บทเรียน 1: How do I...
เลือกบทเรียน
- 1How do I...
- 2Unit 2
- 3Unit 3
- 4Unit 4
- 5Unit 5
- 6Unit 6
- 7Unit 7
- 8Unit 8
- 9Unit 9
- 10Unit 10
- 11Unit 11
- 12Unit 12
- 13Unit 13
- 14Unit 14
- 15Unit 15
- 16Unit 16
- 17Unit 17
- 18Unit 18
- 19Unit 19
- 20Unit 20
- 21Unit 21
- 22Unit 22
- 23Unit 23
- 24Unit 24
- 25Unit 25
- 26Unit 26
- 27Unit 27
- 28Unit 28
- 29Unit 29
- 30Unit 30
- 31Unit 31
- 32Unit 32
- 33Unit 33
- 34Unit 34
- 35Unit 35
- 36Unit 36
- 37Unit 37
- 38Unit 38
- 39Unit 39
- 40Unit 40
บทเรียนย่อย 4
Listen to find out how to talk about your morning routine in English.
જાણો તમે કેવી રીતે તમારા સવારના નિત્યક્રમ વિશે વાત કરશો.
คะแนนจากบทเรียนย่อย 4
0 / 4
- 0 / 4แบบฝึกหัด 1
แบบฝึกหัด 1
How do I talk about my morning routine?
નીચેના શબ્દોને ક્રમસર ગોઠવો. પછી ઑડિઓ સાંભળો અને પોતાનો જવાબ ચેક કરો.
• Get up
• Have a shower
• Have breakfast
• Wake up
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ...વેલકમ ફિલ!
Phil
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે તમે કેવી રીતે પોતાના સવારના નિત્યક્રમ વિશે વાત કરશો. સહુથી પહેલા તમે સાંભળો વિવિધ લોકોને જે તેમની સવારની દિનચર્યા વિશે જણાવી રહ્યા છે. જો અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું. તમારી મદદ માટે બે શબ્દો છેઃ ‘get up’ એન્ડ ‘wake up’.
I wake up at 6 o’clock.
I get up at 7 o’clock.
I have a shower at 7 o’clock.
I have breakfast at 8 o’clock.
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું? ડોન્ટ વરી...તમે સારી રીતે અભ્યાસ કરી શકો એ માટે દરેક વાક્ય વિશે આજે અમે વિસ્તારમાં વાત કરીશું. તો મિત્રો, શું તમને યાદ છે પ્રથમ વ્યક્તિએ ‘I wake up at…..’ પછી શું કહ્યું?
Phil
It was 6 o’clock. When you want to say the time, you have to use the word ‘at’ to mention the time. For example, I can say ‘I wake up at 5 o’clock’ Let’s practice. Listen and repeat. ‘I wake up at 6 o’clock’.
પ્રેઝન્ટર
બીજા વ્યક્તિએ કહ્યું, ‘I get up at….’ એટલે ‘હું સવારે આટલા ......વાગે ઉઠી જાવ છું.’ મિત્રો, શું તમને સમય યાદ છે? તમે એકદમ બરાબર બોલ્યાં! સમય છે ‘at 7 o’ clock’ એટલે સવારનાં 7 વાગે. મિત્રો, ધ્યાન રાખો કે અંગ્રેજી શબ્દો ‘wake up’ અને ‘get up’ નો અર્થ જુદો થાય છે. ‘Wake up’ નો અર્થ થાય છે ઊંઘમાંથી ઉઠવું જ્યારે ‘get up’ નો અર્થ થાય છે કે વ્યક્તિ પોતાનો નિત્યક્રમ શરૂ કરવા માટે વ્યક્તિ પલંગમાંથી ઉતરી રહ્યો છે.
Phil
Let’s practice saying the sentence. Listen and repeat.
‘I get up at 7 o’clock.'
પ્રેઝન્ટર
વેલડન! ત્રીજી વ્યક્તિ પોતે ક્યારે સ્નાન કરે છે તેના વિશે જણાવે છે. મિત્રો, ત્રીજી વ્યક્તિએ જે સમય કહ્યું શું તમને એ યાદ છે? તમે એકદમ બરાબર બોલ્યાં! સવારે 7 વાગે.
Phil
We use the action word ‘have’ with shower.
પ્રેઝન્ટર
હા, તમે સ્નાન સાથે ક્રિયાત્મક શબ્દ ‘take’ નો ઉપયોગ કરી શકો છો. જો તમે કંઈક કરી રહ્યા છો અથવા કઈક અનુભવ કરો છો તો એ જણાવવા માટે અંગ્રેજી શબ્દ ‘have’ નો ઉપયોગ કરો.
Phil
Yes, let’s practice. Listen and repeat.
‘I have a shower at 7 o’clock.’
પ્રેઝન્ટર
સરસ! ચોથો વ્યક્તિ પોતે સવારનો નાસ્તો કેટલા વાગે કરે છે તે વિશે જણાવી રહ્યો છે. મિત્રો, ‘have breakfast’ નો અર્થ ‘to eat પણ થાય છે ‘Have breakfast’ એ અંગ્રેજી શબ્દ ‘have’ નો વધુ એક ઉપયોગ બતાવે છે. ફિલ, શું ‘have’ નો ઉપયોગ ‘drinks’ એટલે કે પીણાં સાથે કરી શકાય?
Phil
You absolutely can. We can use ‘have’ to talk about eating and drinking. So I can say, I’m having a sandwich and I’m having a coffee.
પ્રેઝન્ટર
‘Have’ શબ્દ કેટલું મહત્ત્તવનું છે! So, why don’t we have a practice?
Phil
Yes, let’s practice. Listen and repeat.
'I have breakfast at 8’clock.'
પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે જે શીખ્યા એનો અભ્યાસ કરવાનો. જો તમને કહેવું હોય સવારે 8 વાગે ઊંઘમાંથી ઊઠી જાવ છો તો અંગ્રેજીમાં શું કહશો? ફિલ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Phil
I wake up at 8 o’clock.
પ્રેઝન્ટર
Did you say the same? તમે પોતાનો નિત્યક્રમ સવારે 9 વાગે શરૂ કરો છો તો અંગ્રેજીમાં કેવી રીતે કહશો? ફિલ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Phil
I get up at 9 o’clock.
પ્રેઝન્ટર
ગુડ! હવે તમે અંગ્રેજી શબ્દ ‘have’ નો ઉપયોગ કરીને બે જુદી-જુદી વાક્ય કહો. તમારી મદદ માટે શબ્દો છે ‘shower’ અને ‘breakfast’. મિત્રો, જો તમે અંગ્રેજીમાં કેવી રીતે કહશો કે સવારે 9 વાગે સ્નાન અથવા નાસ્તો કરો છો? ફિલ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Phil
I have a shower at 9 o’clock.
I have breakfast at 9 o’clock.
પ્રેઝન્ટર
Did you say the same?
Phil
I think you did very well, and I hope you had fun listening to today’s lesson. Now, I’m going to have a coffee.
પ્રેઝન્ટર
હું પણ! મિત્રો, યાદ રાખો કે ‘wake up’ અને ‘get up’ નું અર્થ જુદું છે. જ્યારે પણ તમે સમય વિશે વાત કરો ત્યારે અંગ્રેજી શબ્દ ‘at’ નો ઉપયોગ અચૂક કરો. Thanks for joining us today, goodbye!
Phil
Goodbye!
Learn more!
1. ‘Wake up’ અને ‘get up’ વચ્ચે શું તફાવત છે?
- Wake up નો અર્થ થયો વ્યક્તિ ઊંંઘમાંથી ઉઠી ગયો છે.
- Get up નો અર્થ થાય છે કે પોતાનો નિત્યક્રમ શરૂ કરવા માટે વ્યક્તિ પલંગમાંથી ઉતરી રહ્યો છે.
તો પહેલાં તમે ઊંઘમાંથી ઉઠો છો અને પછી પલંગમાંથી ઉતરો છો!
2. શું ‘have a shower’ અને ‘have breakfast’ માં ‘have’ નો અર્થ સરખો છે?
Have નો ઉપયોગ કાર્ય કરવા અંગે જણાવવા માટે કરવામાં આવે છે.
- Have a shower
- Have a look
- Have a good time
- Have a practice
(remember that practise is a verb and practice is a noun)
Have નો ઉપયોગ જમવા અથવા પીવા વિશે વાત કરવા માટે કરવામાં આવે છે.
- Have a meal
- Have a sandwich
- Have a coffee
- Have a drink
3. શું સમય સાથે ‘at’ નો ઉપયોગ એ ફરજીયાત છે?
ચોક્કસ સમય અથવા દિવસ અંગે વાત કરવા માટે કાયમ ‘at’ નો ઉપયોગ કરવામાં આવે છે.
- I get up at seven thirty.
- I have a shower at half past 8.
How do I talk about my morning routine?
4 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
คำใบ้
'Get' આ શબ્દ સાથે જશે. આ શબ્દનો અર્થ થયો કંઈક ઉપર અથવા ઊંંચું.Question 1 of 4
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
คำใบ้
ક્રમ વિશે વિચારો.Question 2 of 4
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
คำใบ้
ચોક્કસ સમય વિશે વાત છે.Question 3 of 4
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
คำใบ้
સવારનો નાસ્તો વિશે કહેવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવો.Question 4 of 4
Excellent!เยี่ยม!แย่หน่อย!คุณทำคะแนนได้:
What time do you get up in the morning?
What do you have for breakfast?
Answer these questions and tell us on our Facebook group!
સવાલોના જવાબ આપો અને અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
wake up
ઊંઘમાંથી જાગવું
get up
પંલગમાંથી ઉતરવું
have a shower
સ્નાન કરવું
have breakfast
નાસ્તો કરવો
at 7 o’clock
સાત વાગ્યે