સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ

વીડિયો કૅપ્શન, સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ
સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ

સુરતનું આ ઘર કૉંક્રિટના શહેરમાં નાના જંગલ જેવું છે.

સુરતના પાલ ગામમાં પ્રકૃતિ પ્રેમી ચિરાગ પટેલે પોતાના 360 વારના ધરમાં 900 જેટલા વૃક્ષ, છોડ ઉગાડી ઘરની અંદર નાનકડું મીની જંગલ બનાવી દીધું છે.

આ ઘરમાં પ્રવેશતાની સાથે જ આધુનિકતા અને પ્રકૃતિનો સુંદર સમન્વય જોવા મળે.

આ ફૂલ ઝાડની માવજત કરવા અને વૃક્ષના કારણે ઘરને નુકસાન ન થાય તે માટે વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું છે.

વૃક્ષોને પાણી માટે ઓટોમેટીક ફુવારા સહિતની અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચિરાગભાઈનું કહેવું છે કે ઘરની અંદર આ રીતની વ્યવસ્થા કરવા માટે આશરે એક કરોડનો ખર્ચ થયો છે.

પરંતુ તેમને આવું ઘર બનાવવાની પ્રેરણા કઈ રીતે મળી?

સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ
ઇમેજ કૅપ્શન, સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.