બેન સ્ટૉક્સ : 'હારના ગુનેગાર'થી લઈને ઇંગ્લૅન્ડને વર્લ્ડકપ અપાવનાર બાજીગરની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વાત્સલ્ય રાય
- પદ, બીબીસી સંવાદદાતા
"આપણે ટુર્નામેન્ટમાં ભાર લઈને આગળ વધી શકતા નથી. સારી ટીમો ભૂતકાળની નિષ્ફળતાઓને ભૂલીને નવા પડકારો તરફ આગળ વધે છે."
ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પાકિસ્તાન અને ટ્રૉફી વચ્ચે દિવાલ બનીને ઊભેલા બેન સ્ટૉક્સે (52 અણનમ અને એક વિકેટ) ટુર્નામેન્ટમાં આયર્લૅન્ડના હાથે ઈંગ્લૅન્ડને મળેલી હારને યાદ કરતા આ વાત કહી હતી.
વરસાદથી ભીંજાયેલી મૅચમાં પાસું એવું પલટાયું કે ઇંગ્લૅન્ડની ટીમના પતનની કહાનીઓ લખાઈ.
જોકે આયર્લૅન્ડ સામે પાંચ રનથી હારનો સામનો કરનારી ઇંગ્લિશ ટીમે 26 ઑક્ટોબરે તે મૅચમાં મળેલી હાર પછી પાછું વળીને જોયું નથી અને રવિવારે મૅલબર્નના મેદાન પર ન્યૂઝીલૅન્ડ, શ્રીલંકા, ભારત અને અંતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. સ્ટૉક્સ નિષ્ફળતા બાદની સફળતાની એ જ કહાણી યાદ અપાવી રહ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પાકિસ્તાન સામેની જીત બાદ વર્લ્ડકપની કપ્તાની જોસ બટલરને સોંપવામાં આવી હતી. સેમ કરનને ફાઇનલમાં ‘મૅન ઑફ ધ મૅચ’ પસંદ કરાયા હતા પણ ઘણા લોકોએ મૅચના સૌથી મોટા હીરાનો ખિતાબ બેન સ્ટૉક્સને આપ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
સેમ કરને એમ પણ કહ્યું, "બેન સ્ટૉક્સે જે રમત બતાવી.. (તે પછી)... મને નથી લાગતું કે મને આ (મૅન ઓફ ધ મૅચ) મળવો જોઈએ."
ક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણે ફાઇનલ જોયા બાદ વર્તમાન યુગના તમામ ટોચના ક્રિકેટરોને કહ્યું કે તેઓ બેન સ્ટૉક્સ માટે રસ્તો ખાલી કરી આપે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અયાઝ મેમણે ટ્વિટર પર લખ્યું, "બીજા બધા પાછળ જતા રહો. બેન સ્ટૉક્સ વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર છે!"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય ક્રિકેટ સમીક્ષક હર્ષા ભોગલેનો અભિપ્રાય પણ બહુ જુદો નથી.
ફાઇનલ બાદ હર્ષ ભોગલેએ ટ્વિટર પર સવાલ કર્યો હતો કે શું વર્લ્ડ ક્રિકેટમાં પ્રેશર હેઠળ રમવામાં બેન સ્ટૉક્સ કરતાં સારો કોઈ ખેલાડી છે?

હાર પછી જ જીત છે...
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ચાહકો સ્ટૉક્સ પર વરસી પડ્યા હતા. તેઓ ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડમાં હતા. સ્ટૉક્સ માટેની દિવાનગીમાં માત્ર ફાઇનલમાં ઇંગ્લૅન્ડની જીત માટેની મક્કમતા જ ન હતી.
વાત એ ખૂબીની પણ હતી જેનો ઉલ્લેખ સ્ટૉક્સે પોતે આયર્લૅન્ડ સામે ઇંગ્લૅન્ડની હાર વખતે કર્યો હતો.
સ્ટૉક્સની સફળતાની વાર્તા ઉતાર-ચઢાવથી ભરેલી છે. 2016માં વેસ્ટ ઇન્ડિઝની ટીમે તેમના હાથમાંથી ટી20 વર્લ્ડકપ છીનવી લીધો હતો.
કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી તે ફાઇનલ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. વેસ્ટ ઇન્ડિઝે છ વિકેટ ગુમાવી દીધી હતી. મોર્લોન સેમ્યુઅલ્સ સિવાય તમામ ટોચના બૅટર આઉટ થઈ ગયા હતા.
ઇંગ્લૅન્ડનો હાથ ઉપર હતો. ઇંગ્લૅન્ડના તત્કાલીન કૅપ્ટન ઈયૉન મોર્ગને છેલ્લી ઓવરમાં બૉલિંગ કરવાની જવાબદારી બેન સ્ટૉક્સને આપી હતી.
વેસ્ટ ઇન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે સ્ટૉક્સની ઓવરના પહેલા ચાર બૉલમાં છગ્ગા ફટકારીને વર્લ્ડકપ પોતાની ટીમની ઝોળીમાં નાખી દીધો હતો.

સ્ટૉક્સની કહાણીમાં ટ્વિસ્ટ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ત્યારે ઘણા લોકોએ તેમને 'ઇંગ્લૅન્ડની હારના સૌથી મોટા અપરાધી' ગણાવ્યા હતા.
પોતાની વ્યાખ્યા મુજબ, સ્ટૉક્સ જાણે છે કે માત્ર શ્રેષ્ઠ ટીમ જ નહીં, પણ શ્રેષ્ઠ ખેલાડી પણ 'બોજ લઈને આગળ વધી શકતો નથી'.
કદાચ એટલે જ તેમણે હારનું દુ:ખ, વર્લ્ડકપ હારવાની વેદના અને ચાર બૉલની નિષ્ફળતા ઇડન ગાર્ડન્સ મેદાન છોડતી વખતે જ પાછળ છોડી દીધી હતી. તેઓ 'હારનું ભૂત' ખભા પર લઈને આગળ ન વધ્યા.
આ જ સ્ટૉક્સ હતા જે ન્યૂઝીલૅન્ડ સામે 2019ના વનડે વર્લ્ડકપની ફાઇનલમાં દિવાલ બનીને ઊભા રહ્યા હતા. અણનમ 84 રન બનાવી મૅચ ટાઈ કરી હતી. ત્યાર બાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી, ત્યારબાદ સ્ટૉક્સ દ્વારા ફટકારવામાં આવેલા ચોગ્ગા અને છગ્ગાને કારણે મૅચનો નિર્ણય ઇંગ્લૅન્ડના પક્ષમાં ગયો હતો.

નાનું લક્ષ્ય, મોટો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને ઇંગ્લૅન્ડ સામે જીત માટે માત્ર 138 રનનો પડકાર આપ્યો હતો. ઇંગ્લૅન્ડે સાત રનમાં પહેલી અને 32 રનમાં બીજી વિકેટ ગુમાવી ત્યારે આ નાનો લાગતો ટાર્ગેટ મોટો દેખાવા લાગ્યો હતો.
આઉટ થનાર બૅટ્સમૅન ઍલેક્સ હેલ્સ અને ફિલ સોલ્ટ હતા, જેઓ ભારત સામેની સેમિફાઇનલ જીતના હીરો હતા.
ચોથી ઓવરમાં બેન સ્ટૉક્સને બેટિંગ કરવા મેદાનમાં આવવું પડ્યું હતું. સ્ટૉક્સે હજુ ખાતું ખોલાવ્યું જ હતું ત્યાં કૅપ્ટન બટલર પણ પેવેલિયન પરત ફર્યા. એ છઠ્ઠી ઓવર હતી. હવે સ્કોર હતો ત્રણ વિકેટે 45 રન.
પાકિસ્તાનના બૉલરો બૉલ સાથે તરખાટ મચાવી રહ્યા હતા. ફિલ્ડરોની ચપળતા અચાનક વધી ગઈ હતી અને જીત દૂર જણાતી હતી.
મૅચમાં શાનદાર બૉલિંગ કરનાર ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રાશિદે આ પ્રસંગને યાદ કરતાં કહ્યું કે રન ચેઝ સમયે તેઓ નર્વસ હતા.
મૅચ બરાબર જામી હતી અને ડબલ ઉછાળવાળી પીચ પર પાકિસ્તાનની ટીમે 1992ના કરિશ્માનું પુનરાવર્તન કરવાનો ઇરાદો બનાવી લીધો.

