સરકારી અધિકારીઓએ પરિવાર બનીને જયારે ધામધૂમથી અનાથ યુવતીનાં લગ્ન કરાવ્યાં
સરકારી અધિકારીઓએ પરિવાર બનીને જયારે ધામધૂમથી અનાથ યુવતીનાં લગ્ન કરાવ્યાં
કરિશ્મા હરિયાણાના રોહતકનાં રહેવાસી છે. જેમણે ક્યારેય સ્વપ્નમાં વિચાર્યું નહોતું કે તેમનાં લગ્ન આટલાં ખાસ હશે.
તેઓ બે વર્ષનાં હતાં ત્યારથી તેમને તરછોડી દેવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ તેમણે 17 વર્ષ સુધી સરકારી અનાથાલયમાં જીવન ગુજારવું પડ્યું અને તેઓ ત્યાં જ મોટાં થયાં. અહીં જ તેમણે 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.
19 વર્ષનાં કરિશ્માએ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહે જ પ્રભુતામાં પગલાં માંડ્યાં. નવાઈની વાત એ છે કે તેમની કંકોત્રીથી માંડીને ભોજનસમારંભ અને લગ્નની તમામ વ્યવસ્થા રોહતકના સ્થાનિક પ્રશાસને ગોઠવી હતી.
આ પણ વાંચવું ગમશે -




