રખમાબાઈ રાઉત : જેમણે મહિલાઓને 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો' અપાવ્યો

બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે.

એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.

વર્ષ 1864માં મહારાષ્ટ્રમાં જન્મેલા રખમાબાઈ રાઉતની લડત બાદ 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો 1891' બન્યો હતો.

રખમાબાઈનું નામ બ્રિટિશ રાજના વખતમાં પ્રૅક્ટિસ કરનારાં પ્રથમ મહિલા ડૉક્ટર તરીકે પણ ઇતિહાસમાં અંકાયેલું છે.

રખમાબાઈનાં લગ્ન 11 વર્ષની નાની વયે થયાં હતાં, તેમણે આ લગ્ન નકારી દીધાં હતાં.

તેમની સમગ્ર કહાણી માટે જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ વીડિયો અહેવાલ.

બીબીસી ગુજરાતી આવી મહિલાઓની કહાણીઓ લઈ આવ્યું છે.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો