પહલગામ હુમલો : 10 તસવીરોમાં જુઓ, 26 લોકો જ્યાં માર્યા ગયા એ વિસ્તારમાં બે દિવસ શું થયું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામમાં મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતી જગ્યા પર સેંકડો પર્યટકો હાજર હતા ત્યારે ચરમપંથી હુમલો થયો હતો. તે જગ્યા હવે સૂમસાન ભાસે છે અને માત્ર સુરક્ષા કર્મચારીઓ જોવા મળે છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામ મંગળવારે 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 લોકોનાં મોત થયાં છે. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ વધી ગયો છે.
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરીને કેટલાક નિર્ણયો કર્યા છે. તો સામે પક્ષે પાકિસ્તાને પણ વળતી કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે.
આ દરમિયાન જે જગ્યાએ હુમલો થયો ત્યાં બે દિવસમાં ઘણું બદલાઈ ગયું છે. સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે, જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક લોકોએ હુમલાના વિરોધમાં પ્રદર્શન યોજ્યાં છે અને હુમલાખોરોની શોધ જારી છે.
અહીં 10 તસવીરોમાં જુઓ કે ચરમપંથી હુમલાના સ્થળ પર બે દિવસની અંદર શું શું થયું છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામ હુમલાના પગલે શ્રીગનગરના લાલ ચોકમાં વેપારીઓ વિરોધપ્રદર્શન કરતા હતા ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઇમેજ સ્રોત, @AmitShah
ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને ભારતના ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ પાઠવી હતી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, શ્રીનગરમાં લોકોએ નકલી કફન લઈને વિરોધપ્રદર્શન કર્યાં હતાં અને ચરમપંથી હુમલાની ઘટનાને વખોડી હતી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામના જે વિસ્તારમાં ચરમપંથી હુમલો થયો ત્યાં હુમલાનાં નિશાન હજુ જોવાં મળે છે. સુરક્ષાદળો હુમલાખોરોને શોધવા અભિયાન ચલાવી રહ્યા છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામ હુમલા પછી બૈસારન વિસ્તારમાં ભારતીય મિલિટરીનાં હૅલિકોપ્ટર ચક્કર લગાવી રહ્યાં હતાં.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામમાં થયેલા હુમલાના વિરોધમાં અનંતનાગમાં બજારો બંધ રહી હતી.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીર ફરવા આવેલા પર્યટકોમાં ભય વ્યાપી ગયો છે અને લોકો ઝડપથી પોતાના ઘેર જવા રવાના થયા હતા. શ્રીનગર ઍરપૉર્ટ પર મોટી સંખ્યામાં પર્યટકો આવી પહોંચ્યા હતા અને પોતાની ટૂર અડધી મૂકીને રવાના થઈ ગયા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પહલગામ હુમલા પછી સ્થાનિક વેપારીઓ, દુકાનદારો, ગાઇડ, બોટ ચલાવનારાઓને ભારે આંચકો લાગ્યો છે, કારણ કે હવે સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે નક્કી નથી. પર્યટન પર આધારિત લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર છે. પર્યટકોની હત્યા પછી શ્રીનગરના દાલ લેકમાં બોટચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પર્યટકો પર હુમલાના જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર પ્રત્યાઘાત આવ્યા છે. શ્રીનગરના પ્રસિદ્ધ લાલ ચોક ખાતે રાજકીય પક્ષોએ હુમલાનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ચરમપંથી હુમલાના પગલે ભારતે કેટલાંક આકરાં પગલાંની જાહેરાત કરી છે જેમાં ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક રદ કર્યા છે અને 48 કલાકમાં દેશ છોડવા આદેશ અપાયો છે. તેના કારણે અમૃતસરમાં અટારી બૉર્ડર પર ચેકપોસ્ટ પાર કરતાં પહેલાં પાકિસ્તાની નાગરિકો બીએસએફને પોતાના દસ્તાવેજ દેખાડી રહ્યા છે.