ગુજરાતમાં ચોમાસા સમયે મચ્છરોની ગણતરી કેમ કરવામાં આવે છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાતમાં ચોમાસા સમયે મચ્છરોની ગણતરી કેમ કરવામાં આવે છે?

ચોમાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોનાં ઘરોમાં ભરાયેલાં પાણી ઊતરી ગયાં પછી એ સ્થિતિનો ભોગ બનેલા લોકોને જે ચિંતા થાય છે તે હોય છે બીમારીની.

વરસાદી પાણી ભરાઈ રહેવાથી ઘરોમાં સર્જાતી ભેજની સ્થિતિ અને ગલીઓમાં ભરાયેલાં પાણીનાં ખાબોચિયાં મચ્છરોના ઉપદ્રવ માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરે છે.

આવી સ્થિતિમાં અગમચેતીના પગલારૂપે સરકાર અને મ્યુનિસિપાલિટી તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનના વહીવટ હેઠળના આરોગ્ય વિભાગો મચ્છરોનો ત્રાસ ઘટાડવા માટે નિયમિત રીતે મચ્છરોની ગણતરી કરે છે.

જે તે વિસ્તારમાં મચ્છરોની ઘનતા કેટલી છે તે જાણવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમની ગણતરી કરવામાં આવે છે.

જોકે, મચ્છરોની ગણતરીનો હેતુ મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટેનો છે.

કઈ રીતે કરવામાં આવે છે ગણતરી?

મચ્છર

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રામ્ય વિસ્તારમાં બે રીતે મચ્છરોની ડેન્સિટી માપવામાં આવે છે. જેમાં રૂમમાં ચાદર પાથરવાની અને દવા છાંટવાની પ્રક્રિયા સમાન છે. બીજી રીતમાં હેન્ડ કેસ કલેક્શન પણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક રાજેન્દ્ર બહેરિયાએ બીબીસીને જણાવ્યું તે પ્રમાણે...

  • એક પદ્ધતિ હેન્ડ કેસ કલેક્શન એટલે કે હાથથી મચ્છર પકડવાની છે અને બીજી પદ્ધતિમાં પાયરેથોન સ્પ્રે પદ્ધતિથી ગણતરી કરવામાં આવે છે. જે વિસ્તારમાં મચ્છરજન્ય બીમારી વધુ હોય ત્યાં મચ્છરોની ડેન્સિટીની ગણતરી થાય છે
  • આ સિવાય મચ્છરોની રેન્ડમ કલેક્શન પણ કરવામાં આવે છે. મચ્છરોની ડેન્સિટીની ગણતરી માટે એક ગામમાં આઠ ઘર નક્કી કરાય છે, ત્યારબાદ આ આઠ ઘરોમાં બન્ને પદ્ધતિથી મચ્છર કલેક્શન કરવામાં આવે છે
  • હેન્ડ કેસ કલેક્શનમાં ઇન્સેક્ટ કલેક્ટર સૌપ્રથમ ટૉર્ચ લગાવીને ઘરની અંદર મચ્છરો ચેક કરે છે. ત્યારબાદ ઍસ્પાયરેટર ટ્યૂબની મદદથી મચ્છર પકડે છે
  • પકડેલા મચ્છરો કઈ જાતિના તે ચેક કરીને તેમની અલગ-અલગ ગણતરી કરવામાં આવે છે

મચ્છરોની આ ગણતરીથી આપણે શું જાણી શકીએ? મચ્છર ભેગા કર્યા બાદ લૅબોરેટરીમાં શું કરવામાં આવે છે?

વધુ જુઓ વીડિયોમાં...

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.