સ્ટૉક્સની અવિશ્વસનીય ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ, સ્ટૉક્સ આ વખતે તેની પકડ ઢીલી કરવા તૈયાર નહોતા. તેમણે હૅરી બ્રૂક સાથે ચોથી વિકેટ માટે 42 બૉલમાં 39 રન જોડ્યા હતા. આ ભાગીદારીમાં રન બનાવવાની ગતિ ધીમી હતી પરંતુ સ્ટૉક્સે ઇંગ્લૅન્ડને જીતના માર્ગે જાળવી રાખ્યું હતું.
13મી ઓવરમાં બ્રૂક આઉટ થયા ત્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર 84 રન હતો. હજુ જીત 54 રન દૂર હતી અને પાકિસ્તાનના ખેલાડીઓ એક-એક રન રોકવા માટે લડી રહ્યા હતા.
દરમિયાન, નસીબે સ્ટૉક્સનો સાથ આપ્યો. હારિસ રઉફે 14મી ઓવરમાં તેમને આઉટ કરવાનો મોકો ગુમાવ્યો. ત્યારે તેઓ 20 રન પર હતા.
આ પછી સ્ટોક્સે પાકિસ્તાનને કોઈ તક ન આપી. તે પછી તેમણે ગિયર્સ બદલ્યા. પાકિસ્તાનના ટોચના બૉલર રઉફ સામે બાઉન્ડ્રી ફટકારી.
16મી ઓવરમાં શાહીનશાહ આફ્રિદી ઈજા સાથે મેદાનની બહાર ગયા તે સમયનો ફાયદો ઉઠાવીને સ્ટૉક્સે પાકિસ્તાન પર દબાણ વધાર્યું હતું. આફ્રિદીની અધુરી ઓવર પુરી કરી રહેલા ઈફ્તિખાર અહેમદ સામે સતત બે બૉલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો.
આનાથી મોઈન અલીનો ઉત્સાહ પણ વધ્યો અને તેણે મોહમ્મદ વસીમની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. મોઈન આ પછી લાંબા સમય સુધી વિકેટ પર ટકી શક્યા નહીં, પરંતુ ત્યાં સુધીમાં સ્ટૉક્સે મૅચનું પલડું ઇંગ્લૅન્ડ તરફ નમાવી દીધું હતું.
19મી ઓવરમાં સ્ટૉક્સે મોહમ્મદ વસીમ સામે ચોગ્ગો ફટકારીને અડધી સદી પૂરી કરી હતી. ટી-20 ફોર્મેટમાં આ તેની પ્રથમ અડધી સદી છે. તે પણ એવા સમયે ફટકારી જ્યારે તેની ટીમને સૌથી વધુ જરૂર હતી.
આગલા બૉલ પર વધુ એક રન લઈને તેણે ઇંગ્લૅન્ડને ટી-20 ફૉર્મેટમાં સિંકદર બનાવી દીધું.
કૅપ્ટન જોસ બટલરે સ્ટૉક્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. બટલરે કહ્યું, "તે (સ્ટૉક્સ) એક શાનદાર બૅટ્સમૅન છે. તે (સ્ટૉક્સ) જે પણ કરે છે તેમાં ઘણો અનુભવ ધરાવે છે. તેણે પોતાની ઇનિંગ્સને ઉત્તમ રીતે આગળ ધપાવી હતી. તેણે મોઈન સાથે મળીને પાકિસ્તાન પાસેથી મૅચ છીનવી લીધી હતી."

કહાણીની પૂર્ણાહુતિ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશંસકો અને વિવેચકો તેમના પ્રદર્શનથી આશ્ચર્યચકિત હતા પરંતુ સ્ટૉક્સ જીતનો શ્રેય લેવાનું ટાળતા રહ્યા.
તેમણે કહ્યું, "તમે ફાઇનલમાં લક્ષ્યનો પીછો કરવામાં અગાઉની મહેનતને ભૂલી જાઓ છો. (પાકિસ્તાનને) 137 રન પર રોકવાનો બૉલરોને શ્રેય આપવો જોઈએ."
ઇંગ્લૅન્ડ તરફથી સેમ કરેને માત્ર 12 રનમાં ત્રણ અને આદિલ રાશિદે માત્ર 22 રનમાં બે વિકેટ ખેરવી હતી.
મૅન ઑફ ધ મૅચ પસંદ કરનારાઓએ પણ સેમ કરનમાં જ સર્વશ્રેષ્ઠ ખેલાડી જોયો હતો, પરંતુ સેમ માટે મૅચનો હીરો બેન સ્ટૉક્સ હતા.
ચાહકો અને વિવેચકો માટે એ સ્ટૉક્સ હતા જેમને તેમણે 2016માં કપ હાર્યા પછી રડતા જોયા હતા અને રવિવારે રાત્રે પાકિસ્તાન પાસેથી મૅચ છીનવીને તે અધૂરી ઇચ્છા પૂરી કરતા જોયા.














