બ્રેક્સિટ મામલો : બ્રિટનની સંસદે વડાં પ્રધાન થેરેસા મેની ડીલ નકારી, હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રેક્સિટ ડીલ એટલે કે યુરોપીય સંઘથી અલગ થવાની બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેની યોજનાને સંસદે ભારી બહુમતથી નકારી દીધી છે.
થેરેસા મેની યોજનાને 432 સાંસદોએ નકારી દીધી હતી અને તેમને માત્ર 202 સાંસદોનું જ સમર્થન મળ્યું હતું.
ત્યાં સુધી કે ખુદ થેરેસા મેના કન્ઝર્વેટિવ પક્ષના 118 સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
કોઈ બિલ કે ખરડા પર બ્રિટનમાં કોઈ વર્તમાન સરકારની આ સૌથી મોટી હાર છે.
જોકે, એવું પણ બન્યું છે કે મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ પણ ડીલના સમર્થનમાં મતદાન કર્યું હતું.
વડાં પ્રધાન થેરેસા મેની યોજનાને મળેલી ઐતિહાસિક હાર બાદ લેબર પાર્ટીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ મતનો પ્રસ્તાવ આપ્યો છે.

ઇમેજ સ્રોત, EPA
બ્રેક્સિટ ડીલમાં મળેલી આટલી મોટી હાર બાદ થેરેસા મેની રાજકીય કારકિર્દી પર પણ સવાલ ઊભા થવાના શરૂ થઈ ગયા છે.
જોકે, ઘણા સાંસદો અને થેરેસા મેની સરકારને સમર્થન કરનારા પક્ષોએ સાફ કર્યું છે કે તેમણે માત્ર ડીલનો વિરોધ કર્યો છે, વડાં પ્રધાનનો નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતદાન બાદ થેરેસા મેએ કહ્યું કે જો તેઓ વિશ્વાસ મતને હાંસલ કરી લેશે તો તેઓ સોમવારે એક બીજા ખરડાને સંસદમાં રજૂ કરશે.
જો, બુધવારે થેરેસા મે સંસદમાં વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ રહ્યાં તો તેમણે અથવા કોઈ અન્યને 14 દિવસોની અંદર સંસદનો વિશ્વાસ મત હાંસલ કરવાની તક મળશે.
જો, આ પ્રક્રિયા બાદ પણ કોઈ સરકાર ના બની શકી તો બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થશે.
મતદાનથી પહેલાં થેરેસા મેએ પોતાની યોજના બચાવવા માટે પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા હતા.
તેમણે સંસદમાં ખૂબ જ ભાવુક ભાષણમાં કહ્યું કે આ યોજના પર મતદાન તેમની રાજકીય કારકિર્દીની સૌથી મોટી મહત્ત્વપૂર્ણ પળ છે.
તેમણે સાંસદોને પોતાની યોજનાને સમર્થન કરવાની પણ અપીલ કરી હતી.


આ મતદાન બાદ હવે શું થશે?

ઇમેજ સ્રોત, AFP
બ્રિટનની સંસદ દ્વારા થેરેસા મેની ડીલને નકારી દીધા બાદ હવે શું થઈ શકે છે.
હવે થેરેસા મે બીજી વખત પોતાની યોજના સંસદ સમક્ષ રજૂ કરી શકે છે અને સંસદની મંજૂરી મેળવી શકે છે.
તેઓ યુરોપિયન સંઘ સાથે ફરીથી વાત કરી શકે છે અને એક નવી સમજૂતી સાથે સંસદમાં આવી શકે છે.
બ્રેક્સિટને જનતા પાસે ફરીથી જનમત સંગ્રહ માટે પણ લઈ જઈ શકાય છે.
જો, આવું કંઈ પણ ના થયું તો 29 માર્ચ 2019ના બ્રિટન કોઈ પણ સમજૂતી વિના યુરોપીય સંઘથી અલગ થઈ જશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે













