જામનગર : 200થી વધુ હાથીઓનું ઘર જ્યાં 14 હજાર ચોરસ ફૂટના રસોડામાં બને છે રસોઈ
જામનગર પાસે આવેલી વિશાળ જગ્યા 200થી વધુ હથીઓનું ઘર છે.
રિલાયન્સ કંપની અને રિલાયન્સ ફાઉન્ડેશને પશુઓની સારસંભાળ માટે વંતરા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 3000 એકરના આ પરિસરમાં હાથીઓ માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી છે.
જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી કૉમ્પ્લેક્સમાં જ આવેલા ગ્રીન બેલ્ટમાં હાથીઓ સહિત પશુઓ માટે આ અત્યાધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે.
26 ફેબ્રુઆરીએ આ પ્રોજેક્ટની જાહેરાત કરતા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ કહ્યું કે તેમના માટે આ એક જુસ્સાવાળો પ્રોજેક્ટ છે.
અનંત અંબાણીએ એમ પણ કહ્યું કે જાહેર જનતા માટે અહીં એક ઝૂઓલૉજિકલ પાર્ક પણ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેનો હેતુ મોટે ભાગે લોકોને પશુજીવન વિશે માહિતગાર કરવાનો છે.


Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













