ભારત-પાકિસ્તાનનાં સૈન્યો એકબીજાની સામે નહીં સાથે હશે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સમાચારનાં અહેવાલ પ્રમાણે આઝાદી બાદ ભારત અને પાકિસ્તાને પહેલીવાર સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
આ કવાયતમાં ભારત-પાકિસ્તાન સિવાય રશિયા, ચીન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન સહિત કુલ આઠ દેશ ભાગ લેશે.
ચીનમાં યોજાયેલી એક બેઠકમાં નિર્મલા સીયારામને આ સૈન્ય અભ્યાસમાં ભાગ લેવાના નિર્ણય પર મહોર લગાવી હતી.
ભારત અને પાકિસ્તાન જૂન 2017થી એસસીઓના પૂર્ણકાલીન સભ્યો બન્યા છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ શાંતિ અભિયાન છે.

રાહુલ ગાંધીનો 32 મિનિટમાં 38 વખત 'મોદી' નાદ

ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાહુલ ગાંધી એનડીએ સરકાર પોતે કરેલા વાયદા પૂર્ણ કરે તે માટે કૈલાશ માનસરોવરનો પ્રવાસ ખેડશે.
આ સિવાય રાહુલ ગાંધીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર વિવિધ વાયદાઓ જ કરે છે પરંતુ તેને પૂર્ણ કરતા નથી.
તેઓએ વધુ ઉમેર્યું કે નરેન્દ્ર મોદી કઠુઆ અને ન્યાયતંત્ર પર આવેલા સંકટ બાબતે પણ મૌન છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી રામલીલા મેદાન ખાતેની 32 મિનિટની સ્પીચમાં નરેન્દ્ર મોદી વરુદ્ધ વિવિધ પ્રહારો કરતા તેમનાં નામનો 38 વખત ઉપયોગ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન અને ચોકીદાર તરીકે 13 વખત પોતાની વાતમાં વર્ણવ્યા હતા.

પતિએ વોટ્સઍપ પર વીડિયો મોકલાવી તલાક આપ્યા

ઇમેજ સ્રોત, Reuters
સંદેશના અહેવાલ મુજબ મુંબઈનાં વસઈમાં રહેતા યાવર ખાને પોતાની પત્ની ફરાહ નાઝને વોટ્સ ઍપ પર વીડિયો મોકલાવી તાત્કાલિક તલાક આપ્યા હતા.
તેના વિરોધમાં પત્ની ફરાહે પત્રકાર પરિષદ યોજી તેને ન્યાય મળવો જોઈએ એવી અપીલ કરી હતી.
પત્નીએ પોતાના પતિ વિરુધ્ધ દહેજની માંગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ અંગેની ફરિયાદ કરી હતી, જેથી ફરાહે પિયર જવાનું નક્કી કર્યું હતું.
આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પતિ યાવર ખાને વોટ્સ ઍપ પર વીડિયો મોકલાવી ફરાહને તલાક આપી દીધા હતા.
આ ઘટના નવેમ્બરમાં બની હતી. હવે યાવર ખાન બીજા લગ્ન કરવાના છે એવી જાણ થતાં ફરાહે આખરે પત્રકાર પરિષદ બોલાવી હતી.
તે સિવાય ફરાહે જણાવ્યું કે પતિને દુકાન શરૂ કરવા પોતાના દાગીના બૅન્કમાં ગીરવે મૂકી રૂપિયા 9 લાખની લોન અપાવી હતી, તેમ છતાં પતિ સતત તેની પાસે રૂપિયા લાવવાની માગણી કરતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












