Unit 1: Essential English Conversation
Select a unit
Session 3
What do you do? તમે શું કરો છો?
Listen to find out how to tell someone what your job is.
અંગ્રેજીમાં કેવી રીતે કહેશો કે શું કરો છો?
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 3
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
નવા લોકોને મળવું
તમે શું કરો છો
Listen to find out how to tell someone what your job is.
જાણો કેવી રીતે સામેની વ્યકિતને જાણાવશો કે તમે શું કરો છો.
ઓડિયો સાંભળી પ્રશ્નો નો જવાબ આપો. Listen to the audio and take the quiz.

પ્રેઝન્ટર
હેલ્લો અને વેલકમ, Essential English Conversationમાં તમારું સ્વાગત છે. હું છું રીષી....અને આજે આપણે અલગ-અલગ વ્યવસાયને અંગ્રેજીમાં શું કહેશો? તેના વિશે વાત કરીશું.
તો સાંભળો જેમ્સ અને અમાન્ડાને. બંને એક-બીજાને પોતાના કામ વિશે જણાવી રહ્યાં છે.
Amanda
Hi James, What do you do?
James
I’m an engineer. How about you Amanda?
Amanda
I’m a farmer.
પ્રેઝન્ટર
જો અઘરું લાગ્યું હોય તો ડોન્ટ વરી....હું તમને સમજાવું.
પહેલાં અમાન્ડા જેમ્સને પુછે છે “What do you do?” એટલે ‘તમે શું કામ કરો છો?’ જો કોઈના કામ કે વ્યવસાય વિશે જાણવું હોય તો તમે અંગ્રેજીમાં પૂછશો “What do you do?” હવે ફરીથી સાંભળો.
What do you do?
પ્રેઝન્ટર
જેમ્સે કહ્યું કે તે એક ઇજનેર છે. અહીં ‘engineer’ શબ્દની આગળ ‘an’ મૂકાયો છે. અંગ્રેજીમાં સ્વરથી શરૂ થતા શબ્દોની આગળ ‘an’ મૂકવામાં આવે છે. ‘engineer’ સ્વરથી શરૂ થતો શબ્દ છે માટે “an engineer” બોલશું નહી કે a engineer”.
ફ્રેંડ્સ, ‘engineer’ ને ગુજરાતીમાં ઇજનેર કહેવાય છે પણ હવે એનું ઉચ્ચારણ એન્જિનિઅર તરીકે જ થાય છે.
જો તમારે કહેવું હોય કે તમે શું કામ કરો છો તો કેવી રીતે જણાવશો?
પહેલા ‘I’m’ કહો અને પોતાનો વ્યવસાય ઉમેરો. જો તમે એન્જિનિઅર છો તો કહેશો ‘I’m’ an engineer.
I’m an engineer.
પ્રેઝન્ટર
જેમ્સ જવાબ આપ્યા બાદ આ જ પ્રશ્ન અમાન્ડાને પૂછે છે. જ્યારે તમે બીજા કોઈને એક સરખો જ પ્રશ્ન પૂછવા માગતા હોવ ત્યારે તેમને પૂછો “How about you?” એટલે કે હવે તમારા વિશે જણાવો. વાક્ય સાંભળો અને બોલો.
How about you?
પ્રેઝન્ટર
અમાન્ડા એક ખેડૂત છે. તે ડેવિડને “I’m” કહીને ‘a farmer’ શબ્દ ઉમેરે છે. આનો અર્થ થયો ‘હું એક ખેડૂત છું’. વાક્યને ફરીથી સાંભળો.
I’m a farmer.
પ્રેઝન્ટર
આ તો થઈ ‘farmer’ અને ‘engineer’ ની વાત. બીજા વ્યવસાયોને અંગ્રેજીમાં શું કહશો? ચાલો એ પણ જાણીએ.
હું ડ્રાઈવર છું.
I’m a driver.
હું નર્સ છું.
Insert
I’m a nurse.
હું રસોઈયો છું
Insert
I’m a chef.
પ્રેઝન્ટર
ખૂબ સરસ, ચાલો હવે ફરી એકબીજાને વ્યવસાય અંગે વાતચીત કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.
ક્લેરી એક શિક્ષિકા છે “a teacher” અને એલિસ સેલ્સપર્સન “a salesperson”.
Hi Claire, what do you do?
I’m a teacher. How about you Alice?
I’m a salesperson.
પ્રેઝન્ટર
આવી જ રીતે માર્ક અને પીટ પણ એમના વ્યવસાય વિશે જણાવી રહ્યાં છે. માર્ક બિલ્ડર છે “a builder” અને પીટ એક ડોકટર છે “a doctor”.
Hi Mark, what do you do?
I’m a builder. How about you Pete?
I’m a doctor.
પ્રેઝન્ટર
એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રૅક્ટિસ. પહેલા અંગ્રેજીના વાક્યોને સાંભળો અને પછી બોલો. પરંતું ધ્યાન રાખજો દરેક વાક્ય તમને બે વાર સંભળાશે.
Hi James, What do you do?
I’m an engineer.
How about you, Amanda?
I’m a farmer.
પ્રેઝન્ટર
વાહ સરસ….
આટલું શીખ્યા બાદ તમને કેટલું યાદ રહ્યું…?
ચાલો હવે આપણે જુદી રીતે પ્રૅક્ટિસ કરીએ..
આ વખતે તમારે ગુજરાતી વાક્ય સાંભળી તેને અંગ્રેજીમાં બોલવાનું છે.
હાય જેમ્સ. તમે શું કરો છો.?
Hi James, What do you do?
હું એક ઇજનેર છું.
I’m an engineer.
તમે શું કરો છો અમાન્ડા?
How about you, Amanda?
હું ખેડૂત છું.
I’m a farmer.
પ્રેઝન્ટર
ગ્રેટ. વેલ ડન. હવે તમે જાણો છો કે તમારા વ્યવસાય અંગે અંગ્રેજીમાં કઈ રીતે વાતચીત કરવી. હવે તમે અમાન્ડા સાથે વાત કરો અને જુઓ કે તમે કેટલું શીખ્યા છો.
Hi, what do you do?
I’m a farmer
પ્રેઝેન્ટર
ઓકે..
તમે જે જવાબ આપ્યા તે સાચા છે કે નહીં તે જાણવા સંવાદને ફરીથી સાંભળો..
Amanda
Hi James, What do you do?
James
I’m an engineer. How about you Amanda?
Amanda
I’m a farmer.
પ્રેઝેન્ટર
વેરી ગૂડ... હવે તમે આસાનીથી અંગ્રેજીમાં તમારા વ્યવસાય અંગે જણાવી શકો છો અને અન્ય લોકોને પ્રશ્ન પણ પૂછી શકો છો. પરંતુ આ માટે વધારે અભ્યાસ પણ જરૂરી છે. માટે તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં તમારા વ્યવસાય વિશે જણાવી પ્રૅક્ટિસ કરતા રહો. આવા બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં …..BYE..BYE…
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
What do you do?
3 Questions
Choose the correct answer.
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
ሓገዝ
Activity
Choose the correct answer.
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
ኣመት
પ્રશ્ન પુછવામાં કયો ક્રિયાપદ નો ઉપયોગ કરીશુંQuestion 1 of 3
ሓገዝ
Activity
Choose the correct answer.
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
ኣመት
કર્તા અને ક્રિયાપદ હોવું જરૂરી છેQuestion 2 of 3
ሓገዝ
Activity
Choose the correct answer.
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
ኣመት
વ્યકિતએ પુછેલ પ્રશ્ન એને જ પુછવો હોય..Question 3 of 3
Excellent!Great job!ሕማቕ ዕድል!ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
engineer
એન્જિનિઅરfarmer
ખેડૂતdriver
ડ્રાઇવર
nurse
નર્સchef
રસોઇયો
teacher
શિક્ષક
salesperson
સેલ્સ પર્સન
builder
બિલ્ડરdoctor
તબીબ