ગુજરાત : બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓની શું માગ છે?

બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર પોરબંદરમાં 77મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસવીર.
ઇમેજ કૅપ્શન, પોરબંદરમાં 77મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસવીર.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

ગીરના જંગલમાં વસતા માલધારીઓનું જંગલની બહાર પુનર્વસન કરવા માટે વર્ષ 1970 અને 1980ના દાયકામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે આશરે ચાર દાયકા બાદ રાજ્ય સરકારે ફરી એક વખત આવો જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગીરમાંથી બહાર આવી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બરડા જંગલ વિસ્તારમાં વસવાટ કરનારા એશિયાટિક સિંહોને વધુ સુરક્ષિત અને અનુકૂળ નિવાસસ્થાન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના જાહેર કરી છે.

આ યોજના હેઠળ બરડા વન્યજીવ અભયારણ્ય અને તેની આસપાસના ઇકો-સેન્સિટિવ ઝોનમાં રહેતા માલધારી પરિવારોને અભયારણ્યની બહાર સ્વેચ્છાએ વસવાટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

રાજ્ય સરકારે 1 ઑક્ટોબરે પોરબંદરમાં 77મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારની અખબારીયાદી પ્રમાણે, "આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માલધારી પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને અન્ય વિકાસલક્ષી સુવિધાઓનો વધુ સારો લાભ મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવશે."

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, માલધારી પરિવારો સમાજના મુખ્ય પ્રવાહ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે અને તેમના જીવનસ્તરમાં સુધારો આવી શકે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

સરકારનું માનવું છે કે, આ યોજનાથી એક તરફ માલધારી પરિવારોને આધુનિક સુવિધાઓનો લાભ મળશે, તો બીજી તરફ બરડા વિસ્તારમાં વસતા સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણને પણ મજબૂતી મળશે.

આ ઉપરાંત, જંગલ વિસ્તારમાં માનવ અને વન્યજીવો વચ્ચે ઊભા થતા સંઘર્ષના બનાવો ઘટાડવામાં પણ આ યોજના મદદરૂપ બનશે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

અખબારીયાદી પ્રમાણે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વન મહોત્સવ દરમિયાન બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક કાયમી સ્થળાંતરની વિશેષ યોજનાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવીને આ પહેલ અમલમાં મૂકવામાં આવશે.

બરડા વિસ્તારમાં એશિયાટિક સિંહોની વધતી સંખ્યા અને તેમના લાંબા ગાળાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની આ યોજના મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ગુજરાત સરકાર માલધારીઓને બરડાના જંગલની બહાર કેમ વસાવવા માગે છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર પોરબંદરમાં 77મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસવીર.
ઇમેજ કૅપ્શન, બરડા વન્યજીવ અભયારણ્યમાં આવેલા કિલેશ્વર નેસની એક તસવીર.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય દરિયાકાંઠાથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું છે.

લગભગ 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલમાં એક સમયે એશિયાટિક સિંહો વસવાટ કરતા હતા.

જોકે, અતિશય શિકાર અને જંગલોના નાશને કારણે વર્ષ 1879 સુધીમાં બરડામાંથી સિંહો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ બરડામાં મોટાં માંસાહારી પ્રાણી તરીકે મુખ્યત્વે દીપડાઓ જ જોવા મળતા હતાં.

એશિયાટિક સિંહોની સમગ્ર પ્રાકૃતિક વસ્તી માત્ર ગુજરાતના ગીર અને તેની આસપાસના વિસ્તારો સુધી મર્યાદિત રહી જતાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણને લઈને ચિંતા વ્યક્ત થવા લાગી હતી.

તે બાબતોને લક્ષમાં લઈને 'ઇન્ટરનૅશલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 2010માં એશિયાટિક સિંહોનું વર્ગીકરણ વિલુપ્તિના આરે ઊભેલી પ્રજાતિ તરીકે કર્યું હતું. એક જ વિસ્તારમાં સમગ્ર વસ્તી કેન્દ્રિત હોવાના કારણે કોઈ કુદરતી આફત, રોગચાળો કે અન્ય જોખમ ઊભું થાય તો સમગ્ર પ્રજાતિ માટે ખતરો સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી.

