આ મહિલાઓ પ્લાસ્ટિકના કચરામાંથી અવનવી વસ્તુઓ બનાવે છે

વીડિયો કૅપ્શન, પ્લાસ્ટિક રિસાઇકલ કરવાનો વ્યવસાય ધરાવતી મહિલાઓ
આ મહિલાઓ પ્લાસ્ટિકના કચરામાંથી અવનવી વસ્તુઓ બનાવે છે
મહિલા
મહિલાઓ

દર વર્ષે 40 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. તેમાંથી 40 ટકા સિંગલ યૂઝ પ્લાસ્ટિક હોય છે.

પૂણેસ્થિત રીચરખા ઇકૉસોશિયલ સંસ્થા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી તેમાંથી વસ્તુઓ બનાવે છે.

વ્યવસાયે આઈટી એન્જિનિયર અમિતા દેશપાંડેએ પર્યાવરણના સંરક્ષણ માટે આ સામાજિક સાહસની શરૂઆત કરી હતી.

તેઓ બૅગ, પર્સ, થેલા, લૅપટોપ બેગ, ઍસેસરીઝ અને ઘરસજાવટની વસ્તુઓ બનાવે છે.

તેઓ કહે છે, "અમે કચરો ઉપાડનારા પાસેથી પ્લાસ્ટિક ખરીદી લઈએ છીએ. તેને ધોઈને આ કાગળિયાને સેનિટાઇઝ કરીએ છીએ. પછી અમારા વર્કશોપમાં અમે રંગ પ્રમાણે તેમને છૂટા પાડીએ છીએ. આ રંગો વસ્તુઓની બનાવટમાં વપરાય છે."

"અમે હાથથી જ કાતર વડે અમે આ પ્લાસ્ટિકના પડીકાઓને કાપીએ છીએ. પછી એક બંડલ બનાવી ચરખામાં તેને મૂકવામાં આવે છે અને કપડાના ઉપયોગ દ્વારા તેને હૅન્ડલૂમ પર વણવામાં આવે છે. જુદાં જુદાં કપડાં દ્વારા જુદી જુદી ચીજ તૈયાર કરવામાં આવે છે."

જાણો તેમની રસપ્રદ કહાણી...

Redline
Redline