મહારાષ્ટ્ર : સીધી લડાઈમાં કૉંગ્રેસ પર ભારે ભાજપ, શિવસેના વિ. શિવસેના અને એનસીપી વિ. એનસીપીની લડાઈમાં કોણ જીત્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૅસ્મિન નિહલાણી
- પદ, બીબીસી સંવાદદાતા
એનસીપી અને શિવસેના બે જૂથોમાં વિભાજિત થયાં પછીની આ પ્રથમ હરીફાઈમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ ગયા છે.
મહારાષ્ટ્રમાં 75 બેઠકો પર ભાજપનો કૉંગ્રેસ સામે સીધો મુકાબલો હતો. આવી બેઠકોમાં કૉંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
કારણ કે સીધી લડાઈમાં 75માંથી તેણે માત્ર 11 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 64 બેઠકો જીતી હતી. તેમાંથી 35 જેટલી બેઠકો વિદર્ભમાં હતી અને 12 બેઠકો કોંકણ ક્ષેત્રમાં હતી.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ નાના પટોળેએ સાકોલીમાં ભાજપના અવિનાશ બ્રાહ્મણકરને માત્ર 0.08 ટકા અથવા માત્ર 208 મતોના માર્જિનથી હરાવીને નાની જીત મેળવી છે.
બીજી આવી જ કસોકસની લડાઈ આકોલા પશ્ચિમમાં જોવા મળી હતી જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર સાજિદખાન પઠાણ 0.62 ટકા પૉઇન્ટના માર્જિનથી જીત્યા હતા.
ચાર્ટમાં દરેક ચોરસ એ બેઠક દર્શાવે છે. ચોરસનો રંગ વિજેતા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે અને ચોરસનું કદ ટકાવારી પૉઇન્ટમાં પક્ષનું વિજેતા માર્જિન છે.

શિવસેના વિ. શિવસેનાની લડાઈ

53 બેઠકો પર એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે ટક્કર હતી. અહીં પણ, શિંદેસેનાએ લગભગ 70 ટકા અથવા 37 બેઠકો જીતી હતી જ્યારે ઠાકરેની સેના માત્ર 14 બેઠકો જીતી શકી હતી.
આવી મોટા ભાગની એટલે કે 27 જેટલી સામસામેની લડાઈ કોંકણક્ષેત્રમાં હતી જ્યારે 11 જેટલી લડાઈ મરાઠવાડામાં હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુલઢાણા અને સિલોદ સૌથી નજીકની લડાઈઓમાંની એક હતી જ્યાં સંજય ગાયકવાડ અને અબ્દુલ સત્તારે શિવસેના(યુબીટી)ની ટક્કર હતી. ત્યાં પણ ઉમેદવાર એક ટકા કરતાં ઓછા માર્જિનથી જીત્યા હતા.
કોપરી-પચપાખાડીથી શિવસેના પાર્ટીના સુપ્રીમો એકનાથ શિંદે ચૂંટણી લડી રહ્યા હતા અને તેઓ લગભગ 60 ટકા માર્જિનથી જીત્યા હતા. શિંદેને 78 ટકા મત મળ્યા જ્યારે કેદાર પ્રકાશ દિઘેને લગભગ 18 ટકા મત મળ્યા હતા.
એનસીપી વિ. એનસીપીની લડાઈ
એ જ રીતે 41 બેઠકો પર અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી તેમના જ કાકા શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર) સાથે સીધી લડાઈમાં હતી.
એનસીપીએ આમાંથી 29 અથવા 70 ટકા બેઠકો જીતી છે. તેની સરખામણીમાં શરદ પવારની પાર્ટી આમાંથી માત્ર સાત જ સીધી લડાઈ જીતી શકી હતી.
આમાંની મોટાભાગની લડાઈઓ પશ્ચિમ મહારાષ્ટ્ર પ્રદેશમાં હતી (16) અને 7-7 બેઠકો ખાનદેશ અને મરાઠવાડાની હતી.

નજીકની જ કેટલીક આવી લડાઈઓમાં પારનેરનો સમાવેશ થાય છે, જેમાં એનસીપીના કાશીનાથ મહાદુ દેતે 0.62 ટકાના અથવા 1526 મતોના માર્જિનથી જીત્યા હતા.
એનસીપીએ લગભગ 60 ટકાના સૌથી વધુ માર્જિન સાથે કોપરગાંવ બેઠક જીતી હતી. કૌટુંબિક ગઢ બારામતીમાં, અજિત પવારે યુગેન્દ્ર પવારને 1 લાખથી વધુ મતો અથવા લગભગ 37 ટકાના માર્જિનથી આરામથી હરાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












