પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કારની પ્રક્રિયા સંપન્ન

ડ્યુક ઑફ ઍડિનબર્ગની અંતિમવિધિ
ઇમેજ કૅપ્શન, ડ્યુક ઑફ ઍડિનબર્ગની અંતિમવિધિ

ડ્યુક ઑફ ઍડિનબર્ગ પ્રિન્સ ફિલિપની અંતિમયાત્રા સંપન્ન થઈ ગઈ છે, તેમના કૉફિનને સેન્ટ જૉર્જ ચૅપલ લઈ જવાયો હતો અને વિન્ડસર કૅસલના હૉલમાં દફન કરવામાં આવ્યો. તેમના કૉફિનને શાહી રસ્તેથી લઈ જવાયો હતો.

પ્રિન્સ ફિલિપના પરિવારના લોકો પણ હાજર રહ્યા છે અને તેઓ અંતિમયાત્રા દરમિયાન શાહી પરિવારની પાછળ રહ્યા હતા.

અંતિમવિધિમાં સામેલ સૌથી વૃદ્ધ વ્યક્તિ ડ્યુકના અંગત સચિવ બ્રિગેડિયર આર્ચી મિલર-બેકવેલ હતા.

સેનાના બૅન્ડ ડ્યુક ઑફ ઍડિનબર્ગ દ્વારા પસંદ કરાયેલું મ્યુઝિક વગાડવામાં આવતું હતું, જેમાં જેરુસલેમ અને એલ્ગરના નિમરોડ જેવી ધૂન સામેલ છે.

ગવાઈ રહેલાં ગીતો વચ્ચે કૉફિનને એ મંચ તરફ લઈ જવાયું હતું, જ્યાં પ્રિન્સ ફિલિપ હંમેશાં માટે આરામ કરશે.

ગાયનમંડળીએ અંતિમસંસ્કાર પર બાઇબલની પંક્તિઓ ગાઈ હતી. 18મી સદીના સંગીતકાર વિલિયમ ક્રૉફ્ટે બાઇબલના છંદોને સ્વરબદ્ધ કર્યા હતા.

તેના શબ્દો છે, "હું પુનરુત્થાન અને જીવન છું", જે ધ ગૉસ્પેલ ઑફ જૉનથી લેવાયા હતા.

ધ બુક ઑફ જૉબમાંથી "હું જાણું છું કે મારો ઉદ્ધારક જીવિત છે" પણ ગવાયું હતું.

કોરોના વાઇરસના સંક્રમણના પ્રતિબંધોને ધ્યાને રાખીને પ્રિન્સ ફિલિપની અંતિમવિધિમાં માત્ર 30 લોકોને સામેલ કરાયા છે.
ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસના સંક્રમણના પ્રતિબંધોને ધ્યાને રાખીને પ્રિન્સ ફિલિપની અંતિમવિધિમાં માત્ર 30 લોકોને સામેલ કરાયા છે.

કોરોના વાઇરસના સંક્રમણના પ્રતિબંધોને ધ્યાને રાખીને માત્ર 30 લોકો અંતિમવિધિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

બકિંઘમ પૅલેસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પહેલાં 800 લોકોની યાદી તૈયાર કરાઈ હતી, જે બાદ 30 લોકોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહારાણી ઇચ્છતાં હતાં કે પ્રિન્સ ફિલિપના પરિવારના તમામ લોકોનું અંતિમસંસ્કારમાં પ્રતિનિધિત્વ થાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો