સુરત : સાસુ-વહુની જોડી બનાવે છે 18 પ્રકારનાં અથાણાં, કેવી રીતે શરૂ કર્યો બિઝનેસ?

વીડિયો કૅપ્શન, Surat: સાસુ-વહુની જોડી બનાવે છે 18 પ્રકારનાં અથાણાં, કેવી હતી શરૂઆત?
સુરત : સાસુ-વહુની જોડી બનાવે છે 18 પ્રકારનાં અથાણાં, કેવી રીતે શરૂ કર્યો બિઝનેસ?
અથાણાં, ગુજરાત , બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અથાણું,

ઇમેજ સ્રોત, Getty Images

'તીખાં મરચાં, ગોળિયાં મરચાં, બુંદાનું અથાણું, આદુ-લસણ...'

સુરતનાં હંસાબહેન કાનાણી ગૌરવભેર એક પછી એક પોતે બનાવતાં જાતભાતનાં અથાણાં બતાવે છે.

તેઓ કહે છે કે તેઓ 20-22 વર્ષથી સુરતમાં જ રહે છે અને પોતાની વહુ જલ્પાના આગ્રહ બાદ પોતાનો અથાણું બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો, જે દેશ જ નહીં, પરંતુ વિદેશમાં પણ હિટ થઈ ગયો.

હંસાબહેન આ ધંધાની શરૂઆત અંગે વાત કરતાં કહે છે કે, "એક દિવસ મારી વહુએ મને કહ્યું કે, 'ચાલો, આપણે પણ અથાણાં બનાવીએ.' પહેલાં તો મને થયું કે, 'આપણાં અથાણાં કોણ લેશે?'પણ એણે આગ્રહ કર્યો. એ બાદ મેં અથાણાનો ઑર્ડર લેવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે અમારો વેપાર ચાલી નીકળ્યો."

નાનકડી શરૂઆતથી દેશવિદેશમાં વખણાતાં અથાણાંનો બિઝનેસ શરૂ કરનાર આ સાસુવહુની જોડી પાસેથી જાણો તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન