Unit 1: Essential English Conversation
Select a unit
Session 21
Listen to find out how to ask for size and colour when shopping for clothes.
જાણો, કપડાંની ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં તમે કેવી રીતે વિવિધ સાઈઝ અને રંગ વિશે વાત કરશો.
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 21
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
Size and color
સાઈઝ અને રંગ
Listen to find out how to ask for size and colour when shopping for clothes.
જાણો, કપડાંની ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં તમે કેવી રીતે વિવિધ સાઈઝ અને રંગ વિશે વાત કરશો.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે વાત કરીશું કે તમે ખરીદી કરવા જાવ ત્યારે વિવિધ સાઇઝ અને રંગો વિશે કેવી રીતે પૂછશો.
મિત્રો, સૌથી પહેલા તમે સાંભળો ડેનને જે દુકાનમાં ખરીદી કરી રહ્યો છે.
Shop assistant
Can I help you?
Dan
Yes, do you have these shoes in size 9?
Shop assistant
No, but we have them in size 8 and 10.
પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં દુકાનનો કર્મચારી ડેનને પૂછે છે કે ‘Can I help you?’ એટલે ‘શું હું તમારી મદદ કરી શકું?’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
Can I help you?
પ્રેઝન્ટર
ડેન દુકાનનાં કર્મચારીને જણાવે છે કે ‘Yes, do you have these shoes in size 9?’ એટલે કે ‘શું તમારી પાસે આ પગરખાં 9 નંબરની સાઈઝમાં છે?’ મિત્રો, જ્યારે પણ દુકાનદારને પૂછવું હોય કે તેની પાસે કોઈક વસ્તુ વિવિધ રંગો અને સાઈઝમાં છે કે નહીં તો અંગ્રેજીમાં કહેશો ‘Do you have these in…..?’ જો તમારે એક વસ્તુ વિશે પૂછવું હોય તો કહેશો ‘Do you have this in….?’ અને જો એકથી વધારે વસ્તુઓ માટે પૂછવું હોય તો કહેશો ‘Do you have these in…..?’
મિત્રો, જો તમને કોઈ વસ્તુ કાળા રંગમાં અથવા 8 નંબરમાં જોઈએ તો કહેશો..
Do you have these shoes in black?
Do you have these in size 8?
પ્રેઝન્ટર
વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
Yes, do you have these shoes in size 9?
પ્રેઝન્ટર
દુકાનનો કર્મચારી ડેનને જણાવે છે કે તે જે બુટ 9 નંબરમાં માંગી રહયો છે તે હાલ તેની પાસે છે, પણ બુટ 8 અને 10 નંબરમાં છે. તે અંગ્રેજીમાં કહે છે, ‘No, but we have them in size 8 and 10.’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
No, but we have them in size 8 and 10.
પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને દુકાનમાં ખરીદી કરતાં સાંભળીએ.
Can I help you?
Yes, do you have these trousers in black?
No, but we have them in brown.
Can I help you?
Yes, do you have these sunglasses in white?
No, but we have them in silver
પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.
Can I help you?
Yes, do you have these shoes in size 9?
No, but we have them in size 8 and 10.
પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.
શું હું મદદ કરી શકું?
Can I help you?
હા, શું તમારી પાસે 9 નંબરના બુટ છે?
Yes, do you have these shoes in size 9?
ના. પણ અમારી પાસે 8 અને 10 નંબરના બુટ છે.
No, but we have them in size 8 and 10.
પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે બજારમાં ખરીદી કરતી વખતે વિવિધ સાઈઝ વિશે અંગ્રેજીમાં પૂછી શકો છો. હવે દુકાનનાં કર્મચારી સાથે વાત કરી અભ્યાસ કરો.
Can I help you?
No, but we have them in size 8 and 10
પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Shop assistant
Can I help you?
Dan
Yes, do you have these shoes in size 9?
Shop assistant
No, but we have them in size 8 and 10.
પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે બજારમાં ખરીદી કરતી વખતે, વિવિધ સાઈઝ અને રંગો વિશે અંગ્રેજીમાં પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
Size and colour
3 Questions
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ሓገዝ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ኣመት
યાદ રાખો 'this' શબ્દ એકવચન છે અને 'these' એ બહુવચન છે.Question 1 of 3
ሓገዝ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ኣመት
જવાબમાં જે શબ્દ છે એ બે વિરોધી શબ્દોને જોડે છે.Question 2 of 3
ሓገዝ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ኣመት
અહીં વ્યક્તિ સામેની વ્યક્તિને મદદ માટે પૂછી રહયો છે.Question 3 of 3
Excellent!Great job!ሕማቕ ዕድል!ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
Can I help you?
શું હું તમારી મદદ કરી શકું?Yes, do you have these ______ in ______?
હા, શું તમારી પાસે ______ છે ______ માં?Do you have these in ______?
શું તમારી પાસે આ છે ______ માં?Do you have these ______ in ______?
શું તમારી પાસે ______ છે ______ માં?No, but we have them in ______.
નહીં, પણ અમારી પાસે આ ______ માં છે.trousers
ઢીલા પાયજામાં, પાટલૂનsunglasses
પ્રકાશથી આંખનું રક્ષણ કરવા માટેના રંગવાળા ચશ્માshoes
બુટsize 8
સાઈઝ 8brown
તપખીરિયો રંગsilver
ચાંદીblack
કાળું, શ્યામ