લૉટરી કિંગ: સૌથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર કંપનીની કહાણી શું છે?

ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ કંપનીના માલિક સૅન્ટિયાગો માર્ટિન

ઇમેજ સ્રોત, MARTINFOUNDATION.COM

ઇમેજ કૅપ્શન, ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ કંપનીના માલિક સૅન્ટિયાગો માર્ટિન
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ અને શાદાબ નઝ્મી
    • પદ, બીબીસી સંવાદદાતા

ચૂંટણીપંચે ગુરુવારે સાંજે પોતાની વેબસાઇટ પર ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત ડેટા મૂક્યો છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેને 12 માર્ચે ઉપલબ્ધ કરાવ્યો હતો.

આ ડેટા અનુસાર, જે કંપનીએ સૌથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા છે, તેનું નામ ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ છે.

ઑક્ટોબર 2020 અને જાન્યુઆરી 2024 દરમિયાન આ કંપનીએ 1368 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.

જોકે આ કંપનીની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કે ભૂતકાળમાં તેના પર ઇડી (ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેડ)એ કાર્યવાહી પણ કરી હતી.

ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝે ઇલેક્ટોરલ બૉન્ડનો સૌથી મોટો જથ્થો ઑક્ટોબર 2021માં ખરીદ્યો હતો, તેણે 195 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા હતા. જાન્યુઆરી 2022માં બે વાર આ કંપનીએ 210 કરોડ રૂપિયાના ચૂંટણી બૉન્ડ ખરીદ્યા હતા.

આ કંપનીએ હાલમાં આ વર્ષે જાન્યુઆરીમાં 63 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.

બીબીસી

ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ કંપની વિશે જાણો

કોલકાતામાં આવેલી લૉટરીની દુકાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલકાતામાં આવેલી લૉટરીની દુકાન

ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 30 ડિસેમ્બર, 1991માં થઈ હતી.

આ કંપનીની નોંધણીનું સરનામું તામિલનાડુની કોઇમ્બતૂરમાં છે, પરંતુ જ્યાં ખાતાની ચોપડીઓ રાખવામાં આવે એ સરનામું કોલકાતામાં છે. આ કંપની સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કંપનીની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ અગાઉ માર્ટિન લૉટરી એજન્સીઝ લિમિટેડ નામે ઓળખાતી હતી.

આ માહિતી અનુસાર, આ કંપની બે અબજ અમેરિકન ડૉલરથી વધુ કારોબારની સાથે ભારતમાં લૉટરી ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

કંપનીની વેબસાઇટ પર લખેલું છે, "ફ્યુચર ગેમિંગ ઍૅન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ (ફ્યુચર ગેમિંગ)એ ભારતમાં વિભિન્ન લૉટરીવાળાં રાજ્યોમાં, જ્યાં લૉટરીને મંજૂરી છે ત્યાં ડીલરો અને એજન્ટોએ એક વિશાળ નેટવર્ક વિકસિત કર્યું છે. આ લૉટરીના ક્ષેત્રમાં નિરંતર બજાર અનુસંધાનના માધ્યમથી ધંધામાં અવ્વલ છે."

કંપનીની વેબસાઇટ અનુસાર, 1991માં સ્થાપના બાદ ફ્યુચર ગેમિંગ કંપની વિવિધ રાજ્ય સરકારોની પારંપરિક પેપર લૉટરીના વિતરણમાં ઝડપથી આગળ વધી રહી છે.

"આ પ્રતિસ્પર્ધી હરાજી, આક્રમક માર્કેટિંગ અને ભારતનાં અનેક રાજ્યોમાં કુશળ લૉટરી સંચાલનની સાથે વિકાસ પ્રત્યે ઊર્જાવાન વલણને લીધે શક્યું બન્યું છે."

કંપનીની વેબસાઇટ પર એ પણ લખેલું છે કે ફ્યુચર ગેમિંગ એશિયા પેસિફિક લૉટરી ઍસોસિયેશન (એપીએલએ)ની સભ્ય છે અને 2001માં ફ્યુચર ગેમિંગ વર્લ્ડ લૉટરી ઍસોસિયેશન (ડબલ્યુએલએ)ની સભ્ય છે.

બીબીસી

કોણ છે સૅન્ટિયાગો માર્ટિન?

ઇડીનું કહેવું હતું કે તેની તપાસમાં જાણવા મળ્યું કે મેસર્સ ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડે અનેક રાજ્ય સરકારો સાથે કરાર કર્યો હતો કે તેમની લૉટરીઓ આખામાં દેશમાં વેચશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇડીનું કહેવું હતું કે તેની તપાસમાં જાણવા મળ્યું કે મેસર્સ ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડે અનેક રાજ્ય સરકારો સાથે કરાર કર્યો હતો કે તેમની લૉટરીઓ આખામાં દેશમાં વેચશે

મળેલી માહિતી મુજબ, સૅન્ટિયાગો માર્ટિન આ કંપનીના ચૅરમૅન છે. માર્ટિનને 'લૉટરીના કિંગ' પણ કહેવાય છે.

