Unit 1: Essential English Conversation
Select a unit
Session 9
Listen to find out how to ask about someone’s birthday.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એનો જન્મદવસ ક્યારે છે.
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 9
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
When is your birthday? તમારો જન્મદિવસ ક્યારે છે?
Listen to find out how to ask about someone’s birthday.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એનો જન્મદિવસ ક્યારે છે.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રીષી......અને આજે આપણે વાત કરીશું કે અંગ્રેજીમાં તમે કેવી રીતે જણાવશો કે આપનો જન્મદિવસ ક્યારે છે.
મિત્રો, પહેલાં તમે સાંભળો એમી અને ફિલને જેઓ એકબીજાને પોતાના જન્મદિવસ વિશે જણાવી રહ્યાં છે.
Amy
When’s your birthday?
Phil
My birthday’s on June the 10th.
Amy
Mine’s on October the 3rd.
પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં એમી પહેલાં ફિલને પૂછે છે, ‘તમારો જન્મદિવસ ક્યારે છે?’ ‘When is your birthday?’ ગુડ, ફરીથી સાંભળીને એમી સાથે પ્રૅક્ટિસ કરો.
When’s your birthday?
પ્રેઝન્ટર
એમીને જવાબ આપતાં ફિલ કહે છે, ‘મારો જન્મદિવસ જૂન મહિનાની દસમી તારીખે છે,’ ‘My birthday’s on June the 10th.’ જો તમારે તારીખ અને મહિનો એક સાથે બોલવાનો હોય તો અંગ્રેજીમાં ‘on’ શબ્દનો ઉમેરો કરવામાં આવે છે. દાખલા તરીકે ‘on May the 10th’ and ‘on April the 22nd.’ વાક્યને સાંભળો અને બોલો.
My birthday’s on June the 10th.
પ્રેઝન્ટર
તમે પહેલા મહિનો કહીને પણ તમારો જન્મદિવસ જણાવી શકો છો. મિત્રો, ચાલો જોઈએ અંગ્રેજીમાં મહિનાઓના નામનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે.
જાન્યુઆરી - January
ફ્રેબુઆરી - February
માર્ચ - March
એપ્રિલ - April
મે - May
જૂન - June
જુલાઈ – July
ઑગસ્ટ - August
સપ્ટેમ્બર - September
ઑક્ટોબર – October
નવેમ્બર - November
ડિસેમ્બર – December
પ્રેઝન્ટર
વેલડન, હવે સાંભળો તમે ક્રમવાચક સંખ્યામાં તમારી જન્મતારીખ જણાવો. અંગ્રેજીમાં એક, બે, ત્રણ માટેના ક્રમવાચક સંખ્યાને કેવી રીતે બોલશો?
First, second, third.
પ્રેઝન્ટર
ચારથી વીસ આંકડાઓ માટે અંગ્રેજીમાં ‘th’ અંતમાં ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે..
ચોથો - fourth
દસમો - tenth
અઢારમો - eighteenth
પ્રેઝન્ટર
વીસથી વધારે આંકડાઓ માટે તમે વીસ અને ક્રમવાચક સંખ્યાને એકસાથે બોલો. ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ.
ચોવીસ - Twenty-fourth
સત્તાવીસ - Twenty-seventh
ઓગણત્રીસ - Twenty-ninth
પ્રેઝન્ટર
ફિલને જવાબ આપતાં એમી જણાવે છે ‘મારો જન્મદિવસ ઑક્ટોબરની ત્રીજી તારીખે છે,’ ‘Mine’s on October the 3rd.’ વાક્યને સાંભળો અને બોલો.
Mine’s on October the 3rd.
પ્રેઝન્ટર
Great! ચાલો હવે એક-બીજાને જન્મદિવસ વિશે પૂછી રહેલી વ્યક્તિઓને સાંભળીએ.
When’s your birthday?
My birthday’s on May the 23rd.
Mine’s on January the 10th.
When’s your birthday?
My birthday’s on February the 13th.
Mine’s on August the 8th.
પ્રેઝન્ટર
મિત્રો ચાલો ફરીથી અભ્યાસ કરીએ. અંગ્રેજીના વાક્યોને સાંભળો અને બોલો.
When’s your birthday?
My birthday’s on June the 10th.
Mine’s on October the 3rd
પ્રેઝન્ટર
Great! હવે એક નાનકડો ટેસ્ટ કરીએ. જોઇએ તમને કેટલું યાદ છે? ગુજરાતી વાક્યોને અંગેજીમાં બોલો.
તમારો જન્મદિવસ ક્યારે છે?
When’s your birthday?
મારો જન્મદિવસ જૂન મહિનાની દસમી તારીખે છે
My birthday’s on June the 10th.
મારો ઑક્ટોબરની ત્રીજી તારીખે છે.
Mine’s on October the 3rd
પ્રેઝન્ટર
ગુડ...તો અંગ્રેજીમાં તમે શીખ્યા કે કઈ રીતે સામેની વ્યકિતને પૂછવું કે એમનો જન્મદિવસ ક્યારે છે. હવે એમી સાથેની વાતચીતમાં પોતાનો જન્મદિવસ જણાવી અભ્યાસ કરો. અને હા મિત્રો, એમીને પણ ‘When’s your birthday?’ પૂછવાનું ભૂલતાં નહીં.
When’s your birthday?
Mine’s on October the 3rd
પ્રેઝન્ટર
Great….શું તમે સાચા જવાબ આપ્યો? જરા આ સંવાદ સાંભળી જાતે તપાસી જૂઓ.
Amy
When’s your birthday?
Phil
My birthday’s on June the 10th.
Amy
Mine’s on October the 3rd
પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં સામેની વ્યકિતને એમના જન્મદિવસ વિશે પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં... ત્યાં સુધી Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
When is your birthday?
3 Questions
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ሓገዝ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ኣመት
'ઓ' શબ્દ આવશે.Question 1 of 3
ሓገዝ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ኣመት
ચાર શબ્દોQuestion 2 of 3
ሓገዝ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ኣመት
ત્રણ શબ્દોQuestion 3 of 3
Excellent!Great job!ሕማቕ ዕድል!ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
When’s your birthday?
તમારો જન્મદિવસ ક્યારે છે?My birthday’s on ______ the ______.
મારો જન્મદિવસ ______ મહિનાની ______ તારીખે છે.My birthday’s on the ______ of ______.
મારો જન્મદિવસ છે _______ મહિનાની ______ તારીખે.January
જાન્યુઆરીFebruary
ફ્રેબુઆરીMarch
માર્ચApril
એપ્રિલMay
મેJune
જૂનJuly
જુલાઈAugust
ઑગસ્ટSeptember
સેપ્ટેમ્બરOctober
ઑક્ટોબરNovember
નવેમ્બરDecember
ડિસેમ્બર