ફિલિપાઇન્સમાં ભૂકંપને કારણે ઓછામાં ઓછા 69 લોકોનાં મોત, જુઓ તબાહીની 10 તસવીર

ઇમેજ સ્રોત, EPA
મંગળવારે રાત્રે ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને ઓછામાં ઓછા 69 લોકો માર્યા ગયા અને 147 ઘાયલ થયા હતા.
અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનું કામ ચાલુ છે અને હજુ મૃત્યુઆંક વધી શકે છે.

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
યુએસ જીઓલૉજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સેબુ પ્રાંતના બોગો શહેરથી લગભગ 19 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું અને ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી.
મોટાભાગના પીડિતો બોગો શહેરના છે. જે ફિલિપાઇન્સના મધ્યમાં આવેલા વિસાય દ્વિપ સમૂહનો સૌથી મોટા ટાપુ પર આવેલું શહેર છે. ભૂકંપના કેન્દ્રથી આ શહેર સૌથી નજીક આવેલું છે.

ઇમેજ સ્રોત, Getty Images
બોલોથી આવી રહેલી તસવીરો જણાવે છે કે અહીં ભયંકર નુકસાન થયું છે. સેંકડો મૃતદેહો રસ્તા પર પડ્યા છે. હૉસ્પિટલોમાં લોકોની સારવાર માટે તંબુ લગાવવા પડ્યા છે.
રસ્તાઓ પણ તૂટી ગયા છે. કેટલીક જગ્યાએ પુલ પણ તૂટી ગયા છે. જેને કારણે પીડિતોને રાહત પહોંચાડવામાં મુશ્કેલી પેદા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બોગોમાં ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પૈકીના સાત એ ગામમાં રહેતા હતા જેને હૈયાન વાવાઝોડા વખતે પીડિતો માટે બનાવવામાં આવ્યું હતું. હૈયાન તોફાને 12 વર્ષ પહેલા મધ્ય ફિલિપાઇન્સમાં ભારે વિનાશ વેર્યો હતો. જેમાં 6 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
શરૂઆતમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો ગોઠવવામાં આવી છે અને સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, EPA
સેબૂના ગવર્નર પામેલા બારિકુઆટ્રો મંગળવારે બોગો શહેરમાં પહોંચ્યા હતા અને હાલ ત્યાં રાહત કેન્દ્ર સ્થાપવાનું કામ શરૂ થયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Archdiocesan Shrine of Santa Rosa de Lima Facebook
મંગળવારે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ આ વિસ્તારમાં ઓછામાં ઓછા 611 આંચકા અનુભવાયા છે.

ઇમેજ સ્રોત, CEBU GOVERNOR'S OFFICE/HANDOUT
સેબૂના આર્કબિશપે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે હાલ તેઓ જૂનાં ચર્ચોથી દૂર રહે.

ઇમેજ સ્રોત, PAF
ભૂકંપ બાદ ઘાયલ થયેલા લોકોની સાથે અન્ય દર્દીઓની સારવાર પણ હૉસ્પિટલની બહાર ચાલી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