કંપની અનુસાર, માર્ટિને લૉટરી ઉદ્યોગમાં 13 વર્ષની વયે પગ મૂક્યો અને આખા ભારતમાં લૉટરીના ખરીદદારો અને વિક્રેતાઓનું એક મોટું નેટવર્ક બનાવ્યું. કંપનીની વેબસાઇટ અનુસાર, માર્ટિનને અનેક વાર દેશમાં સૌથી વધુ કરદાતાના રૂપમાં પદવીથી નવાજવામાં આવ્યા છે.

માર્ટિન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ અનુસાર, વેપારી દુનિયામાં સામેલ થતા પહેલાં માર્ટિને સૌથી પહેલા મ્યાનમારના યાંગુન શહેરમાં એક મજૂર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

પરિવારના ભરણપોષણ માટે તેઓ સામાન્ય કમાણી કરતા હતા. "બાદમાં તેઓ ભારત પાછા આવ્યા હતા, જ્યાં તેમણે 1988માં તામિલનાડુમાં પોતાનો લૉટરીનો ધંધો શરૂ કર્યો. ધીમેધીમે કર્ણાટક અને કેરળ તરફ વિસ્તાર કર્યો.'

બીબીસી

ફ્યુચર ગેમિંગ પર ઇડીની કાર્યવાહી

આ કંપનીની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કે ભૂતકાળમાં તેના પર ઈડી (ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેડ)એ કાર્યવાહી પણ કરી હતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આ કંપનીની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કે ભૂતકાળમાં તેના પર ઈડી (ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેડ)એ કાર્યવાહી પણ કરી હતી

ઇડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ 11 અને 12 મે, 2023માં ફ્યુચર ગેમિંગ સૉલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સૅન્ટિયાગો માર્ટિન અને અન્ય લોકોના ચેન્નઈમાં આવાસ પરિસરો અને કોઈમ્બતૂરમાં વ્યાવસાયિક પરિવારોમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. સર્ચ દરમિયાન અંદાજે 457 કરોડ રૂપિયાની સ્થાયી/જંગમ સંપત્તિ જપ્ત કરી હતી.

ઇડીએ 21 સપ્ટેમ્બર, 2023માં ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ અને 15 અન્ય કંપની સામે કોલકાતાની વિશેષ પીએમએલએ કોર્ટમાં દોષારોપણ ફરિયાદ કરી, જેની કોર્ટે નોંધ લીધી હતી.

ઇડીએ ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ અને અન્ય કંપનીઓ સામે કોલકાતામાં પોલીસ દ્વારા નોંધાવેલી એ એફઆઈઆરના આધારે તપાસ શરૂ થઈ, જેમાં આઈપીસી અને લૉટરી વિનિમય અધિનિયમ, 1998ની કલમ લગાવાઈ હતી.

ઇડીનું કહેવું હતું કે તેની તપાસમાં જાણવા મળ્યું કે મેસર્સ ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડે અનેક રાજ્ય સરકારો સાથે કરાર કર્યો હતો કે તેમની લૉટરીઓ આખામાં દેશમાં વેચશે.

ઇડી અનુસાર, આ કંપનીએ કથિત રીતે લૉટરીના વેચાણથી મળેલી સંપૂર્ણ આવક જમા ન કરાવીને લૉટરી જાહેર કરનારા રાજ્યને દગો દીધો છે.

ઇડી અનુસાર, આ કંપનીની કાર્યપ્રણાલીમાં ખોટી રીતે વણવેચાયેલી લૉટરીને પોતાની પાસે રાખી, વણવેચાયેલી લૉટરી પર પુરસ્કારનો દાવો કરવો, વેચાણ વિના પુરસ્કાર વિજેતા ટિકિટોને વેચાયેલી દર્શાવીને ડેટામાં ગોલમાલ કરવી અને તેના પર પુરસ્કારનો દાવો કરવો પણ સામેલ છે, જે લૉટરી વિનિયમન અધિનિયમ, 1998નું ઉલ્લંઘન હતું.

9 માર્ચે તામિલનાડુમાં કથિત ગેરકાયદે રેતખનનમાં મની લૉન્ડરિંગ તપાસ હેઠળ પ્રવર્તન નિદેશાલયે સૅન્ટિયાગો માર્ટિનના જમાઈ આધવ અર્જુન અને તેમની સંપત્તિઓની પણ તપાસ કરી હતી.

બીબીસી
બીબીસી
બીબીસી