ભાવનગર: BLO મતદારયાદીની કામગીરીમાં વ્યસ્ત, પીટીસી તાલીમાર્થી શિક્ષકોએ ભણાવવાનું શરૂ કર્યું

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત, વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે શું રસ્તો કાઢ્યો?
ભાવનગર: BLO મતદારયાદીની કામગીરીમાં વ્યસ્ત, પીટીસી તાલીમાર્થી શિક્ષકોએ ભણાવવાનું શરૂ કર્યું

રાજ્યમાં હાલ મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે.

શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓનું ભણતર પર અસર સહિતના મુદ્દાઓ આગળ કરીને તેમને સોંપાયેલી કામગીરીનો વિરોધ પણ કરવામાં આવ્યો.

ત્યારે શિક્ષકો જો આ કામગીરીને લીધે શાળામાં હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહીં તે માટે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ એક અનોખો નિર્ણય કર્યો.

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ ભાવનગરમાં આવેલી ઘરશાળા PTC કૉલેજના આચાર્યને મળીને આ વિચાર મૂક્યો.

વધુ જુઓ વીડિયોમાં...

ભાવનગર: BLO મતદારયાદીની કામગીરીમાં વ્યસ્ત, પીટીસી તાલીમાર્થી શિક્ષકોએ ભણાવવાનું શરૂ કર્યું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન