ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાજનોની હાલ કેવી સ્થિતિ છે?- ગ્રાઉન્ડ રિપોર્ટ
ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાજનોની હાલ કેવી સ્થિતિ છે?- ગ્રાઉન્ડ રિપોર્ટ
મધ્યપ્રદેશના ઇંદોરને દેશનું સૌથી સ્વચ્છ શહેર માનવામાં આવે છે.
સ્વચ્છ ભારત અભિયાનના રેન્કિંગમાં ઇંદોર સતત આઠ વખત પ્રથમ ક્રમે રહ્યું છે. પરંતુ આ દાવા વચ્ચે ઇંદોરના ભાગીરથપુરા વિસ્તારની આ શેરીઓ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે, જ્યાં પ્રદૂષિત પાણી પીવાથી લોકોનું જીવન પ્રભાવિત થયું છે.
ગંદું પાણી પીવાને કારણે મૃત્યુ પામેલા લોકોના આંકડાની પુષ્ટિ થઈ નથી, જોકે, ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, 18 લોકોને વળતરની રકમ આપવામાં આવી છે.
સ્થિતિ એવી થઈ ગઈ હતી કે લગભગ 400 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ગંદું પાણી પીવાથી જીવ ગુમાવનારાના પરિવારજનો અને આ વિસ્તારના લોકો હાલ કેવી સ્થિતિમાં રહી રહ્યા છે.
જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ.
રિપોર્ટ : રોહિત લોહિયા
એડિશનલ રિપોર્ટિંગ : સમીર ખાન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