આ જ કારણસર રાજ્ય સરકારે ગીર સિવાય એશિયાટિક સિંહો માટે વિકલ્પરૂપ રહેણાંક વિસ્તાર વિકસાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું.

વર્ષ 2012માં બરડામાં સિંહો માટે 'જીનપુલ' ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં બંધન અવસ્થામાં સિંહોના સંવર્ધનના પ્રયાસો પણ હાથ ધરાયા હતા.

સાથે સાથે બરડાના જંગલને સિંહો માટે વધુ અનુકૂળ બનાવવા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યાં હતાં. સિંહોને પૂરતો કુદરતી ખોરાક મળી રહે તે માટે ચિત્તલ અને સાબર જેવાં હરણોની સંખ્યા વધારવા સંવર્ધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. વન વિભાગે વર્ષો સુધી બરડાના પર્યાવરણને સિંહોની હાજરી માટે તૈયાર બનાવવાનું કામ કર્યું હતું.

વર્ષ 2023માં આ પ્રયત્નોને મહત્ત્વની સફળતા મળી હતી. જૂનાગઢ વિસ્તાર તરફથી ભટકતો એક નર એશિયાટિક સિંહ બરડા અભયારણ્યમાં પહોંચ્યો હતો. આ ઘટનાએ વન્યજીવપ્રેમીઓ અને વન વિભાગમાં ખુશીની લાગણી જગાવી હતી, કારણ કે લગભગ 143 વર્ષ બાદ બરડામાં ખુલ્લા જંગલમાં સિંહની હાજરી નોંધાઈ હતી.

ત્યારબાદ ધીમે-ધીમે બરડામાં સિંહોની સંખ્યા વધવા લાગી. સિંહોને પૂરતો ખોરાક મળી રહે તે માટે વન વિભાગે ગીર વિસ્તારમાંથી ચિત્તલ હરણોને લાવી બરડાના જંગલમાં છોડવાની કામગીરી પણ શરૂ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા મે 2025માં હાથ ધરાયેલી સિંહ વસ્તી ગણતરી મુજબ બરડા વિસ્તારમાં 17 સિંહોની હાજરી નોંધાઈ હતી. તેમાં છ પુખ્ત સિંહો અને 11 બચ્ચાંનો સમાવેશ થતો હતો.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, એક એશિયાટિક સિંહ. આ ટોચનાં શિકારી પ્રાણીઓ 143 વરસ બાદ બરડામાં પાછા ફર્યાં છે.

સિંહોના નવા બનેલા આ રહેઠાણનું વ્યવસ્થાપન સુદૃઢ બને તે માટે આ વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારે જામનગર વનવિભાગનો કેટલોક ભાગ અને પોરબંદર જિલ્લામાં આવેલ સામાજિક વનીકરણ વિભાગનો કેટલોક વિસ્તાર પોરબંદર વન્યજીવ વિભાગમાં સમાવી લીધો હતો.

જંગલની અંદર રહેતાં માનવો અને તેમના ગાય, ભેંસ, ઊંટ વગેરે જેવાં પાલતુ પશુ વન્યજીવો સાથે જગ્યા, પાણી, ઘાસ-ફળ-ફુલ વગેરે માટે હરીફાઈ કરે છે.

એશિયાટિક સિંહો આવી જતાં હવે સરકાર માનવોની હાજરીથી બરડા જંગલના પરિસરતંત્ર પર માણસોની હાજરીથી સર્જાતું જૈવિક દબાણ ઓછું કરવા માગે છે અને સાથે સાથે માલધારીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા ઇચ્છે છે.

ગુરુવારની અખબારીયાદીમાં રાજ્ય સરકારે જણાવ્યું, "માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતરથી બરડા વન્યજીવ અભયારણ્યનો એક મોટો વિસ્તાર વન્યજીવો માટે ખુલ્લો થશે અને વિસ્તારને માનવો દ્વારા થયેલ દબાણથી સર્જાતું જૈવિક દબાણ દૂર થશે. સ્થળાંતર કરનારા પરિવારો સમાજના મુખ્ય પ્રવાહનો ભાગ બની જશે અને આજીવિકા રળવાની સારી તકો તેમજ શિક્ષણ, આરોગ્યસંભાળ અને રોજગારીની તકો સુધી તેમની પહોંચ વધતાં તેમની જીવનશૈલીમાં વિધેયાત્મક અને પરિવર્તનાત્મક ફેરફારો થશે."

