, "સરકાર અમારી વાત નથી સાંભળી રહી. જુલમ થઈ રહ્યો છે અમારી પર. સરકારે ન્યાય કરવો જોઈએ પરંતુ અહીં તો નાશ થઈ રહ્યો છે. આ સરકારે અમને મિટાવી દીધા છે. અમારા ઘરે માતમ છે. અમે કેવી રીતે પેટિયું રળશું. આ દુકાનો ફરીથી બનાવવા ક્યાંથી પૈસા આવશે?"

બીબીસી ગુજરાતી

તંત્રની કાર્યવાહીનું સમર્થન

તૂટેલી દુકાનો જોવા પણ લોકો આવી રહ્યા હતા. અશોર કુમાર મિત્રો સાથે આવ્યા હતા.

તેમણે બુલડોઝર કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું, "સરકારે જે કર્યું તે બરાબર છે. હિંસામાં સામેલ લોકોને આવો જ પાઠ ભણાવવો જોઈએ."

અશોક કહે છે, "અમે આ જોઈને ખુશ છીએ. હિંહુઓની સંપત્તિને નથી તોડવામાં આવી નથી. જે હિંદુઓનું નુકસાન થયું એ ભાડે રહેતા હતા."

નૂહ અને નલ્હડ જોડતા રસ્તા પર જ કોમી હિંસા થઈ હતી અને આ રસ્તા પર દબાણના નામ પર તંત્રે કાર્યવાહી કરી છે.

આ રસ્તા પર સો ટકા પાકી સંપત્તિ મુસ્લિમોની છે, આ દુકાનોમાં હિંદુઓ ભાડે કામ કરી રહ્યા હતા.

અશોક કુમારની સાથે પ્રમોદ ગોયલ આવ્યા હતા, તેમણે કહ્યું, "અહીંયા એવી હિંસા થઈ જેવી ક્યારેય નથી થઈ. આ સુનિયોજિત રમખાણ હતાં. તંત્ર ગેરકાયદેસર દુકાનો તોડી રહ્યું છે, અમને ખુશી છે કે તંત્રે આ કાર્યવાહી કરી છે."

રવિવારે પણ નૂહમાં બુલડોઝરની કાર્યવાહી ચાલુ રહી. જિલ્લાધિકારી ધીરેન્દ્ર ખડગટા કહે છે આ કાર્યવાહી હજુ ચાલુ રહેશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી