Unit 1: Essential English Conversation
Select a unit
Session 13
Listen to find out how to ask for detailed directions.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતથી દિશોઓની અંગેની વિસ્તૃત માહિતી મેળવશો.
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 13
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I get to….? હું કેવી રીતે પહોંચી શકું….?
Listen to find out how to ask for detailed directions.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતથી દિશોઓની અંગેની વિસ્તૃત માહિતી મેળવશો.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રીષી......અને આજે આપણે વાત કરીશું કે નગરમાં આવેલ સ્થાનો ઉપર તમે કેવી રીતે પહોંચશો.
મિત્રો, પહેલાં તમે સાંભળો ફિલને જે સેમને સુપરમાર્કેટ જવાનો રસ્તો પૂછી રહ્યો છે.
Phil
How do I get to the supermarket?
Sam
Turn left, go straight on, turn right, it’s on Queen Street.
Phil
Thanks!
પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં ફિલ સેમને પૂછે છે કે ‘supermarket’ હું કેવી રીતે પહોંચી શકું? ગુજરાતીમાં ‘supermarket’ ને ‘સુપરમાર્કેટ’ જ કહીશું. સેમને પ્રશ્ન પૂછતી વખતે ફિલ કહે છે, ‘How do I get to…’ એટલે હું કેવી રીતે........પહોંચી શકું. મિત્રો, ફિલ ‘How do I get to….’ પછી ‘the supermarket’ શબ્દનો ઉપયોગ કરે છે. વાક્યને સાંભળો અને બોલો.
How do I get to the supermarket?
પ્રેઝન્ટર
જવાબ આપતાં સેમ ફિલને કહે છે કે તેણે પહેલાં ડાબી બાજુ વળવું પડશે. તે અંગ્રેજીમાં કહે છે ‘turn left’. તે ફિલને ડાબી બાજુ વળીને સીધે ચાલવાનું કહે છે અને પછી જમણે વળવાનું જણાવે છે. ફ્રેન્ડસ્, સીધે ચાલવા માટે અંગ્રેજીમાં કહેશો, ‘go straight on’ અને ‘turn right’ એટલે જમણે વળવું. નીચેના વાક્યોને સાંભળો અને અભ્યાસ કરો.
Turn left
Go straight on
Turn right
પ્રેઝન્ટર
રસ્તો બતાવ્યા બાદ સેમ ફિલને સુપરમાર્કેટ જે માર્ગ ઉપર આવેલું છે એનો નામ પણ જણાવે છે. તે અંગ્રેજીમાં કહે છે, ‘it is on Queen Street.’ ગુજરાતીમાં આનો અર્થ થયો કે એ ક્વીન સ્ટ્રીટ ઉપર આવેલું છે. મિત્રો, સેમ ‘it’s on…..’ કહીને માર્ગનું નામ ઉમેરે છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
It’s on Queen Street
પ્રેઝન્ટર
માહિતી આપવા બદલ ફિલ સેમને ‘thanks’ કહે છે જેનો ગુજરાતીમાં અર્થ થયો આભાર. વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.
Thanks
પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી એકબીજાને દિશો વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.
પીટને ‘bank’ જવું છે. મિત્રો, ગુજરાતીમાં ‘bank’ ને બૅંક જ કહીશું.
How do I get to the bank?
Turn right, go straight on, turn left, it’s on Perth Road.
Thanks!
ક્લેરને ‘post office’ એટલે ડાકઘર જવું છે.
How do I get to the post office?
Go straight on, turn right, turn left, it’s on South Street.
Thanks!
પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.
How do I get to the supermarket?
Turn left.
Go straight on
Turn right.
It’s on Queen Street.
Thanks!
પ્રેઝન્ટર
વેલડન...... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.
હું સુપરમાર્કેટ કેવી રીતે પહોંચી શકું?
How do I get to the supermarket?
ડાબી બાજુ વળો
Turn left..
સીધે-સીધે ચાલો.
Go straight on
જમણે વળો
Turn right.
એ ક્વીન સ્ટ્રીટ ઉપર આવેલું છે.
It’s on Queen Street.
આભાર!
Thanks!
પ્રેઝન્ટર
ગુડ.....તો હવે તમે અંગ્રેજીમાં દિશા અંગે પૂછી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને માહિતી આપી પણ શકો છો. હવે ફિલ સાથે વાત કરીને અભ્યાસ કરો.
How do I get to the supermarket?
Thanks!
પ્રેઝન્ટર
Great! શું તમે સાચા જવાબો આપ્યા? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Phil
How do I get to the supermarket?
Sam
Turn left, go straight on, turn right, it’s on Queen Street.
Phil
Thanks!
પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં હવે તમે અંગ્રેજીમાં દિશા અંગે પૂછી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને માહિતી આપી પણ શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!
Check what you’ve learned by putting the words in the correct order.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવો.
How do I get to….?
3 Questions
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Choose the correct answer.
ሓገዝ
Activity
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Choose the correct answer.
ኣመት
તમે રસ્તો પૂછી રહ્યાં છો.Question 1 of 3
ሓገዝ
Activity
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Choose the correct answer.
ኣመት
આ શબ્દ હમેંશા સીધે-સીધું ચાલવા સાથે સંલગ્ન છે.Question 2 of 3
ሓገዝ
Activity
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Choose the correct answer.
ኣመት
આ શબ્દનો અર્થ થાય છે દિશા બદલવું.Question 3 of 3
Excellent!Great job!ሕማቕ ዕድል!ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
How do I get to ______?
હું કેવી રીતે ______ પહોંચી શકું?the supermarket
સુપરમાર્કેટthe bank
બૅંકthe post office
ડાકઘરGo straight on.
સીધે-સીધું ચાલ્યા જાવTurn right.
જમણી બાજુ વળો.Turn left.
ડાબી બાજુ વળોIt’s on ______.
એ ______ ઉપર છે.Thanks!
આભાર!