પુનઃવસન પૅકેજમાં માલધારીઓને કયા લાભો મળશે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, બરડામાં કિલેશ્વર નેસમાં માલધારીના મકાનની એક તસવીર

રાજ્ય સરકારે તેની સત્તાવાર અખબારીયાદીમાં જણાવ્યું કે, જો કોઈ માલધારી સ્વેચ્છાએ બરડાનું જંગલ છોડી બરડા વન્યજીવ અભ્યારણ્યની બહાર વસવાટ કરશે તો રાજ્ય સરકાર તેને 15 લાખ રૂપિયા પ્રોત્સાહન રકમ સ્વરૂપે આપશે.

આ ઉપરાંત સરકાર આ રીતે સ્થળાંતર કરનાર માલધારી પરિવારને રહેણાક મકાન બાંધવા માટે 100 ચોરસ વાર જમીનનો પ્લૉટ પણ વિનામૂલ્યે ફાળવશે.

યાદીમાં એમ પણ જણાવ્યું છે કે, માલધારી પોતાનાં પશુઓને રાખવા માટે 100 ચોરસ વારના વધારાના એક પ્લૉટની માંગણી કરી શકશે. આવા વધારાના પ્લૉટની ફાળવણી સરકાર બજાર કિંમતે કરશે. જોકે, માલધારીએ તેના માટે કોઈ રોકડા રૂપિયા ચૂકવવા નહીં પડે. સરકાર તે રકમ માલધારીને પ્રોત્સાહનરૂપે મળનાર 15 લાખ રૂપિયાની રકમમાંથી કાપી લેશે.

પુનઃવસન પૅકેજના ભાગરૂપે માલધારી પરિવારોને રાજ્ય સરકારની વિવિધ અન્ય યોજનાઓનો પણ લાભ મળશે.

અખબારીયાદીમાં સરકારે જણાવ્યું, "નેસમાં રહેતા માલધારી પરિવારોને વિકાસનાં કર્યો તેમજ શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારની તકોનો પણ લાભ મળશે."

આ યોજનાના અમલીકરણ માટે સરકારે પોરબંદરમાં એક જિલ્લા કક્ષાની સમિતિ અને ગાંઘીનગરમાં એક રાજ્ય કક્ષાની સમિતિની રચના કરી છે.

બરડામાં કેટલા માલધારી પરિવાર છે? તેમાંથી કોને લાભ મળશે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, બરડામાં માલધારીઓ

વનવિભાગે વિવિધ સર્વે હાથ ધર્યા બાદ આ યોજના ઘડી છે.

આ યોજનાને અંતિમ સ્વરૂપ અપાયું તે પહેલાં તેની વિગતો અને ભલામણો ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન, જયપાલસિંહે ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને માર્ચ 2025માં એક ઈ-મેઇલ મારફતે મોકલી આપી હતી. તે ઈ-મેઇલમાં જણાવ્યા અનુસાર, બરડામાં હાલ 40 નેસમાં 164 માલધારી પરિવારો રહે છે. આ માલધારીઓ 2328 જેટલાં ગાય-ભેંસોનું પાલન કરી તેમનું ગુજરાન ચલાવે છે.

રાજ્ય સરકારે તેની અખબારીયાદીમાં જણાવ્યું કે, પુનઃવસન યોજનાના પાત્ર લાભાર્થીઓની ઓળખ કરવા કરવા માટે નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી(ટૂંકમાં, એનટીસીએ)એ આપેલી પરિવારની વ્યાખ્યા ધ્યાને લેવામાં આવશે.

એનટીસીએ દેશમાં વાઘોનાં જતન માટે કામ કરતું એક સરકારી સત્તામંડળ છે અને ટાઇગર રિઝર્વ્સ એટલે કે વાધો માટેના અનામત વિસ્તારોમાં રહેતા લોકોને વનવિસ્તાર બહાર પુનઃસ્થાપિત કરવા માટે પણ કામ કરે છે.

એનટીસીએ સ્વેચ્છાએ સ્થળાંતર કરવાની યોજના હેઠળ પરિવારને એકમ ગણી તે પરિવારને યોજનાનો લાભ આપે છે. આ સંદર્ભમાં અનટીસીએ પતિ, પત્ની અને તેમના પર નિર્ભર સગીર વયનાં દીકરા-દીકરી, સગીર વયનાં ભાઈ-બહેનો, માતાપિતા તેમ જ અન્ય સંબંધીઓને એક પરિવાર ગણે છે. પરંતુ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરનો દીકરો કે દીકરી તેમના વિવાહ ન થયા હોય તો પણ અનટીસીએ તેને એક અલગ પરિવાર ગણે છે અને તેમને પૅકેજના લાભો આપે છે.

