જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થિત વ્યાસ ભોંયરામાં શરૂ થઈ પૂજા

વીડિયો કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થિત વ્યાસ ભોંયરામાં શરૂ થઈ પૂજા
જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થિત વ્યાસ ભોંયરામાં શરૂ થઈ પૂજા

વારાણસીની જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીના રોજ આપેલા ચુકાદાને લાગુ કરતા જિલ્લા પ્રશાસને ગુરુવારે સવારે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા-અર્ચના શરૂ કરાવી દીધી છે.

બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેંએ જણાવ્યું છે કે વારાણસીના જિલ્લાધિકારી એસ. રાજાલિંગમે ગુુરુવારે પત્રકારોને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું, "મને જે ન્યાયાલયનો ઑર્ડર છે, તેનું પાલન કરવામાં આવ્યું છે."

એ પણ એક સંયોગ છે કે 38 વર્ષ પહેલા 1986માં 1લી ફેબ્રુઆરીએ અયોધ્યાની બાબરી મસ્જિદનું તાળું ખોલવામાં આવ્યું હતું.

આ મામલામાં અરજદાર સોહનલાલ આર્યએ ગુરુવારે એએનઆઈ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી કે વ્યાસ ભોંયરામાં જવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ શ્રદ્ધાળુઓને અત્યારે ત્યાં જવાની મંજૂરી નથી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES

રેડ લાઇન
રેડ લાઇન