દિવાળીના દિવસે આ આખું ગામ પહાડ કેમ ચઢે છે?
દિવાળીના દિવસે આ આખું ગામ પહાડ કેમ ચઢે છે?
દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરાયું લઈને તેલ પુરવા માટે નીકળે છે... સાથે ગાય છે કે આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળિયામાં થાય દિવાળી... પણ આજે આ શબ્દો ઓછા સાંભળવા મળે છે.
તેનું કારણ એ છે કે મેરાયું પ્રગટાવવાની પ્રથા હવે જાણે કે લુપ્ત થઈ ગઈ છે.
પરંતુ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર પર આવેલા તેર ફૂટ ઉંચા મેરાયામાં તેલ પૂરવાની પ્રથા આજે પણ જીવંત છે.
દિવાળી આવતા જ ગ્રામજનો દ્વારા તેની સાફસફાઈ કરવામાં આવે છે અને દિવાળીના દિવસે લોકો આ પહાડ ચઢે છે.
વધુ જુઓ આ વીડિયોમાં...