આ ઉપરાંત પુખ્ત હોય કે ન હોય, શારીરિક કે માનસિક વિકલાંગતા ધરાવતાં દરેક દીકરા-દીકરી, ભાઈઓ તેમ જ બહેનોને પણ એક અલગ પરિવાર ગણે છે. અનાથ બાળકો, વિધવા કે લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયેલ મહિલાઓ પણ અલગ પરિવાર ગણાય છે.

ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડને એવી પણ ભલામણ કરી કે જે માલધારીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં મસવાડી ભરી હોય તેમને આ યોજનાના અમલીકરણના પ્રથમ તબક્કામાં જ લાભ આપી દેવામાં આવે.

બરડાના માલધારીઓ શું કહે છે?

બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, બરડાના જંગલમાં આવેલ કિલેશ્વર નેસની અન્ય એક તસવીર

ભારતને 1947માં સ્વતંત્રતા મળી તે પહેલાં બરડા ડુંગરનો ઉત્તર ભાગ જામનગર રજવાડાના રાજા જામસાહેબના નિયંત્રણ હેઠળ હતો. જ્યારે દક્ષિણ ભાગ પોરબંદરના રાણા કહેવાતા શાસકોના નિયંત્રણમાં હતો. તેથી ઉત્તર ભાગનો બરડો જામ બરડા તરીકે અને દક્ષિણ ભાગનો બરડો રાણા બરડા તરીકે ઓળખાય છે.

આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલ સૌરાષ્ટ્ર રાજ્યની સરકાર ગીર, બરડા વેગેરે જેવા વનવિસ્તારની અંદર રહેતા કે પશુઓ ચારતા માલધારીઓ પાસેથી પશુ ચરાવવા માટે કર વસૂલતી તે કર મસવાડી તરીકે ઓળખાતો હતો. મસવાડીની પહોંચ માલધારીઓ માટે જે તે જંગલમાં તેમના નિવાસ અને જંગલમાં તેમના અમુક અધિકારોના આધાર-પુરાવા સમાન હોય છે.

માલધારીઓ કહે છે કે, સરકાર સારું પ્રોત્સાહન પૅકેજ આપે તો તે બરડાનું જંગલ છોડી બહાર સ્થાયી થવા માટે તૈયાર છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં લખનભાઈ ચાવડા નામના માલધારીએ કહ્યું, "કુટુંબદીઠ 15 લાખ એટલે કાંઈ ન કહેવાય. બરડાના માલધારીઓના નેસને ગામનો દરજ્જો નથી મળેલો એટલે તેમનાં સરનામાં બાબતે સરકારી રેકૉર્ડમાં વિસંગતતા થતી રહે છે. પરિણામે ત્રણ ત્રણ પેઢીનાં રૅશનકાર્ડ એક જ છે અને એક રૅશનકાર્ડમાં દસ-બાર કે તેનાથી પણ વધારે સભ્યોનાં નામ છે. જો એટલા મોટા પરિવારને 15 લાખ રૂપિયાની ઑફર થાય તો કોઈ ન લે. જમીન સામે અન્ય જગ્યાએ જમીન આપો અને પુનઃવસન કરો. વળી, જામ બરડામાં 1985-86થી મસવાડી બંધ છે. કેટલાય માલધારીઓ થાકીને તેમનાં બાળકોનાં શિક્ષણ અને ભવિષ્ય માટે બરડાની નીચે ઊતરી આજુબાજુનાં ગામોમાં રહેવા લાગ્યા છે. આ માલધારીઓનું શું થશે?"

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, દિલ્હી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રામ રાળા. તેઓ બરડામાં આવેલ સાજણવાળા નેસના વતની છે.

દિલ્હી યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોમ ઇકૉનૉમિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉ. રામ રાળા મૂળ જામ બરડાના સાજણવાળા નેસના વતની છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. રાળાએ જણાવ્યું, "બરડામાં રહેતા માલધારીઓ રબારી, ભરવાડ અને ચારણ સમાજના છે. તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ થાય તે ખૂબ સારી વાત છે. પરંતુ તેમના માટે પણ ભારતમાં જેમ કેટલાક અન્ય પુનઃવસન યોજનાઓમાં થયું છે તેમ એક ઉદાર પૅકેજ જાહેર થઈ શક્યું હોત. આ બાબતે સરકાર સાથે ચર્ચા-વિચારણા દરમિયાન માલધારીઓએ પરિવારદીઠ રૂપિયા 60 લાખથી એક કરોડ રૂ. અને 20 વીઘા જમીનની માંગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકારે માત્ર 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નર્મદા યોજનાના વિસ્થાપિતોના પુનઃવસન માટે રાજ્ય સરકારે જેવી ઉદારતા દાખવી હતી તેવી ઉદારતા બરડાના માલધારીઓ માટે કેમ નહીં?"

પ્રો. રાળાએ એ પણ માંગણી કરી કે, જો કોઈ માલધારી પુનઃવસન યોજનાનો લાભ સ્વીકારી જંગલ બહાર સ્થાયી થાય તો પણ તેને અનુસૂચિત જનજાતિ તરીકે મળેલ ઓળખ અને તેને આધારિત લાભો મળવાનું ચાલુ રહેવું જોઈએ.

નિષ્ણાતો શું કહે છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? પોરબંદરના બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓ શું કહે છે? ગુજરાત સરકાર સિંહ ગિર ગીર એશિયાટિક લાયન માલધારી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, રાજ્ય સરકારે 29 ઑક્ટોબર, 2024ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં ટૂરિઝમની શરુઆત કરી હતી તે વેળાની તસવીરમાં તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા (જમણેથી ત્રીજા) અને વર્તમાન વન અને પર્યારણમંત્રી અર્જુન મોઢવાડિયા.

ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ભૂષણ પંડ્યા કહે છે કે, રાજ્ય સરકારે પુનઃવસન પૅકેજ માલધારીઓ માટે આકર્ષક બનાવવું પડશે અને ત્યાર બાદ તે પૅકેજની યોગ્ય સમજ માલધારીઓને આપવી પડશે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દીકરાને અલગ પરિવાર ગણવાનો છે તે વાતનો ખ્યાલ માલધારીઓને કદાચ ન હોય. સરકારે આ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી માલધારીઓને પુનઃવસન પૅકેજ આકર્ષક લાગે. બીજું એ કે આખેઆખા નેસનું સ્થળાંતર થાય તો જ આ યોજના સાર્થક રહેશે, બાકી દીકરા જંગલ બહાર રહેવા જતા રહે, પરંતુ પિતા જંગલમાં જ રહી જાય તો નેસ ત્યાંના ત્યાં જ રહેવાના. 1970-80માં ગીરના માલધારીઓનું પુનઃવસન કરવામાં આવી સમસ્યાઓ સર્જાઈ હતી. તેથી, માલધારીઓની વાજબી માંગણીઓ સ્વીકારી પ્રોત્સાહન રકમમાં વધારો કરીને પણ બરડાના માલધારીઓનું પુનઃવસન કરવું જોઈએ, કારણકે ભવિષ્યમાં તે કામ વધારે વિકટ બનશે. આજે જે માલધારીઓ એક કરોડ રૂપિયા માંગે છે તે ભવિષ્યમાં દસ કરોડ માંગશે."

ભૂષણ પંડ્યાએ એમ પણ ઉમેર્યું કે, માલધારીઓને એ બાબતનું પણ સ્પષ્ટીકરણ મળવું જોઈએ કે બરડા જંગલની અંદર નેસમાં સારાં દવાખાનાં, સારી શાળાઓ કે રોજગારીની અન્ય તકો ક્યારેય મળવાની નથી.

"પણ જંગલની બહાર સ્થાયી થયા પછી આ માલધારીઓ આજીવિકા રળવા માટે કયા વ્યવસાય કરી શકશે તે બાબતનો પણ સરકારે ખ્યાલ રાખવો પડશે. ગીરના માલધારીઓ સાથે મારી વાતચીતમાં એવો સુર નીકળે છે કે તેઓ ડેરી ઉદ્યોગ કરી શકે છે. સરકાર આ વિશે વિચારી શકે અને માલધારીઓને સરળ શરતોએ લોન વગેરે આપવાનું આયોજન કરી શકે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન